હવે નહિ થાય આઇપીએલ, કોરોનાએ લીધા પ્લેયર્સને ઝપેટમાં, જાણો કોણ કોણ થયું કોરોના પોઝિટિવ.
કોરોના વાયરસના સતત વધતા જોખમની વચ્ચે બીસીસીઆઈ દ્વારા આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આઇપીએલની ઘણી ટીમોના ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા એવા કેસ સામે આવ્યા હતા, એ પછી બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે આઇપીએલ ટીમના ખેલાડીઓ અને અન્ય સભ્યો સતત કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા હતા, જેને કારણે બીસીસીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આઇપીએલ શરૂ થઈ ત્યારથી જ કોરોનાના સંક્રમણ વધી રહ્યું હતું એવા સમયે બીસીસીઆઈએ બાયો બબલનો મજબૂત હવાલો આપ્યો હતો એ પછી આઇપીએલની 29 મેચ તો સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી. ચેન્નઈ અને મુંબઈ ચરણની બધી જ મેચ પુરી કરી દેવામાં આવી હતી. પણ આઇપીએલની આ સિઝનની 30મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી જે નહોતી રમી શકાય.

તમને જણાવી દઈએ કે આઇપીએલ 2021Iની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.

વાત જાણે એમ છે કે આજે થનારી મુંબઈ અને સનરાઈઝર્સ મેચને લઈને પહેલેથી જ ઘણી ચિંતાઓ જણાઈ રહી હતી કારણ કે મુંબઈ ઇન્ડિયનસે શનિવારે ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ મેચ રમી હતી અને એ મેચ દરમિયાન બાલાજી એના ઘણા ખેલાડીઓના સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે એવી ખબર સામે આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલા જ કોરોના પોઝિટીવ મળી આવ્યા હતા. રિપોર્ટ એ પણ છે કે દિલ્લી કેપિટલ્સના અમિત મિશ્રા પણ પોઝિટિવ છે.

કોરોનાની બીજી લહેર આખા દેશમાં ફેલાઈ ચુકી છે અને બધે જ સ્થિતિ ગંભીર જણાઈ રહી છે એવામાં આઇપીએલના આયોજન પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડી આઇપીએલ- 14માંથી હટી ચુક્યા છે. જેમાં એડમ જામ્પા, કેન રિચર્ડસન અને એન્ડર્યું ટાઈનો સમાવેશ થાય છે. એડમ જામ્પાએ આઇપીએલ 14 છોડવાનું કારણ બાયો બબલ જણાવ્યું. એમને કહ્યું કે ભારતમાં બાયો બબલ છોડ્યા પછી એટલું સુરક્ષિત નથી ફિલ થતું, જેટલું યુએઈમાં આઇપીએલ 2020 દરમિયાન લાગતું હતું. જો કે પછી એ પોતાની આ ટિપ્પણી પરથી હટી ગયા હતા.
0 Response to "હવે નહિ થાય આઇપીએલ, કોરોનાએ લીધા પ્લેયર્સને ઝપેટમાં, જાણો કોણ કોણ થયું કોરોના પોઝિટિવ."
ટિપ્પણી પોસ્ટ કરો