શું તમે જાણો છો શાહરુખ ખાન પાસે એવું શું છે જે અમિતાભ બચ્ચન પાસે નથી? 90 ટકા લોકોને નથી ખબર આનો જવાબ, અને તમને?
શાહરુખ ખાન પોતાના સેન્સ ઓફ હ્યુમર અને હાજર જવાબી માટે ફેમસ છે. વર્ષ 2005માં એ કોફી વિથ કરણના એક એપિસોડમાં આવ્યા હતા. એ ચેટ શોની એ પહેલી સિઝન હતી. શાહરુખ ખાને આ ચેટ શોમાં પણ પોતાનું હ્યુમર બતાવ્યું હતું. કરણ જોહર હોસ્ટેડ આ શોમાં શાહરીખ ખાનની સાથે અમિતાભ બચ્ચન પણ હતા.

કરણ જોહરના આ ચેટ શોમાં શાહરુખ ખાન એમની ફિલ્મ મેં હું નાને પ્રમોટ કરવા પહોંચ્યા હતા તો અમિતાભ બચ્ચનની ફિલ્મ બ્લેક રિલીઝ થવાની હતી. રેપીડ ફાયર રાઉન્ડ દરમિયાન બન્નેએ બિન્દાસ થઈને બધા જ સવાલોના જવાબ આપ્યા હતા. કરણ જોહરે અમિતાભ બચ્ચનને સવાલ કર્યો કે એમની પાસે એવું શું છે જે શાહરુખ ખાન પાસે નથી? એ સવાલ પર બિગ બીનો જવાબ હતો મારી હાઈટ. એમને એ પણ કહ્યું હતું કે શાહરુખ ખાન જેવી તિક્ષણ વિચારવાની શક્તિ કદાચ મારી પાસે નથી.

જ્યારે રેપીડ ફાયર રાઉન્ડમાં શાહરુખ ખાનનો વારો આવ્યો તો એમને પણ બરાબર જવાબ આપ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે શાહરુખ ખાન પાસે એવું શું છે જે અમિતાભ બચ્ચન પાસે નથી? આ સવાલના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું હતું કે લાંબી પત્ની. શાહરુખ ખાને એ પણ કહ્યું હતું કે કાશ કોન બનેગા કરોડપતિ પણ એમની પાસે હોત.

અમિતાભ બચ્ચનની હાઈટ 6 ફૂટની આસપાસ છે તો જયા બચ્ચનની હાઈટ 5 ફૂટ 2 ઇંચ છે. વર્ષ 2019માં કોન બનેગા કરોડપતિના એક એપિસોડમાં એમને પોતાની અને એમની પત્ની જયા બચ્ચનની હાઈટના અંતર પર પણ મજાક કર્યો હતો. બિગ બીએ શોના કન્ટેસ્ટન્ટ વિશે વાત કરી હતી. એમને જણાવ્યું હતું કે જલ્દી જ એમના લગ્ન થવાના છે અને પોતાની હાઈટ પ્રમાણે પત્ની પસંદ કરી છે. એ વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે હાઈટ પર વધુ સલાહ નહિ આપે નહિ તો એમને ઘરે જઈને વેલણનો સામનો કરવો પડશે.

તમને જણાવી દઈએ કે 3 જૂન 1973માં બોલીવુડની પ્રિય જોડી અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. અમિતાભ અને જયાના લગ્ન પણ ચટ મંગની પટ બ્યાહનાં તર્જ પર થયાં હતાં. ખરેખર, અમિતાભે મિત્રો સાથે એક યોજના બનાવી હતી કે જો ફિલ્મ ‘ઝંજીર’ સફળ થશે તો તે લંડન પ્રવાસ પર જશે.

અમિતાભ જ્યારે તેમના બાબુજીની પરવાનગી લેવા પહોંચ્યા ત્યારે તેમણે પૂછ્યું કે કોણ જઈ રહ્યું છે. આના પર અમિતાભે લોકોના નામ જણાવ્યા. હરિવંશરાય બચ્ચને અમિતાભને કહ્યું, જયા પણ જશે? તમે બંને એકલા છો? જો બંનેને સાથે જવું હોય તો પહેલા લગ્ન કરવા પડશે.
0 Response to "શું તમે જાણો છો શાહરુખ ખાન પાસે એવું શું છે જે અમિતાભ બચ્ચન પાસે નથી? 90 ટકા લોકોને નથી ખબર આનો જવાબ, અને તમને?"
ટિપ્પણી પોસ્ટ કરો