Surat: સ્પામાં વિદેશી યુવતી સાથે યુવકો માણી રહ્યા હતા… ત્યાં જ પછી પોલીસે કઢંગી હાલતમાં પકડ્યા ગ્રાહકોને અને પછી થયું…
સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવવાનું દુષણ ધીમે ધીમે વધી રહ્યું છે. ગુજરાતમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમા સ્પાની આડમાં આવા ગોરખધંધા ચલાવવામાં આવી રહ્યા હોય. આવી એક ઘટના સામે આવી છે ડાયમંડ નગરી સુરત ખાતે કે જયાં ગ્રાહકોને મોબાઇલ ફોનમાં લીંક મોકલી થાઇલેન્ડની લલનાઓ સાથે સેક્સ કરવા ઓફર આપવામાં આવતી હતી. આ અંગે સુરતના વેસુ વી.આઇ.પી. રોડ સ્થિત એટલાન્ટા બિઝનેસ હબમાં ખટોદરા પોલીસે રેડ કરી હતી ત્યારે આ સમગ્ર કાંડનો પર્દાફાસ થયો હતો.

તમને જણાવી દઈએ કે પોલીસની રેજ દરમિયાન અહીંથી પાંચ વિદેશી લલનાઓ ગ્રાહકો સાથે કઢંગી સ્થિતિમાં મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે 5 કસ્ટમર અને આ સ્પા સંચાલક જનક માટલીવાલા સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિ.ય છે કે, ઇન્સ્પેક્ટર તરુણ પટેલની આગેવાનીમાં ખટોદરા પોલીસે બાતમીને આધારે રવિવારે બપોરે વી.આઇ.પી. રોડ સ્થિત એટલાન્ટા બિઝનેસ હબમાં રેડ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 10 મહિનાથી લક્ઝુરિયા સલૂન એન્ડ વેલનેસ સ્પાની આડમાં આ દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હતો જેથી અડ્ડા ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોલીસને જાણકારી મળી હતી કે સ્પામાં ટૂરિસ્ટ વિઝાના નામે આવેલી થાઇલેન્ડની છોકરીઓને દેહવેપાર માટે રાખવામાં આવી છે અને ગ્રાહકોને વિદેશી સ્ત્રીઓ સાથે સેક્સની ઓફર કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ગોરખધંધાને પકડવા માટે પોલીસે સૌ પ્રથમ 1 હજાર રૂપિયા આપીને એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ આ ડમી ગ્રાહક તરફથી ઇશારો મળતાં જ પોલીસે રેડ કરી હતી.

નોંધનિય છે કે, સાત પૈકી પાંચ કેબિનમાંથી પાંચ વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે સ્પાના સંચાલક જનક ઉર્ફે જોન્ટી રાજેન્દ્ર માટલીવાલા, તથા તેને ત્યાં કામ કરતા મેનેજર અક્ષય સૂર્યકાંત ગાયકવાડ અને કર્મચારી રોહન રામમૂરત વર્માની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ જે ગ્રાહકો પકડાયા છે તેમની વાત કરીએ તો વિક્રમ મહેન્દ્ર જૈન,ધીરજ જુગલકિશોર ભૂત, દેવીલાલ ભંવરલાલ રાઠી, મહેશ ત્રિલોકચંદ ચાંડક અને ગોપાલ રૂપચંદ રાઠી અને સુરેશ કિશનલાલ રાઠીની પોલીસે ધરપકડ કરી છે.

આ ઉપરાંત પોલીસે રોકડા 18,260 તથા 10 મોબાઇલ ફોન સહિત 3.46 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ અંગે સ્પા સંચાલક જનકે પોલીસને જણાવ્યું હતું કે ગ્રાહકો અને દલાલોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક લીંક મોકલવામાં આવતી હતી. ગ્રાહક રિપ્લાય આપે તો વિદેશી યુવતીઓના ફોટો પણ મોકલવામાં આવતાં. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રોજ નવા ગ્રાહકોને મેસેજ ફોરવર્ડ થઇ શકે તે માટે બલ્કમાં મેસેજ મોકલતી સંસ્થાઓ કે જેમની પાસે મોબાઇલ નંબરનો ડેટા હોય તેમનો સંપર્ક કરવામાં આવતો. તેમણે વધુમાં કહ્યું કે, મેસેજીસ કરતી વ્યક્તિને રોજનાં 1200 રૂપિયા ચૂકવવામાં આવતા. આ રીતે યુવાનોને આ ઝાળમાં ફસાવવામનાં આવતા હતા.

નોંધનિય છે કે થાઇ ગર્લને સેક્સ રેકેટના સ્થળે પગાર ઉપર રાખવામાં આવતી હોવાની વાત સામે આવી છે. સામે આવેલી વિગતો અનુસાર જનક આ પાંચેય યુવતીઓને 20 હજારનો પગાર આપતો. આ ઉપરાંત રહેવાની સુવિધા, તેલ અને રાઇસનો સમાવેશ થતો. નોંધનિય છે કે, થાઇ ગર્લ 400 રૂપિયે પ્રતિ કિલો મળતાં સ્ટીકી ચોખાનો ઉપયોગ કરતી હોઇ તેનો ખર્ચ પણ પગારમાં આવરી લેવાતો હતો. તમને જણાવી દઈએ કે, ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા સ્પા સંચાલક વસૂલતો હતો. આ ઉપરાંત ગ્રાહકો તરફથી મળતી ટીપ તેમની રહેતી હતી.

તો બીજી તરફ સામે આવેલી વીગતો અનુસાર સુરત પોલીસે થાઇલેન્ડની યુવતીને આરોપી તો બનાવી ન હતી, પરંતુ તેઓ ટૂરિસ્ટ વિઝા ઉપર આવી હોઇ કોઇ કામ કરી નહિ શકે તેવી શરતનો વિઝામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, અહીં આ યુવતીઓ દેહવેપાર કરતી હતી. જેથી તેમને પોલીસ દ્વારા ડી-પોર્ટ કરવાની તૈયારી શરૂ કરાઈ છે. તેમને ડી-પોર્ટ કરવામાં આવે તે સંજોગોમાં આ યુવતીઓ 10 વર્ષ સુધી ભારતમાં પ્રવેશ નહિ કરી શકે તેવો પ્રતિબંધ લાગી શકે છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે ઉંડાણપુર્વક તપાસ કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "Surat: સ્પામાં વિદેશી યુવતી સાથે યુવકો માણી રહ્યા હતા… ત્યાં જ પછી પોલીસે કઢંગી હાલતમાં પકડ્યા ગ્રાહકોને અને પછી થયું…"
ટિપ્પણી પોસ્ટ કરો