સોશિયલ મીડિયા પર 12 ભણેલા યુવકે અમેરિકન ભૂરીને પ્રેમમાં પાડી, ભારત આવીને 44 વર્ષીય મહિલાએ કર્યા લગ્ન
સોશિયલ મીડિયાએ એવું માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા વિશ્વમાં કોઈ પણ ખૂણે વસતા વ્યક્તિ સાથે મેસેજ થઈ શકે, કોલ થઈ શકે છે, વીડિયો કોલ કરી શકાય છે. આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયાને હકારાત્મક અને નકારાત્મક બને પાસાઓ છે. ઘણાં લોકોના સબંધો આ સોશિયલ મીડિયાને કારણે તૂટ્યાં છે તો બીજી તરફ ઘણાં એવા લોકો પણ છે જે લોકો સોશિયલ મીડિયાને કારણે નામના મેળવી શક્યા છે અને કમાણી પર કરી શક્યા. એક આવો જ કિસ્સો વર્ષ 2016માં સામે આવ્યો હતો. જેમાં 12મું પાસ એક છોકરાને USની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. નવાઈની વાત એ હતી કે આ પછી તે છોકરી ભારત આવી અને બન્નેએ લગ્ન કર્યાં હતાં.

મળતી માહિતી મુજબ આ કિસ્સો હરિયાણાથી સામે આવ્યો છે. દીપક હરિયાણાના કાદીપુર ગામમાં રહેતા એક ખેડૂતનો દીકરો છે. 12માં સુધી ભણેલાં કૌશિકે ફેસબુકનો ઉપયોગ કરતો હતો અને ત્યાંથી તેણે USની શૈલી મૈરીન ટેપ્સને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ પછી જૂન 2015માં બંને ફ્રેન્ડ બન્યા. ધીરે ધીરે બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું. આ દરમિયાન દીપકને શૈલી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેથી તેણે જાન્યુઆરી 2016માં શૈલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

દીપક આ વિશે કહે કે તેને પણ આશા નહોતી કે તેના આ પ્રપોઝનો આવો જવાબ મળશે. શૈલીએ દીપકને લગ્ન માટે હા પાડી હતી. ન કે શૈલી ઉંમર 44 વર્ષ હતી અને તે USમાં ન્યૂયોર્ક પાસે લૈમનમાં રહેતી હતી. જાણવા મળ્યું છે કે શૈલીનાં પિતા ત્યાં પેઇન્ટરનું કામ કરે છે. શૈલી સાથે થયેલ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તેના પરિવારને તે બંનેનાં લગ્નથી કોઈ વાંધો નથી. આ પછી તે દીપક સાથે લગ્ન કરવા માટે નોકરી છોડીને 24 મે, 2016માં ભારત આવી ગઈ હતી.
/celia-and-michael-wedding-01crop-3c71e59244564a9081f3d8cb4ed5f6d5.jpg)
શૈલીનાં ભારત આવ્યા બાદ બંનેએ હિન્દુ વિધિથી ક્નોટ પ્લેસના આર્ય સમાજમાં મંદિરમાં 4 જૂન 2016એ લગ્ન કર્યા હતા અને તે લગ્નને તેમણે 13 જૂને રજિસ્ટર કરાયા હતાં. આ પછી 17 જુલાઈ, 2016એ બંનેના લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. આ લગ્નને લઈને દીપકનો પરિવાર પણ ખુશ હતી. તેના પરિવારે લગ્નમાં ગામના કેટલાક લોકો અને સબંધીઓને પણ બોલાવ્યાં હતાં.

હવે તો શૈલીએ હિન્દી બોલતાં પણ શીખી લીધું છે. આ સાથે તે ઇન્ડિયન ફૂડ બનાવવાનું પણ શીખી રહી છે. સોશિયલ મીડીયા દ્વારા શરૂ થયેલ આ પ્રેમ કહાની આજે ખુશીથી જીવન વિતાવી રહી છે. ઘણાં લોકો ઉમરના આટલાં મોટા તફાવતને કારણે અને સોશિયલ મીડીયાના પ્રેમને કારણે તેમની નીદા પણ કરી રહ્યાં છે.
0 Response to "સોશિયલ મીડિયા પર 12 ભણેલા યુવકે અમેરિકન ભૂરીને પ્રેમમાં પાડી, ભારત આવીને 44 વર્ષીય મહિલાએ કર્યા લગ્ન"
ટિપ્પણી પોસ્ટ કરો