‘પૈસા પૈસા ક્યા કરતી હૈ…’ આ શખ્સે દરિયામાં-ટોયલેટમાં પાણીની જેમ પૈસા વહાવ્યાં, વીડિયો જોઈ ચકિત રહી જશો

તમે સાંભળ્યું જ હશે કે કેટલાક લોકો પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે. હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે ચોકી જશો. એક અમેરિકન રેપરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તે પાણીમાં પૈસા ફેંકી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ રેપરનું નામ કોડા બ્લેક છે.

image source

હાલમાં તેના બે વીડિયો ઇન્ટરનેટ ઉપર છવાયેલા છે. વાત કરીએ આ પ્રથમ વીડિયો વિશે તો તેમાં તે સમુદ્રમાં પૈસા ઉડાવતો નજરે આવે છે. જ્યારે બીજા વીડિયોમાં તે ટોઇલેટમાં સો ડોલરની નોટ ફ્લશ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને સૌ કોઇ ચોંકી ગયા હતા.

image source

ઘણા લોકો આ વિચિત્ર રીતની મજા લઇ રહ્યા છે અને મેમ્સ બનાવી રહ્યા છે તો ઘણાં લોકો તેની ટીકા પણ કરી રહ્યાં છે. તેના પર મેમ્સ બનાવતી વખતે લોકો તેની અમીરી અને પોતની ગરીબીને જોઈને હસી રહ્યાં છે. જાણવાં મળ્યું છે કે આ વીડિયો ક્લિપને ટ્વિટર પર માય મીક્ટેપેઝ નામના પેજ દ્વારા શેર કરવામાં આવી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે કોડક એક બ્લેક બોટ પર બેસીને જાય છે.

image source

આ દરમિયાન તે પાણીમાં લગભગ 100 હજાર ડોલર એટલે કે 74 લાખ જેટલાં રૂપિયા ફેંકી દે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 90 લાખથી પણ વધારે વ્યુ મળી ચુક્યા છે. આ સાથે 28 હજારથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

આ પછી વાત કરીએ તેના વાયરલ થઈ રહેલા બીજા એક વીડિયો વિશે તો તે વીડિયોમાં જોઈ શકાય છે કે કોડક ટોઇલેટમાં મૂકીને $ 100ની નોટો ફ્લશ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ક્લિપને 74 હજારથી વધુ વખત જોવાઈ ચુકી છે.

રેપરે આ વીડિયોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે. પરંતુ તેની વિરુદ્ધ કાર્યવાહી કરતા તેને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામથી સસ્પેન્ડ કરી દેવાયો હતો.

લોકોને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યુ છે કે આખરે આ માણસે આટલા પૈસા કેમ ઉડાવી નાંખ્યા હશે. જાણવા મળ્યું છે કે રેપર કોડક બ્લેક જેલમાં સજા ભોગવી રહ્યો હતો.

પરંતુ ફેબ્રુઆરીમાં યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો કાર્યકાળ પૂરો થવાના કેટલાક કલાકો પહેલા તેની સજા માફ કરી દીધી હતી. ત્યારબાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છુટા થાય બાદ તે સમય સમયે તેનું મ્યુઝિક લોન્ચ કરે છે.

પરંતુ તે ફરી એકવાર હજારો ડોલર પાણી અને ટોયલેટમાં ઉડાવી દેવાના મુદ્દે ચર્ચામાં છે.

0 Response to "‘પૈસા પૈસા ક્યા કરતી હૈ…’ આ શખ્સે દરિયામાં-ટોયલેટમાં પાણીની જેમ પૈસા વહાવ્યાં, વીડિયો જોઈ ચકિત રહી જશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel