તમે હમણાં ફરવા જવાના હોવ તો સાચવજો, કારણકે 22 જુલાઇ સુધી 3 ગ્રહો જળતત્વમાં હોવાથી ગુજરાતમાં થશે…જાણો નહિં તો…

રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર આગામી 22 જુલાઈ સુધી રાજ્યના ઘણા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય 24 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં ગુજરાતના આહવા, ડાંગ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ ભારે વરસાદનું કારણ ગ્રહોની સ્થિતિ કહેવામાં આવી રહી છે.

image source

જાણકારોના મતાનુસાર 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ચંદ્ર પણ અનુરાધા નક્ષત્રમાં હશે. આમ સૂર્ય ચંદ્રનો યોગ થતાં 20 જુલાઈથી 23 જુલાઈ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ યોગની અસરના ભાગરૂપે 31 જુલાઈ સુધી ગુજરાતના ડાંગ, આહવા, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદના કારણે નદીઓના જળસ્તર પણ વધી શકે છે.

image source

ગ્રહોની સ્થિતિના કારણે ચોમાસા પર જે અસર થતી જોવા મળે છે તે અનુસાર 22 જુલાઈ સુધીના સમય દરમિયાન સૂર્ય, મંગળ, શુક્ર કર્ક રાશિમાં એટલે કે જળ તત્વમાં પ્રવેશ કરશે જેના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ થશે. ગ્રહોની આ સ્થિતિના કારણે રાજ્યમાં જ નહીં પાડોશી રાજ્યમાં પણ વરસાદના એંધાણ મળી રહ્યા છે.

image source

જ્યોતિષશાસ્ત્રોના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી જૂન અને જુલાઈ માસમાં ખંડવૃષ્ટિ યોગ બને છે. આ વર્ષે પણ આવો યોગ સર્જાવા જઈ રહ્યો છે. જો કે આ સમયે ગુરુ ગ્રહ પણ કુંભ રાશિમાં હોવાથી વાવાઝોડું ફુંકાવાના પણ યોગ સર્જાયા છે. આ સમય દરમિયાન લોકોને ગરમી, બફારો પણ સહન કરવો પડશે. જો કે રાહતની વાત એ છે કે ગ્રહો આ વર્ષે સારા વરસાદના સંકેત કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાતાવરણ છવાયેલું છે. અમદાવાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે શુક્રવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દમણ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ થવાની આગાહી કરી છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં થયેલા છૂટાછવાયા વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. છેલ્લા સપ્તાહ દરમિયાન રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં સરેરાશ 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે હવે જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતોએ પણ આગામી સપ્તાહ વરસાદી રહેવાનું કહ્યું છે ત્યારે રેનકોટ અને છત્રી કાઢી તમામ તૈયારી કરી લેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "તમે હમણાં ફરવા જવાના હોવ તો સાચવજો, કારણકે 22 જુલાઇ સુધી 3 ગ્રહો જળતત્વમાં હોવાથી ગુજરાતમાં થશે…જાણો નહિં તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel