કળિયુગમાં નરાધમો પાકે એટલા ઓછા, નવસારીમાં યુવકે બ્લડ કેન્સરનું કહી સગીરાના હાથ બાંધી બળાત્કાર કર્યો

દેશમાં ઘણાં કાયદાઓ હોવાનાં કારણે પણ અણ બનાવો બની રહ્યાં છે. ઘણાં આરોપીઓને કડક સજા પણ ફટકારવામાં આવે છે છતાં પણ હજુ કાયમ મોટી સંખ્યામાં નવા કેસો નોંધાઈ રહ્યાં છે. સ્ત્રીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી છે આ છતાં પણ જ્યારે બળાત્કારનો કિસ્સો સામે આવે તે આપણા માટે દુઃખદ વાત કહેવાય. અહી એક યુવતી પર થયેલા બળાત્કાર વિશે વાત કરવામાં આવી છે. આ કિસ્સો નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. આ છોકરી નવસારીમાં રહીને અભ્યાસ કરતી હતી. તેની ઉંમર પણ માત્ર 16 વર્ષ હતી.

image source

મળતી માહિતી મુજબ આ સગીરાને તેનાં માતા-પિતાએ અભ્યાસ માટે મોબાઈલ ફોન અપાવ્યો હતો. આ વચ્ચે એક દિવસ તેનાં તે મોબાઈલમાં વ્હોટ્સએપ પર એક મિસકોલ આવ્યો. આ કોલ દ્વારા એક અજાણ્યા યુવક સાથે તેની વાત થઈ હતી. ધીરે ધીરે તેઓ મિત્ર બન્યા અને પછી આ મિત્રતા એ જ સગીરાની જિંદગી વિખેરાઈ કરી નાખી હતી. આ કિસ્સો સામે આવતાં બધા ચોંકી ગયા. પરિવાર તો આ વાત પર વિશ્વાસ પણ કરવાની હાલતમાં ન હતો.

image source

આ કિસ્સા વિશે વિગતે વાત કરીએ તો પહેલા આ કિશોરીના મોબાઈલ પર અજાણ્યા નંબરથી આવેલા મિસ કોલ આવ્યો. પછી તેને વાત કરતાં ખબર પડી કે તે યુવકનું નામ રાહુલ છે. યુવક ધીરે ધીરે સગીરા સાથે વ્હોટ્સએપમાં પર વાત કરતો રહ્યો. આ દરમિયાન તેણે સગીરાને એક દિવસ કહ્યું કે પોતાને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી છે. આ વાતની જાણ થતાં કિશોરી ઘણી ભાવુક થઈ ગઈ અને યુવકે તેને પોતાની વાતોમાં ભોળવી લીધી. આ પછી એક દિવસ તેની ખબરઅંતર પૂછવા ઘરેથી સ્કૂલે જાઉં છું કહીને આ સગીરા પારડી ચાર રસ્તા ગઈ હતી.

અહી આવા માટે યુવકે જ તેને કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પારડી ચાર રસ્તા પોહચી ગયાં બાદ તેને એક ચિરાગ નામના યુવક સાથે બાઈક પર બેસી જવાનું તેના મિત્રે જણાવ્યું હતું અને તે પ્રમાણે કરતાં તે બાઈકવાળો યુવક તેને પારડીના ડુંગરી ગામે અવાવરૂં ફાર્મ હાઉસમાં લઈ ગયો. આ પછી જે ખુલાસો થયો જ તેનાથી તે સગીરાના પણ હોશ ઉડી ગયા હતા. તે યુવકે સગીરાને ખુલ્લે આમ કહી દીધું કે ન તો કોઈ રાહુલ અહી છે અને ન કોઈ ચિરાગ નામનો વ્યક્તિ છે, હું પોતે જ છું જે તારી સાથે વાત કરતો હતો અને મારું નામ અમિત બારિયા છે.

image source

આ ખુલાસો કર્યો બાદ તેણે સગીરાના હાથ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જાણવા મળ્યું છે કે એ અંગે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી યુવક અમિત કાંતિભાઈ બારિયા છે અને તેની ધરપકડ ઉદવાડા, ઓરવાડ ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ, ઓમ સોસાયટી, આશીર્વાદ બંગલો માથી કરવામાં આવી છે. પુછપરછમાં સામે આવ્યું હતું કે આ આરોપી યુવક ડુંગરી ફ્લિમ ટેક કંપનીમાં નોકરી કરતો હતો. હવે પોલીસે યુવક સામે પોસ્કો, બળાત્કાર અને એટ્રોસિટીની કાયદાકીય કલમનો સાથે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કામગીરી ચાલુ કરી છે.

આ અગાઉ પણ વડોદરા માથી આવો જ એક દર્દનાક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક કબડ્ડી પ્લેયર પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ કિસ્સામાં તેણે બાદમાં આપઘાત કરી લીધો હતો. આ વિશે વિગતે વાત કરીએ તો વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી યુવતી શિકાર બની હતી. તેની ઉંમર 19 વર્ષીય હતી. યુવતીના ઘરે 8 જૂને દિશાંત દિપક કહાર તથા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા ભેગા થયા હતા. આ પછી બંને એ યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને ત્યારબાદ દિશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીને લાગી આવતાં તેણે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

image source

આ પછી ગોરવા પોલીસે આ ઘટના બંને આરોપી દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની ધરકપડ કરી હતી. ગોરવા પીઆઇ આર.સી કાનમિયા અને તેમની ટીમ બંને આરોપીને લઇને બુધવારે બપોરે સુભાનપુરામાં જીએસટી ભવન નજીક આવેલા વ્રજવિહાર ફ્લેટના પહેલા માળના મકાનમાં પહોંચી હતી. જાણવા મળ્યું છે કે આ ફ્લેટમાં સગીરા એકલી રહેતી હતી અને તેનો જ ફાયદો તે યુવકોએ ઉઠાવ્યો હતો. આ પછી પોલીસે માત્ર 10 દિવસમાં જ તેમને પકડીને ધરપકડ કરી હતી અને કોર્ટ સામે દાખલ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "કળિયુગમાં નરાધમો પાકે એટલા ઓછા, નવસારીમાં યુવકે બ્લડ કેન્સરનું કહી સગીરાના હાથ બાંધી બળાત્કાર કર્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel