પુરુષોને માટે કમાલ કરે છે ફક્ત 3 અખરોટ, જાણો સેવનની પ્રોપર રીત અને મળશે ખાસ ફાયદા
જો તમે શારીરિક નબળાઈની સમસ્યાથી પરેશાન છો તો તમે અખરોટનું સેવન શરૂ કરો તે ફાયદારૂપ રહી શકે છે. તો જાણો અખરોટના સેવનથી કયા ખાસ ફાયદા મળે છે તે વિશે. અખરોટનું નિયમિત સેવન કરવાથી મસ્તિષ્ક હંમેશા સ્વસ્થ રહે છે અને હ્રદય સંબંધિત બીમારીનો ખતરો પણ ઓછો રહે છે. અખરોટ યાદશક્તિને મજબૂત કરે છે. જાણીતા ડોક્ટરનું કહેવું છે કે હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર અખરોટ એટલે કે વોલનટ બ્રેન બેલ્થ અને મેમરીને માટે ફાયદો કરે છે. એટલું નહીં તેની ઓવરઓલ હેલ્થ પર પણ સારી અસર જોવા મળે છે. અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા 3 ફેટી એસિડ જેવા અનેક પોષક તત્વો મળે છે. આ રીતે ડ્રાયફ્રૂટ્સનો રાજા પણ ગણાય છે.
કેવી રીતે કરશો સેવન
ડોક્ટરના જણાવ્યા અનુસાર અખરોટને કાચું ખાવાને બદલે તમે તેને પલાળીને રાખો અને રાતે સૂતા પહેલા 3 અખરોટને પલાળી લો. સવારે ઊઠીને ખાલી પેટે આ અખરોટનું સેવન કરી લેવાથી ફાયદો મળે છે. પલાળેલી અખરોટ અનેક બીમારીથી બહાર નીકળવામાં તમને મદદ કરે છે.
જાણો અખરોટના 5 ફાયદા
અખરોટ બોડીના મેટા બોલિઝમને વધારે છે અને બોડીથી એકસ્ટ્રા ફેટને ખતમ કરે છે.

તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચન ક્રિયાને દુરસ્ત કરે છે.
તેમાં મળનારા અલ્ફા લિનોલેનિક એસિડ હાડકાને મજબૂત કરે છે.

અખરોટમાં પ્રચુર માત્રામાં ઓમેગા 3 ફએટી એસિડ હોય છે જે તમારા હાર્ટને માટે ફાયદો કરે છે.
તેને ખાવાથી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવી ગંભીર બીમારીના ખતરાને ટાળી શકાય છે.

પુરુષોમાં હેલ્થને માટે લાભદાયી હોવાની સાથે સાથે અખરોટમાં એવા ગુણ હોય છે જેનાથી સ્પર્મ ક્વોલિટીમાં સુધારો આવે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સ્પર્મમાં શુક્રાણુની આવક, શુક્રાણુઓની સંખ્યા, ગતિશીલતામાં સુધારો આવે છે. યૌન શોષણની શક્તિની નબળાઈને દૂર કરવામાં મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પુરુષોને માટે કમાલ કરે છે ફક્ત 3 અખરોટ, જાણો સેવનની પ્રોપર રીત અને મળશે ખાસ ફાયદા"
ટિપ્પણી પોસ્ટ કરો