સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાવાથી વજન ઘટી જાય છે સડસડાટ, જાણો બીજા આ ફાયદાઓ પણ
ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જેથી રોજ ની ડાયટમાં એક વાટકી ફણગાવેલાં કઠોળ અવશ્ય ખાવા જોઈએ. તેનું સેવન નિયમિત કરવાથી ઘણા રોગ દુર થાય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી તેમાં ભરપુર પ્રમાણમાં ફાયબર અને પ્રોટીન મળે છે. તો ચાલો જાણીએ કઠોળ ખાવાથી થતા ફાયદા.

ફણગાવેલા કઠોળમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે. જેથી સવારે તેને ખાલી પેટ એક નાની વાટકી ખાવાથી ઘણાં ફાયદા મળે છે. સાથે જ તેને ખાતાં પહેલાં થોડાં ફ્રાય કરીને અથવા અધ કચરાં બાફીને ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને બ્રેકફાસ્ટમાં બાળકો, વડીલો અને મહિલાઓ બધા જ પોતાના ડાયટમાં સ્પ્રાઉટ્સ સામેલ કરી શકે છે. સ્પ્રાઉટ્સમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે.

કઠોળમાં ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ હોય છે, કારણ કે તેમાં ફાઇબરની સાથે વિટામિન એ, સી, કે, નિયાસિન, ફોલિક, મેંગનીઝ, કોપર, ઝિંક, આયર્ન અને કેલ્શિયમ હોય છે. તમે નાસ્તામાં એક વાટકી કઠોળ લઈ શકો છો. તેને ખાધા પછી તરત ચા કે કૉફી ના પીવી. બપોરે લંચમાં સલાડ તરીકે પણ તેને લઈ શકાય છે. ધ્યાન રાખો કે કઠોળને વ્યવસ્થિત રીતે બે વાર પાણીમાં ધોઈને જ ખાવા જોઈએ.
આ સિવાય જે વાસણ કે કપડાંનો ઉપયોગ કરતા હોય તે પણ એકદમ ચોખ્ખું હોવું જોઈએ. કઠોળની ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ છે અને તે લો કેલેરી ફૂડ છે. એટલે જો ડાયટિંગ પર હોવ તો સ્પાઉટ્સને લેવાનું ના ભૂલશો. તેમાં ફાઇબર હોવાના કારણે ભૂખ નથી લાગતી. આ હંગર હોર્મોન વધુ પ્રમાણમાં રીલિઝ થતા અટકાવી મેદસ્વિતાથી છુટકારો અપાવે છે.

કઠોળમાં ઓમેગા 3 ફેટી એસિડ્સની માત્રા વધુ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. તેમજ આ હાર્ટ ડિસીઝ જેવા કે, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી પણ બચાવે છે, અને બ્લડમાં ઓક્સિજનની માત્રા વધારે છે. વિટામિન સી શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધારે છે, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. કઠોળમાં રહેલાં વિટામિન એ માં એન્ટી ઓક્સીડેન્ટ્સના ગુણ હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
કઠોળમાં રહેલા એન્ટિ ઓક્સિડેન્ટ્સ, વિટામિન સી, એ અને પ્રોટીન, ફ્રી રેડિકલ્સ ઘટાડી કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ હાર્ટ અને વધતી ઉંમર માટે ખૂબ જોખમી હોય છે. ફણગાવેલા કઠોળને અમૃત આહાર કહેવામાં આવે છે, તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે.

ફણગાવેલા કઠોણ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે, સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે. ફણગાવેલા કઠોળ કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે.
0 Response to "સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાવાથી વજન ઘટી જાય છે સડસડાટ, જાણો બીજા આ ફાયદાઓ પણ"
ટિપ્પણી પોસ્ટ કરો