જાણો આ વ્રત વિશે, જે કરવાથી જીવનમાં ક્યારે નથી પડતી કોઇ તકલીફ અને લગ્નમાં નથી આવતી કોઇ મુશ્કેલી, જાણો આ વ્રતની તિથિ અને શુભ મૂહુર્ત વિશે
- કોકિલા વ્રત ક્યારે આવે છે? આ વ્રત વિવાહમાં આવનાર મુશ્કેલીઓને દુર કરે છે, જાણીશું આ વ્રતની તારીખ, તિથિ અને શુભ મુહુર્ત વિષે.
- કોકિલા વ્રત હિંદુ પંચાંગ મુજબ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના દિવસે આવે છે. કોકિલા વ્રત શુભ ફળ પ્રદાન કરનાર માનવામાં આવ્યું છે.
કોકિલા વ્રતને અત્યંત શુભ માનવામાં આવે છે. કેમ કે, કોકિલા વ્રતનો સંબંધ માતા પાર્વતી સાથે છે. ભગવાન શિવને મેળવવા માટે માતા પાર્વતીએ કોકિલા વ્રતને વિધિ પૂર્વક કર્યું હતું. વર્ષ ૨૦૨૧માં કોકિલા વ્રત ક્યારે આવે છે, ચાલો હવે જાણીશું.
કોકિલા વ્રત ૨૦૨૧ (Kokila Vrat 2021)
હિંદુ પંચાંગ મુજબ કોકિલા વ્રત તા. ૨૩ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના દિવસે અષાઢ માસના શુક્લ પક્ષની ચૌદશની તિથિના દિવસે આવે છે. કોકિલા વ્રત આપની તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરનાર વ્રત માનવામાં આવ્યું છે.
લગ્નમાં આવનાર વિઘ્નો દુર થાય છે.
કોકિલા વ્રતને લઈને એવી માન્યતા છે કે, આ વ્રત વિધિ પૂર્વક કરવાથી લગ્નમાં આવતા વિઘ્નો દુર થઈ જાય છે. ત્યાં જ દામ્પત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દુર થાય છે. સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓ આ વ્રતને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂર્ણ કરે છે. આ વ્રત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે.
કોકિલા વ્રતનું મહત્વ
એવી માન્યતા છે કે, આ વ્રત કરવાથી સુયોગ્ય વર મેળવવાની મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે આ વ્રતને અવિવાહિત કન્યાઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. ત્યાં જ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રતને કરે છે. પૌરાણિક કથા મુજબ, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દીધું. જેનાથી નારાજ થઈને ભગવાન શિવએ માતા પાર્વતીને કોકિલા પક્ષી થવાનો શ્રાપ આપી દીધો.
આ શ્રાપના કારણે માતા પાર્વતી કેટલાક વર્ષો સુધી કોકિલા પક્ષીના રૂપમાં નંદન વનમાં વાસ કરે છે. ત્યાર બાદ બીજા જન્મમાં માતા પાર્વતીજીએ આ કોકિલા વ્રતને નિયમપૂર્વક પૂર્ણ કરે છે. જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે અને માતા પાર્વતીને કોકિલા પક્ષીના શ્રાપના પ્રભાવને દુર કરી દે છે. આમ માતા પાર્વતીજીએ ભગવાન શિવને મેળવવા માટે કોકિલા વ્રત કર્યું.
કોકિલા વ્રતના શુભ મુહુર્ત.
- કોકિલા વ્રત: તા. ૨૩ જુલાઈ, ૨૦૨૧ શુક્રવાર.
- કોકિલા વ્રત પૂજા મુહુર્ત: સવારે ૭:૧૭ વાગ્યાથી રાતના ૯:૨૨ મિનીટ સુધી.
- સમયગાળો: ૨ કલાક ૪ મિનીટ.
- પૂર્ણિમા તિથિ પ્રારંભ: તા. ૨૩ જુલાઈ, ૨૦૨૧ શુક્રવારના રોજ સવારના ૧૦:૪૩ મિનીટ.
- પૂર્ણિમા તિથિ સમાપ્ત: તા. ૨૪ જુલાઈ, ૨૦૨૧ શનિવારના રોજ સવારના સમયે ૮:૬ મિનીટ સુધી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જાણો આ વ્રત વિશે, જે કરવાથી જીવનમાં ક્યારે નથી પડતી કોઇ તકલીફ અને લગ્નમાં નથી આવતી કોઇ મુશ્કેલી, જાણો આ વ્રતની તિથિ અને શુભ મૂહુર્ત વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો