શેર બજારમાં પૈસા રોકનાર અહીંથી મેળવી શકશો 450 ટકાનો ફાયદો, એક વર્ષમાં 5 લાખના થઈ જશે 29.5 લાખ

જો તમે પણ શેરબજારમાં પૈસા લગાડવાના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. અહી એક એવા શેર વિશે વાત થઈ રહી છે કે જેણે પણ આ શેર ખરીદ્યા તેણે તગડો નફો મેળવ્યો છે. કહેવાય કે શેરબજારમાં સારું વળતર મેળવવા માટે યોગ્ય શેરો અને ધૈર્ય રાખવું બંને ખુબ જરૂરી છે. સારી વાત એ છે કે અહી રોકાણકારોને ટૂંક સમયમાં જ આ શેરોએ જબરું વળતર આપ્યું છે અને આ શેરનું નામ છે રેમ્કો સિસ્ટમ્સ લિમિટેડ છે.

12 મહિનામાં 485% વળતર આપવામાં આવે છે:

image source

મળતી માહિતી મુજબ રેમ્કો સિસ્ટમ્સ લિમિટેડના શેરએ છેલ્લા 12 મહિનામાં તેના રોકાણકારોને 485 ટકા વળતર આપ્યું છે. 1 જુલાઈ 2020ના રોજ આ કંપનીના શેરની કિંમત 107 રૂપિયા સુધીની હતી. આ પછી તેના શેરનો ભાવ બુધવારે ઇન્ટ્રાડેમાં શેર દીઠ 626 રૂપિયા થયો હતો. આ મુજબ એક વર્ષ દરમિયાન સેન્સેક્સે 51% વળતર આપ્યું છે જેનાથી હવે રોકાણકારોને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને હવે અહીં લોકો રોકાણ પણ કરી રહ્યા છે.

5 લાખ રૂપિયા 29.25 લાખ થઈ જશે:

image source

આ એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો જો 1 જુલાઈ 2020ના રોજ તમે રેમ્કો સિસ્ટમ્સ લિમિટેડના શેરમાં રૂ. 5 લાખનું રોકાણ કર્યું હોત તો તમને 107 રૂપિયાના ભાવ પર 4,672 શેર મળી શક્યા હોત. હવે જો શેરની કિંમત વધીને 626 રૂપિયા થઈ ગઈ છે તો આજની તારીખમાં તમારા શેરની કુલ કિંમત 29.25 લાખ રૂપિયા પહોંચી ગઈ હોય. આ સિવાય જો નાના આંકડાથી સમજવાની કોશિશ કરીએ તો જો તમે અહી ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આ રકમ એક વર્ષમાં 5.85 લાખ રૂપિયા પર પહોંચી ગઈ હોત. એટલે કે તમને રોકાણ કરતાં 5 ગણાથી વધુ રકમ મળી હોત. અહી રોકાણ કરનારાઓ માટે એક વર્ષમાં જ માલામાલ થઈ ગયાં છે.

કંપની પરિણામો:

image source

જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 21 માટે રેમ્કો સિસ્ટમ્સ લિમિટેડની વૈશ્વિક આવક $ 86.90 મિલિયન (640.9 કરોડ રૂપિયા) અને નેટ પ્રોફી ટ 7.56 મિલિયન (રૂ. 55.8 કરોડ) છે. કંપનીને કર્જમુક્ત બનાવવા માટે રેમ્કોએ આખું દેવું ચૂકવવાનું નક્કી કર્યું હતું અને તે માટે બધી રોકડ રકમની પણ વ્યવસ્થા કરી છે. 31 માર્ચ 2021ના રોજ કંપનીએ રૂ. 7.35 કરોડનો નફો કર્યો હતો. આ પછી 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે રૂ .585 કરોડનું નુકસાન થયું હતું. માર્ચ 2021ના અંતમાં ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 12.86 ટકાથી વધીને રૂ.152.92 કરોડ થઈ હતી.

રેમ્કો સિસ્ટમોએ લોન્ચ કરી એક નવી પ્રોડક્ટ:

image source

જૂન મહિનાની શરૂઆતમાં જ રેમ્કો સિસ્ટમોએ સેલ્ફ-એક્સપ્લેન્ટરી પે-સ્લિપ, એક સ્માર્ટ, એઆઈ આધારિત સેવા શરૂ કરવાની વાત કહી હતી જે કર્મચારીઓને તેમના પગાર આધારિત સમજૂતી આપે છે. રેમ્કોની સેલ્ફ-એક્સપ્લેન્ટરી પે-સ્લિપ કર્મચારીઓને પેરોલ હેલ્પડેસ્ક પર લખ્યા વિના અને જવાબની રાહ જોયા વિના તેમના પેરોલ સંબંધિત પ્રશ્નોના ઝડપી જવાબો આપે છે.

Related Posts

0 Response to "શેર બજારમાં પૈસા રોકનાર અહીંથી મેળવી શકશો 450 ટકાનો ફાયદો, એક વર્ષમાં 5 લાખના થઈ જશે 29.5 લાખ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel