આનંદો! ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારમાં પડશે અનરાધાર

હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. નોંધનિય છે કે હજુ રાજ્યના એવા ઘણા વિસ્તાર છે જ્યાં વરસાદની ઉણપ છે. એવામાં હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશી જોવા ળી રહી છે.

image source

નોંધનિય છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. એટલુ જ નહીં આજે સવારે ગીર સોમનાથમાં વેરાવળમાં 2 મીમી, સુત્રાપાડામાં 3 મીમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.

image source

તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉરરંતા ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 70 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ પડ્યો છે. નોંધનિય છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ ખુશીની વાત એ છે કે, હવામાન વિભાગે કહ્યું કે આ વખતે કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જો કે રાજ્યમાં 20 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે નોંધનિય છે કે, લાંબા સમયબાદ બે દિવસમાં જ રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ ખાબકી ચુક્યો છે જેમાં જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અમદાવાદ અને નડિયાદમાં 3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

image source

નોંધનિય છે કે, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પવનની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સવારથી જ દરિયામાં 20 ઉંચા મોજા ઉછળી રહ્યાં છે તો ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ બંદર પર બોટો લંગારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઇકાલે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "આનંદો! ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારમાં પડશે અનરાધાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel