OMG: અહીં બાઈકમાં રાઈડને બદલે કરે છે કંઇક એવું કે…આ દેશની વિચિત્ર પ્રથા જાણીને તમે પણ શરમથી થઇ જશો પાણી-પાણી
યુગાંડામાં એચઆઈવી વિરુદ્ધ અભિયાનમાં અહીંના યુવાનો તેમની હરકતોથી મુશ્કેલીઓમાં વધારે કરી રહ્યા છે. એક નવી સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે કે યુગાંડાની મોટરસાઈકલ ટેક્સીના ડ્રાઈવરનું સેક્યુઅલ બિહેવિયર ત્યાંના સ્થાનિકો માટે ખતરનાક છે. કારણ કે અહીંના લોકો બાઈક રાઈડના પૈસા આપવાને બદલે ડ્રાઈવર્સને સેક્સની ઓફર કરે છે. આ સ્ટડી મેકરેરે યુનિવર્સિટી કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ એક્સટર્નલ સ્ટડીઝએ કરી હતી.

યુગાંડામાં મોટરસાઈકલ ડ્રાઈવરની નોકરીને બોડા બોડા કહેવામાં આવે છે. અહીં મોટાભાગના યુવાનો આ નોકરી કરે છે. તેવામાં થયેલી આ સ્ટડી ચિંતાજનક છે. જે અનુસાર 281માંથી 12 ટકા કમર્શિયલ રાઈડર્સ પૈસા ન આપી શકે તેવા કસ્ટમર્સ ડ્રાઈવર્સ સેક્સની ઓફર કરે છે. 65.7 ટકા લોકોએ માન્યુ કે છેલ્લા 12 મહિનામાં તેમણે એકથી વધુ પાર્ટનર સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે.

યુગાંડાના 23 ટકા ડ્રાઈવર્સ એક જ સમયે એકથી વધુ પાર્ટનર્સ સાથે સંબંધ રાખે છે. તેમાંથી 57.1 ટકા લોકોએ કબૂલ કર્યું કે તેઓ સંબંધ બનાવતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી. શોધકર્તા લિલિયન મબાજીનું કહેવું છે કે એક કરતાં વધુ પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવા જોખમ ભર્યા છે. ખાસ કરીને નિરોધ વિના સંબંધ બનાવવાથી એઈડ્સ, ગર્ભધારણ અને અન્ય સેક્સુઅલી ટ્રાંસમિટેડ બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ સ્ટડી પરથી સામે આવ્યું છે કે યુગાંડાના યુવાનોને બિનસુરક્ષિત યૌન સંબંધ વિશે જાગૃત કરવાની જરૂર છે.

આ સ્ટડી યુગાંડાના વૈકિસો અને નામઈંગો જિલ્લામાં કરવામાં આવી હતી. સ્ટડીમાં ખુલાસો થયો છે કે ટેક્સી સર્વિસનું ભાડુ ન ચુકવી શકે તે ગ્રાહક સામેથી ડ્રાઈવર સાથે સેક્સની ડીમાંડ કરે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો કોન્ડોમ વિના એકથી વધુ પાર્ટનર સાથે સંબંધ બનાવે છે જે ચિંતાજનક છે.

આવી સ્થિતિમાં એચઆઈવીનું સંક્રમણ નિશ્ચિત રીતે વધશે. બોડા બોડાને એ જાણવું જરૂરી છે કે એચઆઈવી હજુ પણ છે અને અનેક લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. યુગાંડામાં 5.6 ટકા લોકો એચઆઈવીથી સંક્રમિત છે. તેવામાં બાઈક ડ્રાઈવર્સને પ્રાથમિકતા આપી તેમને જાગૃત કરવામાં આવે તો એચઆઈવીની રોકથામ કરી શકાય છે.

પૈટ્રિક નામના એક ડ્રાઈવરે આ અંગે કહ્યું હતું કે સેક્સ અને એક કરતાં વધારે પાર્ટનર હોવા જોખમભર્યું છે પરંતુ ડ્રાઈવર પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય કારણ કે જો ગ્રાહક પૈસા આપી શકે નહીં તો અને તેના બદલે સેક્સની ઓફર કરે તો તેને ડ્રાઈવર ફ્રીમાં જવા તો દેશે નહીં. સ્વાભાવિક છે કે ડ્રાઈવર સંબંધ બનાવશે.

અન્ય એક ડ્રાઈવરનું કહેવું હતું કે કેટલીક મહિલા રાઈડર્સ જીદ્દી હોય છે તે જાણીજોઈને પૈસા આપતી નથી અને સેક્સની ડીલ કરે છે. જેને તેમાં રસ હોય તે ડીલ સ્વીકારી લે છે. આવી સ્થિતિમાં મોટાભાગે ડ્રાઈવર્સ પાસે કોન્ડોમ હોતા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "OMG: અહીં બાઈકમાં રાઈડને બદલે કરે છે કંઇક એવું કે…આ દેશની વિચિત્ર પ્રથા જાણીને તમે પણ શરમથી થઇ જશો પાણી-પાણી"
ટિપ્પણી પોસ્ટ કરો