દક્ષિણ આફ્રિકામાં મોતનું મંજર, ભારતીયો પર થઈ રહ્યા છે જાનલેવા હુમલા અને લૂંટફાટ, 72ના મોત,1200ની ધરપકડ
પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારે હિંસા ફાટી નીકળી છે. મંગળવારે બે અલગ અલગ શહેરમાં શોપિંગ મોલમાં ભારે તોફાન અને લૂટફાટ થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 72થી વધુ લોકોના મોત થયા છે.
દક્ષિણ આફ્રિકામાં દુકાનો અને ગોડાઉનમાં મંગળવારે સતત પાંચમા દિવસે પણ હિંસા યથાવત રહી હતી. સેનાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ હિંસા, લૂટફાટને રોકવા માટે સૈના તૈનાત કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ અને ઉપદ્રવીઓ પર સેનાની કાર્યવાહી 72 કલાક ચાલી હતી. લૂટફાટની શરુઆત જોહાન્સબર્ગથી થઈ હતી. જે બાકી શહેરમાં પણ હવે થવા લાગી છે.
આ લૂટફાટને રોકવા માટે સેનાએ 2500 સૈનિકોને અલગ અલગ સ્થળે મોકલ્યા છે. પરંતુ આ સંખ્યા ગત વર્ષે લોકડાઉનમાં તૈનાત કરવામાં આવેલા 70,000 સૈનિકોથી ખૂબ ઓછી છે. જેના કારણે થોડા શોપિંગ સેન્ટરમાં તો ગણતરીના સૈનિકો જ જોવા મળે છે. જેના કારણે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.
હવે સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે રસીકરણ પણ બંધ કરવું પડ્યું છે. આ સાથે જ લૂટફાટની આ ઘટનામાં ભારતીય મૂળના લોકો પણ ભોગ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. ભારતીય મૂળના આફ્રિકન નાગરિકોની સંપત્તિને પણ આગ ફુંકી દેવામાં આવી છે અને તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અહીં વસતા ભારતીય મૂળના લોકો ભારત સરકાર પાસેથી પણ મદદ માંગી રહ્યા છે. જો કે હજુ સુધી તેમને કોઈ મદદ મળી નથી.
આ હિંસાની શરુઆત ગત શુક્રવારે થઈ હતી. જ્યારે એક સપ્તાહથી દક્ષિણ આફ્રિકાના વિવિધ શહેરોમાં અંધાધૂંધી જેવી સ્થિતિ છે. મંગળવારે મોડી રાત્રે આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે હિંસામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 72 થઈ છે. મોટાભાગના લોકોનું મોત લૂટફાટની ઘટના બાદ થયેલી ભગદડના કારણે થયું છે. અત્યાર સુધીમાં હિંસા કરવાના ગુનામાં 1234 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જો કે જુમાના જેલમાં જવાથી શરુ થયેલી હિંસાનો લાભ લઈ લોકોએ લૂટફાટ શરુ કરી છે. મંગળવારે એક શોપિંગ મોલમાં થતી લૂટફાટમાં સામેલ એક શખ્સે કહ્યું હતું કે જુમા જેલમાં રહેવાનો હકદાર છે જ પરંતુ તે તો સામાન તેની માતા માટે લૂંટી રહ્યો છે. હિંસા બાદ જે અંધાધૂંધી ફેલાઈ છે તે તકનો લાભ લોકો લઈ રહ્યા છે.
આ હિંસા વચ્ચે સાઉથ આફ્રિકાની સૌથી મોટી વિપક્ષી પાર્ટી ડેમોક્રેકિટ અલાયંસ મંગળવારે ઘોષણા કરી હતી કે તે જુમાના બાળકો અને વામપંથી આર્થિક સ્વતંત્રતા સેનાનીના નેતા જૂલિયલ માલેમા વિરુદ્ધ આપરાધિક આરોપ નોંધશે. તેના પર શહેરોમાં લૂટફાટને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જૂમાને કોર્ટના અપમાન બદલ 15 મહિનાની સજા સંભળાવવામાં આવી છે. પોલીસે ગત બુધવારે તેમની ધરપકડ કરવાની હતી. તેની થોડી મિનિટો પહેલા જુમાએ પોતાની જાતને અધિકારીઓના હવાલે કરી દીધી. તેના પર 2009થી 2018 વચ્ચે પદ પર રહી અને સરકારી રાજસ્વ લૂંટવાનો આરોપ છે.
0 Response to "દક્ષિણ આફ્રિકામાં મોતનું મંજર, ભારતીયો પર થઈ રહ્યા છે જાનલેવા હુમલા અને લૂંટફાટ, 72ના મોત,1200ની ધરપકડ"
ટિપ્પણી પોસ્ટ કરો