BSFમાં નોકરી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર, પરીક્ષા આપ્યા વિના આ જગ્યાઓ માટે કરી શકો છો અરજી
ઘણા ખરા યુવાનોને નોકરીની જરૂર હોય છે પરંતુ બધા યુવાનો નોકરિયાત નથી બનતા. તેમાંય.ખાસ કરીને સરકારી નોકરી કરવી એ તો મોટાભાગના યુવાનોનું સ્વપ્ન હોય છે. આમ તો સરકારી નોકરીના અનેક પ્રકારો હોય છે જેમાં અલગ અલગ લાયકાત અને અલગ અલગ કામકાજ રહેતું હોય. પરંતુ એક સરકારી નોકરી એવી પણ છે જેમાં નોકરી અને પગાર મળવાની સાથે સાથે દેશની સેવા કરવાનો પણ મોકો મળે છે. આવી જ નોકરીઓ પૈકી એક નોકરી BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની. ભારતીય સેનાની જેમ લગભગ BSF ની નોકરી કરનારને પણ દેશની સેવા કરવાનો અથવા દેશની સેવા કરનારની સેવા કરવાનો મોકો મળે છે.

BSF Recruitment 2021 : જો તમે સરકારી નોકરી કરવા માંગતા હોય અને નોકરી પણ એક મોભાદાર પદ પરના અધિકારીની કરવા માંગતા તો તમારે માટે એક સારી તક સામે આવી છે.

સીમા સુરક્ષા બલ (BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ) મા હાલ બંપર વેકેન્સ્ટિ નીકળી છે. સરકારી નોકરી કરવાનો શોખ ધરાવતા ઉત્સાહી ઉમેદવારો માટે આ એક સારા સમાચાર ગણી શકાય. ઉપરોક્ત વેકેન્સી અંતર્ગત BSF દ્વારા હોસ્પિટલોમાં GDMO અને સ્પેશ્યલીસ્ટ પદ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે.
જો તમે આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો આ માટે BSF ની સત્તાવાર વેબસાઈટ પર એપ્લાય કરી શકાય છે. આ પદ માટે 21 જૂનથી 30 જૂન સુધીના સમયગાળામાં ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી કરવા ઉત્સાહિત ઉમેદવારો સીધી જ BSF ની વેબસાઈટ લિંક https://bsf.gov.in/Home પર ક્લિક કરીને આ પદ માટે અરજી કરી શકે છે.

સાથે જ આ લિંક BSF Recruitment 2021 દ્વારા સત્તાવાર ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 89 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 89 જગ્યાઓમાં 27 જગ્યાઓ સ્પેશ્યલીસ્ટ અને 62 જગ્યાઓ GDMO ના પદ માટેની છે.
આ પદ માટે ખાલી છે જગ્યાઓ
1. સ્પેશ્યલીસ્ટ – 27 જગ્યા
2. GDMO એટલે કે જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર
શિક્ષણ
સ્પેશ્યલીસ્ટના પડી માટે અરજી કરનાર ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી / ડિપ્લોમા કરેલ હોવું જોઈએ. આ સાથે જ ગ્રેજ્યુએટ ઉમેદવારને સંબંધિત વિષયમાં 1 વર્ષનો અનુભવ તથા ડિપ્લોમા ઉમેદવારને સંબંધિત વિષયમાં 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર એટલે કે GDMO ના પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે MBBS ની ડિગ્રી સાથે ઇન્ટરશીપનો પણ અનુભવ હોવો જરૂરી છે.
પગાર

સ્પેશ્યલીસ્ટ માટે – 85,000 રૂપિયા
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર માટે 75,000 રૂપિયા
0 Response to "BSFમાં નોકરી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર, પરીક્ષા આપ્યા વિના આ જગ્યાઓ માટે કરી શકો છો અરજી"
ટિપ્પણી પોસ્ટ કરો