રાજકોટના 76 વર્ષના વૃદ્ધા 15 દિવસ વેન્ટિલેટર પર હોવા છતાં કોરોનાને હંફાવી દીધો, 86 વર્ષના વૃદ્ધાની કહાની પણ સિંહણ જેવી

3 દિવસ પહેલાં વિશ્વ નર્સિંગ દિવસે એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટની સિવિલમાં 552 નર્સ જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વગર કોરોના દર્દીની સારવારમાં એક પણ રજા લીધા વિના ફરજ બજાવે છે. એ દિવસે લોકોએ અલગ અલગ રીતે ઉજવણી પણ કરી હતી, ત્યારે આજે ફરી એકવાર રાજકોટ સિવિલ ચર્ચામાં આવ્યું છે અને એક જોરદાર દર્દીએ કોરોનાને હરાવ્યો છે. કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણાં એવા કોરોનાના કેસ આવી રહ્યાં છે કે તબીબી જગત માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યાં છે. મક્કમ મન હોવાથી ઉંમર બાધારૂપ ન બની અને કોરોનાને હરાવી મનોબળ જીતી ગયાના અનેક કિસ્સા બન્યા છે.

image source

હાલમાં જે કિસ્સા વિશે વાત કરવી છે કે એમાં 76 વર્ષના એક વૃદ્ધા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. પરંતુ મન મક્કમ હોવાથી તેઓ આજે એકદમ સાદા માસ્ક પર આવી ગયા અને એમનું ઓક્સિજન લેવલ પણ 97 થઇ ગયું છે. 86 વર્ષના વૃદ્ધાને 40 ટકા ફેફસાં નબળા હોવા છતાં મક્કમ મનોબળથી કોરોનાને હરાવી દીધો. એ જ રીતે બીજા કિસ્સામાં 80 વર્ષના વૃદ્ધાને બીપીની તકલીફ હોવા છતાં માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવી દીધો છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે અને જે અનેક લોકોને જીવવાની પ્રેરણા આપે છે. રાજકોટની બજરંગ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન 76 વર્ષીય શાંતુબા ભરતસિંહ જાડેજા વિશે જો વાત કરીએ તો તેમને કોરોનાનું વધારે ઇન્ફેક્શન લાગતા તેમને ગત 25 એપ્રિલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

આગળ વાત કરીએ તો જે સમયે શાંતુબાને દાખલ કર્યા ત્યારે તેમની તબિયત વધારે ગંભીર હતી. પરંતુ હવે સારવાર સફળ રહી છે અને દાદીએ કોરોનાને હરાવી દીધો છે. ડો.શર્મીન કાલાડીયાએ દાદી અંગે વાત કરી કે જ્યારે તેઓ દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજનનુ લેવલ 70 હતું. ડાયાબિટીસ તેમજ ઉંમરને લીધે ઘણા કોમ્પ્લીકેશન્સ પણ હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમની નિયમિત તપાસ કરવામાં આવી અને જરૂરી હોય એ બધા જ રિપોર્ટ કરીને તેના આધારે નિદાન કર્યું. પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવી અને સાથે જ દર્દીના મનોબળ અને હિંમતને લીધે તેઓ પંદર દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યાં બાદ વેન્ટિલેટરથી બહાર આવી ગયા છે અને અત્યારે સાદા ઓક્સિજન માસ્ક પર છે. તેમનું ઓક્સિજનનું લેવલ હાલ 97 સુધી પહોંચી ગયું છે.

શાંતુબાએ પણ પોતાના સાજા થવા પર ખુશી વ્યક્ત કરી હતી અને વાત કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર થાય છે. હું આવી ત્યારે વેન્ટિલેટર પર હતી અને અત્યારે હું વેન્ટિલેટર પરથી બહાર આવી ગઈ છું. મારી તબિયત ખરેખર ખુબ સારી છે. દર્દીઓ બચી જાય એ માટે હોસ્પિટલના તબીબો રાત-દિવસ મહેનત કરે છે અને દર્દીઓના આશીર્વાદથી આ સેવા કરવામાં નવું બળ મળે છે. એ જ રીતે રાજકોટ ખાતે રહેતા 86 વર્ષના વૃદ્ધા પુષ્પાબેન બુદ્ધદેવે કોવિડને ખૂબ જ સરળતાથી માત આપી હસતા મુખે ઘરે પરત ફર્યા હતા એ કિસ્સો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.

image source

આ વૃદ્ધા પુષ્પાબેનના પરિવારના સભ્ય સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓએ પરિસ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુષ્પાબેનની મેડિકલ હિસ્ટ્રી કોઈ જ નથી, પરંતુ તેમના ગોઠણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યા હતા. તેઓએ શરદી, નબળાય અને ઓક્સિજનનું લેવલ 83 સુધી પહોંચી ગયું હોવાથી પરિવારમાં શોકનો માહોલ હતો.

image source

જ્યારે તેમનું સિટી સ્કેન કરાવામાં આવ્યું તેમાં તેમના 40 ટકા ફેફસાં નબળા પડી ગયા હોવાનું પણ સામે આવ્યું. વધુ તબિયત ન બગડે તે માટે તેઓને કેન્સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને રેમડેસિવીર ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. તેઓને 5 દિવસની ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ત્યારે હાલમાં આવા કંઈ કેટલાય રાજકોટના અને બીજા અલગ અલગ જિલ્લાના કેસો સામે આવી રહ્યાં છે અને અન્ય દર્દીઓને પ્રેરણા પણ મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "રાજકોટના 76 વર્ષના વૃદ્ધા 15 દિવસ વેન્ટિલેટર પર હોવા છતાં કોરોનાને હંફાવી દીધો, 86 વર્ષના વૃદ્ધાની કહાની પણ સિંહણ જેવી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel