હવે ATM સાથે નહિ હોય તો પણ નખમાં લાગેલી આ ચીપ દ્વારા થઈ શકશે Payment, જાણી લો કેવી રીતે
ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અગત્યની ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારમાં જતા હોઈએ છીએ અને એવો અંદાજ હોય છે કે ત્યાં કેશ પેમેન્ટની જરૂર પડશે તો નજીકના ATM માંથી પૈસા કાઢી ચૂકવી દેશું. પરંતુ ખરા સમયે જ જાણ થાય છે કે ATM કાર્ડ કે પર્સ ઘરે જ ભુલાઈ ગયું છે અને હવે પેમેન્ટ કેમ કરવું એ પ્રશ્ન ઉભો થાય છે.
પરંતુ આવી પરિસ્થિતિમાં હવે લોકો પોતાના હાથના નખ વડે જ પેમેન્ટ કરી શકશે. દુબઈમાં એક બ્યુટી સલૂન નખમાં નાની એવી માઇક્રોચીપ લગાવવાનું કામ કરી આપે છે. આ માઇક્રોચીપનો યુઝર ડિજિટલ બિઝનેસ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકે છે, શોપિંગ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકે છે અને ઇન્સ્ટાગ્રામમાં સુચનાનું આદાન પ્રદાન કરી શકે છે.
હાથની આંગળીના નખ પર લગાવવામાં આવતી આ માઇક્રોચીપ નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેક્નિક પર કામ કરે છે. સલૂનના મેનેજર નૂર એ જણાવ્યું હતું કે, આ ચિપ બનાવવામાં સૌથી મોટો પડકાર એ હતો કે તેને એવડી નાની બનાવવાની હતી કે તે નખ પર ફિટ થઈ શકે. તેઓએ આ ચિપ બનાવવાનું કામ કોરોના મહામારી બાદ શરૂ કર્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં તેઓ 500 થી વધુ માઇક્રોચીપ મેનીક્યોર કરી ચુક્યા છે. નૂર મકારેમને એવી આશા છે કે ભવિષ્યમાં નેલ માઇક્રોચીપના અન્ય ઉપયોગ પણ થશે. વેઈટર માટે ડીઝીટલ રેસ્ટોરન્ટ મેનુથી લઈને સંપર્ક વગર પેમેન્ટ ચૂકવવા સુધીનું કામ આ માઇક્રોચીપ કરશે. માઇક્રોચીપનો ઉપયોગ એન્ડ્રોઇડ.અને ios સોફ્ટવેર સાથે કરી શકાય છે. વ્યક્તિ જે જે માહિતી શેયર કરવા માંગતા હોય તેની સાથે ચીપને અપડેટ કરી શકાય છે.
આ રીતે કરે છે કામ
નેલ સર્વિસની શરૂઆત જેલ પોલિશ કોટથી થાય છે. ત્યારબાદ ભરેલી ચિપને નીચે ચોંટાડી દેવામાં આવે છે. અને નખ પર ટકાઉ પોલિશનું વધુ એક પડ ચડાવી દેવામાં આવે છે. બ્યુટી લાઉંજના ઓનર એવા નૂર મકારેમના જણાવ્યા અનુસાર ચિપ્સમાં એવી માહિતી હોઈ શકે છે જેને ડીઝીટલ બિઝનેસ કાર્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય.
અમે આ ચિપમાં તમારા મોબાઈલ નંબર, સોશ્યલ મીડિયા અકાઉન્ટ અને વેબસાઈટ જેવી માહિતીને ઇન્સ્ટોલ કરીએ છીએ. આ માહિતીને તમે સરળતાથી એક્સેસ અને શેયર કરી શકો છો. ગ્રાહક આ હાઈ ટેક ચિપ પર પોતાની વેબસાઈટ, સોશ્યલ મીડિયા અને સંપર્ક ડાઉનલોડ કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હવે ATM સાથે નહિ હોય તો પણ નખમાં લાગેલી આ ચીપ દ્વારા થઈ શકશે Payment, જાણી લો કેવી રીતે"
ટિપ્પણી પોસ્ટ કરો