ઘરે જ ખીલ અને ડાઘાને જડમૂળથી કરી દો દૂર, અને ચહેરાને માત્ર બે જ દિવસમાં બનાવી દો ક્લિન અને ગોરો
અયોગ્ય ડાયટ, હોર્મોનલ ફેરફાર, પોલ્યૂશન, તડકો અને ઋતુમાં થતા ફેરફારને કારણે ઘણાં લોકોને ચહેરા પર ખીલ દેખાય આવે છે, તેને દુર કરવા માટે આજે આપણે કેટલાક એવા ઘરેલું ઉપાય વિશે જાણીશુ, જેનો ઉપયોગ કરવાથી તમે તેને હમેશા માટે દુર કરી શકશો. તો ચાલો તેના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ.

આ કોરોનાની મહામારીમાં ખીલને દુર કરવા માટે ઘરેલું ઉપાય જ આપણા માટે બેસ્ટ રહેશે. હળદર, લીબું અને કાકડીને આપણી સ્કીન માટે બેસ્ટ માનવામાં આવે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો આપણા ચહેરા પર તેના કાળા ડાઘા થવા લાગે છે. તેથી આજે અમે આ લેખમાં ખીલની સમસ્યાને જડ મૂળમાંથી દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાય બતાવીશું. તેનાથી તમારો ચહેરો સુંદર બને છે, અને ચહેરા પર કોઈ ડાઘા પણ રહેતા નથી.
ટામેટાં :
એક ટામેટાંનો રસ કાઢી તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને ચહેરા પર લગાવીને વીસ મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ લો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં ખીલ દુર થવા લાગશે.

એલોવેરા :
એક ચમચી એલોવેરાના જેલમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી હળદર મિક્સ કરો. તેને રેગ્યુલર ચહેરા પર લગાવો. ત્યાર પછી તેને વીસ મિનિટ ચહેરા પર રાખો. ત્યાર પછી તેને પાણી વડે ધોઈ લો.
મધ :
એક ચમચી મધમાં અડધી ચમચી તજનો પાઉડર મિક્સ કરો. ત્યાર પછી જે ભાગે ખીલ હોય ત્યાં તેને લગાવો અને દસ મિનિટ રહેવા દો. ત્યાર બાદ પાણી વડે ધોઈ લો. આ ઉપાયના રિઝલ્ટ માટે તેને રેગ્યુલર કરવું.

હળદર :
એક ચમચી હળદર પાઉડરમાં આઠ થી દસ ટીપાં તલનું તેલ મિક્સ કરી તેની પેસ્ટ બનાવો. તે પેસ્ટનો ઉપયોગ જે જગ્યા પર કાળા ખીલ હોય ત્યાં કરવો. ત્યાર બાદ એક કલાક બાદ ધોઈ લો. આ ઉપાય કરવાથી કાળા ખીલના ડાઘા દુર થાય છે.
લીંબુ :
એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ગુલાબ જળ મિક્સ કરો. પછી તેને કાળા ખીલ પર લગાવો. વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. આ ઉપાય કરવાથી બ્લેક એક્નેની પ્રોબ્લેમ દૂર થશે.

બટાકા અને મધ :
એક બટાકાને છીણીને તેનો રસ કાઢી તેમાં એક ચમચી મધ મિક્સ કરી ચહેરા પર લગાવો અને તેને પંદર મિનિટ બાદ ધોઈ લો. આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા દુર થાય છે.
કાકડી :
અડધો કપ કાકડીની પેસ્ટમાં બે થી ત્રણ ચમચી દૂધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. વીસ થી ત્રીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. આ ઉપાય કરવાથી ચહેરા પર ઘણો ફાયદો થાય છે.

દહીં :
એક ચમચી દહીંમાં બે ચમચી મધ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. તે પેસ્ટને બ્લેક હેડ્સ પર લગાવો. ત્યાર બાદ વીસ મિનિટ પછી ચહેરાને પાણી વડે ધોઈ લો. આ ઉપાય કરવાથી કાળા ડાઘા દુર થાય છે.
મુલતાની માટી :
મુલતાની માટીમાં પાણી મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરો. પછી તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્ષ કરો, અને તેને ચહેરા પર લગાવો. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર કરવો જોઈએ.

મસૂરની દાળ :
બે ચમચી મસૂરની દાળને અડધી વાટકી દૂધમાં આખી રાત પલાળી દો. સવારે તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને વીસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને ત્યાર પછી તેને પાણી વડે સારી રીતે સાફ કરી લો. આ ઉપાય કરવાથી ચહેરા પર ચમક આવે છે, અને ખીલની સમસ્યા પણ દુર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઘરે જ ખીલ અને ડાઘાને જડમૂળથી કરી દો દૂર, અને ચહેરાને માત્ર બે જ દિવસમાં બનાવી દો ક્લિન અને ગોરો"
ટિપ્પણી પોસ્ટ કરો