જાણીતા સિદ્ધિવિનાયક મંદિર સાથેની આ વાતો તમે ભાગ્યે જ જાણતા હશો, જાણો કેવી રીતે અને ક્યારે કરશો પૂજા
ખાસ કરીને બુધવારના દિવસને વિધિ વિધાન સાથે અને ભગવાન ગણેશ સાથે જોડીને જોવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને તેમના દુઃખ હરે છે. હિંદુ માન્યતા અનુસાર કોઈ પણ શુભ કામની શરૂઆત કરતી સમયે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને સર્વ દુઃખના હરનારા અને ભક્તોના સંકટ મોચક માનવામાં આવે છે. મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. આ એક પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. આ મંદિરની ગણતરી દેશના ખાસ અને વ્યસ્ત મંદિરમાં અને ધાર્મિક સ્થળોમાં કરવામાં આવે છે. અહીં ખાસ કરીને અનેક સેલિબ્રિટી પણ માથું નમાવવા પરિવાર સાથે અવાર નવાર આવતા રહે છે. બિઝનેસમેન અંબાણી હોય કે પછી બોલિવૂડના બીગ બી. તમામ ભક્તો ગણેશજીના આર્શિવાદ લેવા આવે છે. આ સિવાય દેશ અને વિદેશથી પર્યટકો પણ મોટી સંખ્યામાં અહીં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
શું છે ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા એવી પણ છે કે અહીં માંગવામાં આવેલી દરેક મનોકામના ગણેશજી પૂરી કરે છે. સિદ્ધિવિનાયક મંદિર દર વર્ષે મોટી સંખ્યામાં દાન મેળવે છે. આ માટે તેની ગણતરી સૌથી અમીર મંદિરમાં પણ થાય છે. અહીં દર્શન કરવા માટે બોલિવૂડ સ્ટારથી લઈને નેતા અને મોટા ઉદ્યોગપતિઓની અવરજવર પણ રહે છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે અહીં ભક્તોની ભીડ રહે છે. આ સિદ્ધિવિનાયક મંદિરમાં આ દિવસોમાં ભવ્ય આયોજનો પણ કરાય છે. જો કે એ પણ મહત્વનું છે કે હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વાતો પર પાબંધી રાખવામા આવી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને લઈને કેટલાક ખાસ તથ્યો જેને તમે ભાગ્યે જ જાણતા હશો.
આ મંદિરને સિદ્ધિવિનાયક કહેવાય છે. સિદ્ધિવિનાયક, ભગવાન ગણેશજીનું સૌથી લોકપ્રિય રૂપ છે. તેમાં ખાસ કરીને તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય છે. ભગવાન ગણેશજીની આવી પ્રતિમા વાળા મંદિરને સિદ્ધપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ માટે તેને સિદ્ધિવિનાયક મંદિરની ઓળખ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે સિદ્ધિવિનાયકમાં સાચા મનથી માંગેલી મનોકામના સફળ થાય છે.
સિધ્ધિવિનાયકને નવસાચા ગણપતિ કે નવસાલા પાવણારા ગણપતિના નામથી ઓળખવામાં આવે છે. આ નામ મરાઠી ભાષામાં છે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ ભક્ત સિદ્ધિવિનાયકની સાચા મનથી પ્રાર્થના કરે છે તો ભગવાન ગણેશજી તેમની મનોકામના પૂરી કરે છે.
ભારતના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ 19 નવેમ્બર 1801ના રોજ લક્ષ્મણ વિથુ પાટિલના નામના એક સ્થાનિક ઠેકેદારે કર્યું હતું. ઘણા ઓછા લોકો આ વાતને જાણે છે કે આ મંદિરના નિર્માણમાં ખર્ચ થયેલી રાશિ એક કૃષક મહિલાએ આપી હતી. તેને કોઈ સંતાન ન હતું. આ મંદિરને બનાવવામાં તે મદદ કરવા ઈચ્છતી હતી. જેથી ભગવાનના આશિર્વાદથી કોઈ મહિલા સંતાન વિહિન ન રહે.
આ મંદિરના દરવાજા દરેક ધર્મ અને જાતિના લોકોને માટે ખુલ્લા છે. અહીં કોઈને પણ આવવાની મનાઈ છે. સિધ્ધિવિનાયક મંદિર પોતાની મંગળવારની આરતી માટે પ્રસિદ્ધ છે જેમાં શ્રદ્ધાળુઓની લાઈન પણ 2 કિમી સુધી પહોંચે છે.
સિદ્ધિવિનાયક મંદિરની મૂળ સંરચના પહેલા નાની હતી. પ્રારંભિક સંચરચના માત્ર ઇંટોથી બનેલી હતી અને તેનું ગુંબજ આકારનું શિખર પણ હતું. આ પછી આ મંદિરનું પુનનિર્માણ કરવામાં આવ્યું અને તેને વધારવામાં આવ્યું.
સિદ્ધિવિનાયક મંદિર એક લોકપ્રિય મંદિર છે. અહીં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ સિવાય રાજનેતા, બોલિવૂડ સ્ટાર્સ અને મોટા ઉદ્યોગપતિઓ પણ આવતા રહે છે. આ સિવાય દેશ અને વિદેશમાંથી પણ નામચીન લોકો અહીં દર્શન કરવા આવે છે
મંદિરની અંદર ચાંદીથી બનેલા ઉંદરની 2 મોટી મૂર્તિઓ છે. માનવામાં આવે છે કે તમે આ ઉંદરના કાનમાં તમારી ઈચ્છા પ્રકટ કરો છો તો તમારો સંદેશ ભગવાન ગણેશજી સુધી પહોંચે છે અને તમને લાભ થાય છે.
સિદ્ધિવિનાયક મંદિરની ગણતરી ભારતના સૌથી અમીર મંદિરોમાં કરવામાં આવે છે. કહેવાય છે કે મંદિર દર વર્ષે 100 મિલિયનથી 150 મિલિયન સુધી ધનરાશિના રૂપમાં મેળવે છે. આ મંદિરની દેખરેખ કરનારી સંસ્થા મુંબઈની સૌથી અમીર ટ્રસ્ટ છે.
માનવામાં આવે છે કે અહીં ભગવાન ગણેશની પ્રતિમા કાળા પત્થરથી બનાવવામાં આવી છે. તેમની સૂંઢ ડાબી તરફ વળેલી છે. અહીં ભગવાન ગણેશ પોતાાની બંને પત્નીઓ રિદ્ધ અે સિદ્ધિ સાથએ વિરાજમાન છે. આ પ્રતિમાઓ જોવામાં આકર્ષક લાગે છે. એવામાં મંદિરના દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે.
0 Response to "જાણીતા સિદ્ધિવિનાયક મંદિર સાથેની આ વાતો તમે ભાગ્યે જ જાણતા હશો, જાણો કેવી રીતે અને ક્યારે કરશો પૂજા"
ટિપ્પણી પોસ્ટ કરો