જો તમે પણ માસ્ક લગાવીને કંઇક આવું કરતા હોવ તો સાવધાન, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ
સેલિબ્રિટીઝ મોટેભાગે એક બીજાને માસ્ક સાથે જ કિસ કરતા જોવા મળે છે, ઘણી વાર ફ્લાઇટ પહેલા તેઓ કિસ કરીને અલવિદા કહેતા હોય છે. એક નવી પ્રવૃતિ મોટી હસ્તીઓ દ્વારા લોકપ્રિય કરવામાં આવી રહી છે, જેમાં તે લોકો માસ્ક પહેરીને એકબીજાને કિસ કરી રહ્યા છે. તાજેતરમાં, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને અન્ય એક સજ્જન ડૌગ હમ હૌફ તેમની ફ્લાઇટ્સ પહેલા એકબીજાને માસ્ક સાથે કિસ કરી હતી.

ત્યારબાદ તેઓ આગળ વધ્યા હતા. અભિનેતા વરૂણ સૂદે કેપ ટાઉન જતા પહેલા મુંબઇ એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલને માસ્ક પહેરીને કિસ કરી હતી. આ સાથે જ રાહુલ વૈદ્યે દિશા પરમારને પણ કિસ કરી હતી. ત્યારે બધાના મનમાં પ્રશ્ન ઉભો થાય છે, કે શું આ આપણા માટે સલામત છે કે શું. ?

ત્યારે દિલ્હી સ્થિત સ્ત્રી વિશેષજ્ઞ અને શાંતા ફર્ટિલિટી સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડો.અનુભા સિંઘ કહે છે એક માસ્ક બીજા વ્યક્તિનું રક્ષણ કરે છે. તે તમારા શ્વસનના ડ્રોપ્સ ફેલાવતા અટકાવે છે. કોરોના નું જોખમ ઓછું કરવા માટે બંને લોકોએ માસ્ક પહેરવા જોઈએ એટલે કે જો બે લોકો એકબીજાને મળે તો બન્ને એ માસ્ક પહેરવું ખુબ જરૂરી હોય છે.
ડો. સિંહે આગળ કહ્યું કે , માસ્ક નિરોધ જેવું છે. જ્યાં સુધી તમે તેમને યોગ્ય રીતે અને કેમ પહેરવું તે નથી જાણતા ત્યાં સુધી તે કામનું નથી. તે સો ટકા સલામત નથી. તેથી ચુંબન કરતી વખતે ખૂબ કાળજી લેવી પડશે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ચુંબન કરતા સમયે માસ્ક નહી પહેરે તો કોરોના નો ખતરો હજુ વધશે.

મધર લેપ આઇવીએફ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. શોભા ગુપ્તાએ સમજાવ્યું હતું કે આ ખૂબ જ ખતરનાક છે. કારણ કે માસ્કની બાહ્ય સપાટી પર અન્ય લોકોના વાયરસ ચેપ વધુ હોય છે. માસ્ક સાથે નજીકનો સંપર્ક બનાવો તેના માટે જોખમી બની શકે છે. તેથી, હું સામ સામે સંપર્ક અથવા નિકટતા ટાળવાની ભલામણ કરીશ.

જો બે માસ્ક પહેરાલા લોકો એકબીજાને ચુંબન કરે છે, તો કેવા પ્રકારની સમસ્યા ઉભી થાય છે? તેમણે જવાબ આપ્યો કે અત્યારે તે સંદિગ્થ વાત છે, તમારા નાક પર રાખવામાં આવેલ સુરક્ષાન પડ એટલુ સારૂ ન હોઈ શકે, કારણ કે વાયરસ એરોસોલ દ્વારા સરળતાથી ફેલાય છે.
એક વ્યક્તિએ ખૂબ કાળજી રાખવી જોઈએ અને સાર્વજનિક રીતે માસ્ક લગાવીને કિસ કરતા બચવું જોઈએ. કેમ કે માસ્કની બાહ્ય સપાટી પર કોરોના વાયરસના કીટાણું હોય શકે છે. જે આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ગંભીર નુકશાન પણ પહોચાડી શકે છે.
0 Response to "જો તમે પણ માસ્ક લગાવીને કંઇક આવું કરતા હોવ તો સાવધાન, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો