Covid-19નું નવું લક્ષણઃ વ્યક્તિમાં આવી જાય છે બહેરાશ, જાણો અને ખાસ રાખો પોતાનું ધ્યાન
કોરોના વાયરસની મહામારીએ આખીએ દુનિયામાં ત્રાસ ફેલાવી દીધો છે. આ વયારસના લક્ષણો દિવસેને દિવસે બદલાતા રહે છે. માટે તે વિષે વૈજ્ઞાનિકો પણ કશું જ ચોક્કસ તારણ કાઢી શકતા નથી. દર નવા દિવસે કોરોના વાયરસનું નવું એક લક્ષણ સામે આવે છે અને લોકો તેનાથી ચિંતિત થઈ ઉઠે છે.
કોરોના વાયરસની જ્યારે શરૂઆત થઈ ત્યારે તેના લક્ષણોમાં સુકી ઉધરસ અને તાવના લક્ષણોને મુખ્ય ગણવામાં આવતા હતા, ત્યાર બાદ આ લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ થવાનું નવું લક્ષણ ઉમેરાયું, ત્યાર બાદ તે લક્ષણમાં સ્વાદ નહીં પારખી શકવાની અક્ષમતાનો ઉમેરો થયો ત્યાર બાદ આ લક્ષણમાં પગમાં ચાઠા પડવાનો ઉમેરો થયો અને આશ્ચર્યની બાબત તો એ છે કે જે લોકોમાં આવા કોઈ જ લક્ષણો જોવામાં નથી આવ્યા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. માટે આ એક અત્યંત અચોક્કસ વાયરસ છે જે વિષે એકધારું સંશોધન ચાલું હોવા છતાં પણ કોઈ ચોક્કસ તારણો અત્યાર સુધી કાઢી શકાયા નથી અને કદાચ તે કારણસર તેની રસી શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

આ બધા વચ્ચે કોરોનાનું હવે એક નવું લક્ષણ સામે આવ્યું છે. અને તે છે તમારી સાંભળવાની શક્તિ સાથે જોડાયેલું. બ્રિટિશ તજજ્ઞોનું કહેવું છે કે કોરોનાના કારણે વ્યક્તિ પોતાની સાંભળવાની શક્તિ પણ ગુમાવી શકે છે અને જો તેની તરત જ સારવાર કરવામાં ન આવે તો તમે આજીવન તમારી સાંભળવાની શક્તિ ખોઈ બેસો છો.

માટે જ બ્રિટિશ તજજ્ઞો જણાવે છે કે કોરોના વાયરસ વ્યક્તિને લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલ્સ, તેમ વ્યક્તિના કેટલાક અંગોને નુકસાન કરવા સુધી શરીરને વિવિધ રીતે પ્રભાવિત કરે છે. અને આ નુકસાનમાં એક નવા નુકસાનનો સમાવેશ થયો છે તે છે તમારી સાંભળવાની શક્તિ ગુમાવવાનું નુકસાન. તે માટેના સંશોધકોને તાજા પુરાવા પણ મળ્યા છે.

યુનિવર્સિટિ કોલેજ લંડનની જર્નલ બીએમજેમાં આ વિષે એક અહેવાલ પ્રકાશિત કરવામા આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ 19ના એક 45 વર્ષિય પેશન્ટ કે જેમને અસ્થમા પણ હતો તેમને આઇસીયુમા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે તેમને એન્ટિ વાયરલ ડ્રગ રેમેડિસવીર આપવામાં આવી હતી અને સાથે સાથે તેમની નસોમા સ્ટેરોઇડ પણ આપવામા આવ્યું હતું.

જ્યારે તેમને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા ત્યારે લગભઘ એક અઠવાડિયા બાદ તેમના કાનમાં વિચિત્ર અવાજ આવવા લાગ્યો અને ત્યાર બાદ અચાનક તેમની સાંભળવાની શક્તિ જતી રહી. ત્યારબાદ ડોક્ટરોએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે દર્દીને પહેલાં કાનની કોઈ જ સમસ્યા નહોતી. માટે તેને તે માટેની કોઈ દવા પણ નહોતી આપવામાં આવી કે જેનાથી તેની કોઈ આડઅસર તેની શ્રવણ શક્તિ પર થાય.

જ્યારે તેમની વધારે તપાસ કરવામાં આવી ત્યારે તેમને જણવા મળ્યું કે દર્દીને ફ્લુ કે એચઆઈવી જેવી પણ કોઈ તકલીફ નહોતીતો વળી ઓટોઇમ્યુનની સમસ્યાના કોઈ લક્ષણો પણ જોવા નહોતા મળ્યા કે જે હિયરિંગ લોસ સાથે સંકળાયેલા હોય. આ સિવાય આ વ્યક્તિને અગાઉ ક્યારેય સાંભળવામાં કોઈ સમસ્યા સર્જાઈ હોય તેવું પણ જાણવા નથી મળ્યું.
પછી જ્યારે તે દર્દીની સઘન તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કે તેના ડાબા કાનની સેંસોરિન્યુરલ હિયરિંગ લોસ થયો છે. આ એક એવિ સ્થિતિ છે જેમાં વ્યક્તિના કાનના અંદરના ભાગ કે પછી ધ્વની માટે જવાબદાર નર્વ્સને નુકસાન થતું હોય. જો કે સ્ટેરોઇડના ઉપયોગથી કરવામાં આવેલી સારવારમાં ડોક્ટર્સને આંશિક સફળતા મળી હતી.

જો કે રાહતની વાત એ છે કે બ્રીટેનમાં આ પ્રકારનો આ એક માત્ર કેસ પ્રકાશમાં આવ્યો છે. આ અભ્યાસના લેખિકા ડો. સ્ટેફિના જણાવે છે કે તેઓ હજુ સુધી એ નથી જાણી શક્યા કે કોરોના વાયરસ કેવી રીતે તમારી સાંભળવાની શક્તિને નુકસાન પહોંચાડી શકે છે, પણ તેની સંભાવનાને તમે અવગણી ન શકો.

તેણી વધારામાં જણાવે છે. એ શક્યતા રહેલી છે કે Sars-Cov-2 વાયરસ કાનની અંદરની કોશિકાઓમાં પ્રવેશીને તેને નુકસાન પોહંચાડી શકે છે અથવ બની શકે કે સાઇટોકિન્સ નામના ઇનપ્લેમેટરી કેમિકલનું છૂટવું પણ એક કારણ હોય જે કાનને નુકસાન પોહંચાડી શકે છે. તેણી જણાવે છે કે આવી ઇન્પ્લેમેટરી કેમિકલ્સની કે પછી સાઇટોકિન્સના ઉત્પન્ન થવાની શક્યતાઓને સ્ટેરોઇડ દ્વારા ઓછી કરી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "Covid-19નું નવું લક્ષણઃ વ્યક્તિમાં આવી જાય છે બહેરાશ, જાણો અને ખાસ રાખો પોતાનું ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો