હે ભગવાન…આવો પતિ કોઇને ના મળે: હરિયાણાથી લગ્ન કરીને અમદાવાદ આવ્યું કપલ, અને પછી પતિએ રેલ્વે સ્ટેશન પર જ…
આ ઘટના કોઈ ફિલ્મી સીન જેવી લાગી રહી છે. તમે વિચારી પણ નહીં શકો કે અન્ય કોઈ શહેરમાંથી આવેલું કપલ જે નવદંપતિ છે તેનો પતિ તેની પત્નીને અમદાવાદના સ્ટેશન પર એકલી મૂકીને ફરાર થઈ જાય. આ કલ્પના બહારની વાત છે પણ જે યુવતી સાથે આ ઘટના બની છે તે ખરેખર હતપ્રત બની છે.
જી હા હરિયાણામાં એક દંપતિએ લગ્ન કર્યા અને પછી તેઓ અમદાવાદ આવ્યા. અહીં તેઓ 2 દિવસ હોટલમાં રોકાયા હતા. આ પછી ખબર નહી કે પતિને શું સૂઝી કે તે પત્ની સાથે અમદાવાદના કાલુપૂર રેલ્વે સ્ટેશને આવ્યો. અહીં આવીને તેણે આ અજાણી જગ્યાએ પત્નીને એક સીડી પર બેસાડી અને કહ્યું કે તું બેસ. હું એક મિત્રને મળીને આવું અને રૂમનું સેટિંગ પણ કરતો આવું. આમ કહીને પતિ પત્નીને એકલી મૂકીને ગયો. પત્ની તેની રાહ જોતી આ અજાણી જગ્યાએ લગભગ 4 કલાક સુધી એકલી જ બેસી રહી, થોડી વાર બાદ તેને કંઈ સૂઝ્યું નહીં. તેને મનમાં એકલા હોવાનો અને અજાણી જગ્યાનો ડર પણ લાગવા લાગ્યો હતો.

મહિલાએ લીધી પોલિસની મદદ
આ સમયે આ શહેરમાં અજાણી અને નવપરિણિત મહિલાએ એક ટ્રાફિક પોલીસ કર્મી જોઈ ગયા. તેણે મહિલા હેલ્પ લાઈનની મદદ લેવાનું નક્કી કર્યું. આ સાથે હેલ્પ લાઈન ટીમે મહિલાની મદદ કરવા માટે તેની પાસેથી તેના પતિનો નંબર માંગ્યો અને તેની પર ફોન કર્યો. આ સાથે ફોન નંબર બંધ આવતો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પતિની શોધખોળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહિલા શહેરમાં નવી હોવાથી તે અન્ય કોઈને ઓળખતી પણ ન હતી અને એક માત્ર સહારો ગણાતો પતિ પણ ગુમ થઈ ગયો હતો.
આ રીતે મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી આ મહિલાની મદદ

મહિલા હેલ્પ લાઈનને 181ની ટીમનો ફોન આવ્યો અને તેમને જાણ થઈ છે છેલ્લા કેટલાક કલાકોથી કાલુપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલા એકલી બેઠી છે અને સાથે તે ગભરાયેલી અને મૂઝવણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મેસેજ મળતાં જ સિવિલ લોકેશનની ટીમ જલ્દી સ્ટેશન પર પહોંચી હઈ હતી. અહીં તેઓ મહિલાને મળ્યા અને તેની પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે આ મહિલા અને તેનો પતિ હરિયાણાથી આવ્યા છે.
હરિયાણામાં તેમના લગ્ન થયા હતા અને ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા હતા. અહીં તેઓ 2 દિવસ સુધી હોટલમાં રોકાયા હતા અને પછી ત્રીજા દિવસે તેનો પતિ તેને આ રેલ્વે સ્ટેશને લાવ્યો હતો અને અજાણી જગ્યાએ પત્નીને એક સીડી પર બેસાડી અને કહ્યું કે તું બેસ. હું એક મિત્રને મળીને આવું અને રૂમનું સેટિંગ પણ કરતો આવું. આમ કહીને પતિ પત્નીને એકલી મૂકીને ગયો.

આ પછી બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગી ગયા હોવા છતાં તેના પતિનો કોઈ અતો પતો મળ્યો નથી. મહિલા એકલી અને અજાણ હોવાથી ગભરાઈ રહી હતી. એટલું જ નહીં મહિલાનો પતિ તેની સાથે મોબાઈલ અને તમામ સામાન પણ લઈને જતો રહ્યો હતો. આ કારણે મહિલા સાવ નિરાધાર બની હતી અને હવે તેના પતિના કોઈ સમાચાર મળી રહ્યા નથી.
પતિની શોધખોળ શરૂ કરી દેવાઈ
અજાણ્યા શહેરમાં આવડી મોટી ઘટનાનો શિકાર બનેલી એકલી મહિલા એકદમ ગભરાયેલી હતી. એવામાં સ્ટેશનમાં એક ટ્રાફિક પોલીસકર્મી મહિલાને આ રીતે જોઈ જતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મદદ મળતાં જ પહેલા તો મહિલા રડવા લાગી હતી. આ સમયે મહિલા હેલ્પલાઈનની ટીમે તેને સાંત્વના આપી અને તેના પતિનો નંબર લઇ ફોન કર્યો જોકે એ નંબર બંધ આવી રહ્યો હતો. મહિલા પાસેથી તેના પતિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મળી આવ્યો હતો, જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નંબર અને ફોટો આપી પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરવા જાણ કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હે ભગવાન…આવો પતિ કોઇને ના મળે: હરિયાણાથી લગ્ન કરીને અમદાવાદ આવ્યું કપલ, અને પછી પતિએ રેલ્વે સ્ટેશન પર જ…"
ટિપ્પણી પોસ્ટ કરો