આ છે બોલિવૂડની 7 ઘમંડી અભિનેત્રીઓ, જેમનો મગજનો પારો રહે છે સાતમા આસમાને
કેટરીના કેફ.

કેટરીના કેફ આ લિસ્ટમાં સૌથી ઉપર છે કારણ કે એ છે ઘમંડી નંબર વન. સલમાન ખાનના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનારી કેટરીના સલમાનની પણ ના થઇ અને રણબીર કપૂરનો હાથ પકડી લીધો પણ રણબીર કપૂર પાસેથી દગો ખાધા પછી પાછી સલમાન ખાન પાસે આવી ગઈ. કેટરીના વિશે એક કિસ્સો ઘણો જાણીતો છે કે એકવાર એક ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહી હતી અને એ બાળકે એમને કહ્યું કે આંટી ઓટોગ્રાફ જોઈએ છે પણ કેટરીનાએ ઘણા સમય પછી એને જોયો અને એના પર ભડકી ગઈ. કેટરીનાનો આવો વ્યવહાર જોઈ એક અન્ય યાત્રીએ કેટરીનાને ઘણું બધું સંભળાવ્યું.
રેખા.

રેખા જેટલી સુંદર છે એટલી જ ઘમંડી પણ છે. એ ના તો કોઈની સાથે વાત કરે છે અને ના કોઈને પોતાના વિશે વધુ જાણવા દે છે. એટલે સુધી કે એ ઘણીવાર મીડિયા પર ગુસ્સે પણ થઈ જાય છે. રેખાના આ જ ઘમંડનું એક તાજું ઉદાહરણ છે જ્યારે હાલમાં જ એમના સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ થયો ત્યારે BMCએ સાવધાનીના પગલાં રૂપે રેખા અને એમના ઘરના રહેલા અન્ય લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી પણ રેખાએ પોતાના ઘરનો દરવાજો સુદ્ધા નહોતો ખોલ્યો અને સતત બે ત્રણ દિવસ ટીમના પ્રયત્ન બાએ પણ રેખાએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી ન સમજ્યો. જો કે પછીથી સાંભળવામાં આવ્યું હતું કે કદાચ એ ટેસ્ટ કરાવી શકે છે પણ આ એમના ઘમંડનો પુરાવો નથી તો શું છે.
શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર મોઢા પરથી જેટલી ભોળી લાગે છે એનાથી ઘણી વધારે ઘમંડી છે. ઘણીવાર એમને મીડિયા પર ભડકતા જીવમ આવી છે. એ ના તો ખુશી ખુશી મીડિયા સાથે વાત કરે છે અને ના કોઈ ફોટા માટે પોઝ આપે છે.
જયા બચ્ચન.

જયા બચ્ચન તો પોતાની રુડનેસ માટે ખૂબ જ જાણીતી છે. પછી એ પ્રેસ સાથે વાત કરતી વખતે એમની સાથે ગમે તેવું વર્તન કરવું કે પછી એક સામાન્ય જેવા સવાલ પર પણ ગુસ્સામાં લાલ પીળા થઈ જવું જયાનો આ ઘમંડ જગ જાહેર છે.
કરીના કપૂર.

કરીના કપૂર છે તો ખૂબ જ ટેલેન્ટેડ અભિનેત્રી પણ એમના કરતા વધુ મહત્વ અન્ય કોઈને મળે તો એ ક્યારેય સહન નથી કરી શકતી અને એટલું જ નહીં કોઈ ફિલ્મ પણ સાઈન કરવાની હોય ત્યારે એ એટલું ધ્યાન જરૂર રાખે છે કે એ ફિલ્મમાં અન્ય કોઈ હિરોઇન ન હોય. અને જો હોય તો પણ એનો રોલ કરીના કપૂરના રોલ કરતા મોટો અને સારો ન હોવો જોઈએ. એ સિવાય કરીના કપૂર ઘણીવાર મીડિયા પર પણ પોતાની ભડાશ કાઢતી જોવા મળી છે.
મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા પણ આ લિસ્ટમાં પાછળ નથી. એમને કમજોર અને ગરીબ લોકોની મદદ કરવાનું ગમતું નથી. એ સિવાય એ પોતાની જ દુનિયામાં રહે છે અને એમને ક્યારેય એવું કંઈ જ નથી કર્યું કે જેને જોઈને લાગે કે એમનું દિલ પણ અન્ય વ્યક્તિઓને જોઈને દુઃખી થાય છે
અનુષ્કા શર્મા.

અનુષ્કા શર્મા પોતાની સોશિયલ જવાબદારીઓને લઈને ઘણી જ સજાગ રહે છે પણ એમને પણ લોકો સાથે દુર્વ્યવહાર કરતા જોવામાં આવી છે. ક્યારેક ક્યારેક એ પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખી શકતી અને કારણ વગર અન્ય વ્યક્તિઓ એના ગુસ્સાનો ભોગ બને છે. આ કદાચ સ્ટારદમનો નશો હોઈ શકે.
0 Response to "આ છે બોલિવૂડની 7 ઘમંડી અભિનેત્રીઓ, જેમનો મગજનો પારો રહે છે સાતમા આસમાને"
ટિપ્પણી પોસ્ટ કરો