શાહરુખનો દિલ્હીમાં પણ છે આલિશાન બંગલો, અંદરની તસવીરો જોઇ લો તમે પણ

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બોલીવુડમાં પોતાના અભિનય માટે ઓળખાય છે. શાહરુખ ખાન ફિલ્મો સિવાય પોતાના અંગત
જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. દિલ્લીના રહેવાસી શાહરુખ ખાને હિન્દી સિનેમામાં પોતાનું કરિયર બનાવવા માટે ઘણી જ

મહેનત કરી છે. એમના સંઘર્ષની ગાથા કોઈનાથી પણ છુપી નથી. એ સાથે જ દર્શક એમની અને એમના ઘરની એક ઝલક મેળવવા
માટે તરસી જાય છે. શાહરુખ ખાન મુંબઈમાં પોતાના 200 કરોડના લકઝરી ઘર મન્નતમાં રહે છે.

image source

તમને જણાવી દઈએ કે મુંબઈ સિવાય શાહરુખ ખાનનું દિલ્લીમાં પણ એક શાનદાર લકઝરી ઘર છે શાહરુખ ખાનના દિલ્લીવાળા ઘરને એમની પત્ની ગૌરી ખાને જાતે ડિઝાઇન કર્યું છે. ખાસ વાત એ છે કે આ સપનાના મહેલમાં સામાન્ય લોકો પણ જઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાનને ઘર અપાવનારી સંસ્થા એરબીએનબી સાથે કરાર કર્યો છે. એ સાથે એક કોન્ટેસ્ટ પણ રાખવામાં આવશે જેનું નામ છે ઓપન આર્મ વેલકમ.

image source

એનો અર્થ થયો કે દિલ ખોલીને તમારું સ્વાગત. આ ઘરમાં ગૌરી ખાન અને શાહરીખ ખાને અમુક યાદગાર પળો વિતાવ્યા છે અને
એને એક દીવાલ પર શેર કર્યા સાચે. બંગલાના ફોટામાં ગૌરી ખાન પણ દેખાઈ રહી છે. આ ઘર શાહરુખ ખાનના વર્ષોના કરિયર અને
એમની સ્ટોરીને દર્શાવે છે. ગૌરી ખાન સાથે એમની લવસ્ટોરી કઈ ઓછી રસપ્રદ નથી. ગૌરી ખાનને મનાવવા માટે એમને ઘણા
પાપડ વણવા પડ્યા.

image source

શાહરુખ ખાન અને ગૌરી ખાનની જોડી પાવરફુલ અને પરફેક્ટ કપલમાંથી એક માનવામાં આવે છે. એમની લવસ્ટોરી એક ફિલ્મની

વાર્તા જેવી જ છે. વર્ષ 1984માં બન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં થઈ હતી. ત્યારે શાહરુખ ખાનની ઉંમર 18 વર્ષની
હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાને જ્યારે લગ્નનો નિર્ણય કર્યો તો એ એટલું સરળ નહોતું રહ્યું.

image source

શાહરુખ અને ગૌરીના લગ્નમાં ધર્મ પણ આડો આવી રહ્યો હતો. શાહરુખ ખાન મુસ્લિમ હતા અને ગૌરી ખાન હિન્દૂ બ્રાહ્મણ
પરિવારમાંથી હતી. બીજું મોટું કારણ એ હતું કે એ સમયે શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા.

image source

જ્યારે શાહરુખ ખાન, ગૌરી ખાનના માતા પિતાને મળી તો એમને પોતાને હિન્દૂ કહ્યું હતું. એટલું જ નહીં એમને પોતાનું નામ પણ
બદલી નાખ્યું હતું. આખરે શાહરુખ ખાન, ગૌરી ખાનના માતા પિતાને મનાવવામાં સફળ રહ્યા અને 25 ઓક્ટોબર 1991માં
બન્નેના લગ્ન થઈ ગયા.

Related Posts

0 Response to "શાહરુખનો દિલ્હીમાં પણ છે આલિશાન બંગલો, અંદરની તસવીરો જોઇ લો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel