લો કર લો બાત… પોતાના એક્સના લગ્નમાં ખુશી-ખુશી આ 5 બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી, અને પછી…PICS

લો કરી લો વાત….. પોતાના એક્સના લગ્નમાં સામેલ થયા આ 5 બૉલીવુડ સ્ટાર્સ. બોલીવુડમાં અફેર અને બ્રેકઅપના કિસ્સા તો ચાલતા જ રહે છે પણ અમુક બૉલીવુડ સ્ટાર્સ એવા પણ છે જે બધુ ભુલાવીને પોતાના એક્સના લગ્નમાં સામેલ થયા અને કંઈક આવી રીતે થયો એમનો એમના એક્સ સાથે સામનો.

બોલીવુડની ઘણી લવસ્ટોરી એવી પણ છે જેમાં બેપનાહ પ્રેમ પછી પણ સેલિબ્રિટીઝનું બ્રેકઅપ થઈ ગયું અને પછી એમને પોતાની જિંદગીના રસ્તા બદલી નાખ્યા, પછી ફરી ક્યારેય એમને પોતાના એક્સ તરફ પાછું વળીને નથી જોયું. પણ અમુક બૉલીવુડ સ્ટાર્સ એવા પણ છે જેને બધું ભુલાવીને પોતાના એક્સના લગ્ન અટેન્ડ કર્યા અને પોતાના સંબંધને એક સુંદર મિત્રતાના રૂપમાં આગળ વધાર્યો. આજે અમે તમને એવા જ કેટલાક બૉલીવુડ સ્ટાર્સ વિશે જણાવીશું જે પોતાના એક્સના લગ્નમાં સામેલ થયા અને એમનો આવી રીતે થયો સામનો.

1. અનુષ્કા શર્મા અને રણવીર સિંહ.

image source

અનુષ્કા શર્મા અને રણવીર સિંહ જ્યારે પોતાના કરિયરની શરૂઆત કરી તો એમની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી. એ પછી બન્નેના અફેરની ખબરો પણ આવવા લાગી પણ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા. જલ્દી જ અનુષ્કા શર્માની જિંદગીમાં વિરાટ કોહલી આવી ગયા અને રણવીર સિંહને દીપિકા પાદુકોણ સાથે પ્રેમ થઈ ગયો. પણ જ્યારે અનુષ્કા અને વિરાટનું રીસેપ્શન હતું તો રણવીર સિંહ એમના રીસેપ્શનમાં ગયા અને શુભકામનાઓ આપી.

2. પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર.

image source

પ્રિયંકા ચોપરા બોલીવુડની ખૂબ જ ટેલેન્ટેડ અભિનેત્રી છે અને એ સાથે પ્રિયંકાનું નામ ઘણા બૉલીવુડ સ્ટાર્સ સાથે પણ જોડાયું છે. એક સમય એવો હતો જ્યારે પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂરના અફેરની ખબરો ચર્ચામાં હતી. ખાસ વાત એ છે કે ખુદ શાહિદ કપૂરે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે એ પ્રિયંકા ચોપરાને ડેટ કરી રહ્યા છે પણ પછી એમનું પણ બ્રેકઅપ થઈ ગયું. પણ જ્યારે પ્રિયંકાએ શાહીદને પોતાના લગ્નમાં ઇનવાઈટ કર્યા તો શાહિદ કપૂરે પ્રિયંકાનું રીસેપ્શન અટેન્ડ કર્યું અને પોતાની મિત્રતા જાળવી રાખી.

3. સોનમ કપૂર અને રણબીર કપૂર.

image source

સોનમ કપૂર અને રણબિર કપૂર પોતાની પહેલી જ ફિલ્મ સાંવરિયાથી એકબીજાની નજીક આવી ગયા હતા. બન્નેના અફેરની ખબરો ચર્ચામાં રહી પણ પછી એમના રસ્તા અલગ થઈ ગયા. આ બંનેના સંબંધમાં ખાસ વાત એ રહી કે એ બન્નેએ પોતાની મિત્રતા હમેશા જાળવી રાખી. એવામાં જ્યારે સોનમ કપૂરે પોતાના લગ્નમાં રણબીર કપૂરને બોલાવ્યા તો રણબિર ખુશી ખુશી સોનમના રીસેપ્શનમાં પહોંચ્યા એ પણ પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે.

4. નેહા ધુપિયા અને યુવરાજ સિંહ.

image source

બોલિવુડ અને ક્રિકેટનો સંબંધ બહુ જૂનો છે એટલે જ તો ઘણા બૉલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સે લગ્ન કરી લીધા છે. બૉલીવુડ અભિનેત્રીઓ વચ્ચે યુવરાજ સિંહનું નામ પણ ઘણું ચર્ચામાં રહ્યું અને યુવરાજનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. નેહા ધુપિયા અને યુવરાજ સિંહના અફેરની ખબરો એક સમયે ખૂબ જ ચર્ચામાં હતી પછી એમનું પણ બ્રેકઅપ થઈ ગયું પણ એમની મિત્રતા એવીને એવી જ રહી. એવામાં નેહા ધૂપિયાના લગ્નમાં જ્યારે યુવરાજ સિંહ પહોંચ્યા તો એમને લગ્નમાં ખૂબ જ મસ્તી કરી.

બિપાશા બાસુ અને ડીનો મૌર્યા..

image source

બોલીવુડની બોલ્ડ હસીના બિપાશા બાસુનું નામ પણ ઘણા એક્ટર્સ સાથે જોડાયું એમાંથી એક ડીનો મૌર્યા પણ છે. બન્નેના અફીની ખબર ઘણા સમય સુધી ચર્ચામાં રહી પણ પછી એમનું પણ બ્રેકઅપ થઈ ગયું. પછી જ્યારે બિપાશા બસુએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા તો એમને લગ્નમાં ડીનો મૌર્યાને પણ બોલાવ્યા અને ડીનો મૌર્યએ એમને શુભકામનાઓ આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "લો કર લો બાત… પોતાના એક્સના લગ્નમાં ખુશી-ખુશી આ 5 બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી, અને પછી…PICS"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel