બધા રેકોર્ડ તોડીને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.12 લાખ નવા કેસ, દુનિયમાં સૌથી વધુ મૃત્યુ ભારત અને બ્રાઝિલમાં થયા
બધા રેકોર્ડ તોડીને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.12 લાખ નવા કેસ! ગઇકાલે દુનિયામાં મહામારીના કારણે જીવ ગુમાવનારમાં દરેક ચોથો ભારતીય
દેશમાં કોરોનાની બીજી તરંગ બેકાબૂ બની રહી છે. બુધવારે અહીં રેકોર્ડ 4 લાખ 12 હજાર 373 કેસ નોંધાયા હતા. આ એક જ દિવસમાં નોંધાયેલ કેસનો સૌથી મોટો આંક છે. નવા કેસો સાથે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં લોકોની ચિંતા પણ વધી રહી છે. ગઇકાલે વિશ્વમાં કોરોનાને કારણે 14,278 લોકોનાં મોત થયાં. આમાંથી ફક્ત 3,979 મોત ભારતમાં થયાં છે. એટલે કે, વિશ્વમાં મહામારીને કારણે થયેલ દરેક ચોથુ મૃત્યુ ભારતમાં જ નોંધાયું છે.
![](https://resize.indiatvnews.com/en/resize/newbucket/715_-/2020/04/tamil-nadu-1586786934.jpeg)
જો કે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં અહીં 3 લાખ 30 હજાર 525 લોકો સાજા થયા છે. આ બીજી વખત છે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા છે. અગાઉ 30 એપ્રિલના રોજ 4 લાખ 2 હજાર 14 કેસ નોંધાયા હતા. ત્યારે 3525 દર્દીઓના મોત થયા હતા. આજના સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા ઓછી છે. મંગળવારે 3.37 લાખ દર્દીઓ સાજા થયા હતા, જ્યારે આજે માત્ર 3.24 લાખ દર્દીઓ સાજા થયા છે.
મહારાષ્ટ્ર બાદ કર્ણાટક અને કેરળે ભયભીત કર્યા
દરરોજ મળી આવતાં દર્દીઓની સંખ્યા મુદ્દે મહારાષ્ટ્ર પછી બે રાજ્યો કર્ણાટક અને કેરળ ભયભીત કરી રહ્યા છે. બુધવારે કર્ણાટકમાં રેકોર્ડ 50 હજાર દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે કેરળમાં પણ41,953 લોકો પોઝિટિવ સામે આવ્યા છે.
![](https://mallofthenorth.co.za/wp-content/uploads/2020/12/17-scaled-600x400.jpg)
દેશમાં કોરોના મહામારીના આંકડા
- છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 4.06 લાખ
- છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,838
- છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.24 લાખ
- અત્યાર સુધીમાં કુલ કેસ: 2.10 કરોડ
- અત્યાર સુધી સાજા થયા: 1.72 કરોડ
- અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.30 લાખ
- હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 35.62 લાખ
- મહારાષ્ટ્રમાં 920 દર્દીઓ મોતને ભેટ્યા, ઉત્તરપ્રદેશમાં પણ રેકોર્ડ 357ના મોત
કોરોનાના કેસમાં સતત ઘટાડા છતાં મહારાષ્ટ્રમાં મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે અહીં 920 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં થયેલા આ બીજા નંબરે સૌથી વધુ મૃત્યુની સંખ્યા છે. આ પહેલા 28 એપ્રિલે 1035 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 72,662 લોકોનાં મોત નીપજ્યાં છે.
![](https://static-ai.asianetnews.com/images/01e4jmb9ybn4b519gfkwfkv514/1-jpg.jpg)
સંક્રમિતોની કુલ સંખ્યા 48.80 લાખ પર પહોંચી ગઈ છે. ઉત્તરપ્રદેશમાં પણ બુધવારે મોતનો નવો રેકોર્ડ બન્યો. અહીં કોરોનાને કારણે 357 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં 31 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. લખનઉમાં સૌથી વધુ 3 હજાર લોકો પોઝિટિવ મળી આવ્યા. આ ઉપરાંત મેરઠ, ગૌતમબુધ્ધ નગર, ગાઝિયાબાદ, કાનપુર, સહારનપુર અને ગોરખપુરમાં એક હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે.
કોરોના અપડેટ્સ
• દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 181 પોલીસકર્મીઓને સંક્રમણ લાગ્યું છે. રાજધાનીની પોલીસમાં હાલમાં 3 હજાર કોરોના અસરગ્રસ્ત જવાનો સારવાર હેઠળ છે. ગયા વર્ષે, 12 હજાર જવાનો પોઝિટિવ થયા હતા. મંગળવારે પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે જવાનો સાથે વર્ચ્યુઅલ વાત કરી હતી.
![](https://mybrytfmonline.com/wp-content/uploads/2020/04/spain.png)
• બ્રિટન ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળના બે સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રતિનિધિ મંડળમાં વિદેશ પ્રધાન એસ જયશંકર પણ સામેલ છે. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જયશંકર હવે આ સંજોગોમાં જી-7 સહિત અન્ય કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થશે.
• આખરે, બિહારે પણ સંક્રમણની ચેનને તોડવા માટે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ગોવા અને ઝારખંડ બાદ લોકડાઉન કરનારું બિહાર નવમું રાજ્ય બન્યું છે.
મુખ્ય રાજયોની પરિસ્થિતિ
![](https://images.newindianexpress.com/uploads/user/imagelibrary/2020/3/20/w1200X800/KEEPINGchildren.jpg)
1. મહારાષ્ટ્ર
બુધવારે 57,640 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 57,006 લોકો સ્વસ્થ થયા અને 920 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 48.80 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાં 41.64 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 72,662 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 6.41 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
2. ઉત્તરપ્રદેશ
બુધવારે 31,111 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 40,852 લોકો સાજા થયા અને 353 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 13.99 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11.22 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,151 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2.62 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
![](https://www.oneindia.com/img/2020/10/xcoronalive-jpg13-1601352234-jpg-pagespeed-ic-3dlqlas5ki-1603042301.jpg)
3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે 20,960 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 19,209 લોકો સ્વસ્થ થયા અને 311 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 12 લાખ 53 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11 લાખ 43 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,063 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 91,859 ની સારવાર ચાલી રહી છે.
4. છત્તીસગઢ
બુધવારે, 15,157 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 10,152 લોકો સાજા થયા અને 253 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.02 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.63 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 9,738 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.29 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
![](https://s3.ap-southeast-1.amazonaws.com/images.deccanchronicle.com/dc-Cover-c8sisjl254417bv354cm4at9n6-20200229111439.Medi.jpeg)
5. ગુજરાત
બુધવારે રાજ્યમાં 12,955 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 12,995 લોકો સ્વસ્થ થયા અને 133 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.33 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાંથી 4.77 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,912 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યાં 1.48 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
6. મધ્યપ્રદેશ
બુધવારે રાજ્યમાં 12,319 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 9,643 લોકો સાજા થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.24 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 5.29 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,074 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 89,244 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બધા રેકોર્ડ તોડીને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.12 લાખ નવા કેસ, દુનિયમાં સૌથી વધુ મૃત્યુ ભારત અને બ્રાઝિલમાં થયા"
ટિપ્પણી પોસ્ટ કરો