બાઈક લઇને લેહ લદ્દાખ ફરવાનું સ્વપ્ન હોય તો તમારા માટે IRCTC લાવ્યું છે આ જબરદસ્ત ઓફર

જો એમ પૂછવામાં આવે કે એવું કોણ છે જેને હરવા ફરવાનું ન ગમે ? તો જવાબમાં કદાચ જ કોઈ હા પાડે કારણ કે મોટભાગના લોકોને ફરવા જવું પસંદ જ હોય છે. હા, અલગ અલગ લોકોની પસંદ અલગ અલગ હોય છે. કોઈને ઐતિહાસિક જગ્યા પસંદ હોય તો કોઈકને પહાડો અને હિલ સ્ટેશનમાં ફરવાનું પસંદ હોય. અને આ માટે લોકો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બાજુ ફરવા જતા હોય છે અને ત્યાંની પ્રાકૃતિક સુંદરતાને માણે છે.

image source

પરંતુ જે લોકો હરવા ફરવાના શોખીન અને પારંગત હોય છે તેઓની એક ઈચ્છા સામાન્ય હોય છે અને તે એ કે તેઓ જીવનમાં ઓછામાં ઓછું એક વખત લેહ લદ્દાખ જાય. આ માટે તેઓ ઘણી વખત પ્લાન બનાવતા પણ હોય છે અને પોતાનું ગૃપ પણ તૈયાર કરે છે. પરંતુ અનેક વખત આવા બનાવેલા પ્લાન આકસ્મિક કે આવશ્યક કારણોને લઈને પડતા મુકવાનો વારો આવે છે અને ક્યારેક તેનું બજેટ ન હોય તેવું પણ બનતું હોય છે. પરંતુ જો તમે બાઈક પર લેહ લદ્દાખ ફરવા ઇચ્છતા હોય તો IRCTC ટુરિઝમ તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે.

image source

અસલમાં બાઈક દ્વારા લેહ લદ્દાખ ફરવા જવાના શોખીન લોકો માટે IRCTC ટુરિઝમે એક વિશેષ ઓફર રજૂ કરી છે. આ ઓફર અંતર્ગત તેઓ લેહ લદ્દાખ જવાના પોતાના સ્વપ્નને પૂરું કરી શકે છે. IRCTC ના જણાવ્યા મુજબ આ ટુર 13 દિવસની બાઈક ટુર હશે અને આ માટે અંદાજે 36,000 રૂપિયા પ્રતિ વ્યક્તિનો ખર્ચ આવશે. જો કે અન્ય બીજા પેકેજની કિંમત 47,000 સુધી પણ છે.

પેકેજની જરૂરી માહિતી

image source

1. પેકેજનું નામ – મનાલી, લેહ, શ્રીનગર બાઈક ટુર

2. આ પેકેજ અંતર્ગત જીસપા, સરચુ, ત્સોમોરિરી, લેહ, પૈન્ગોંગ, નુબ્રા, કારગિલ અને સોનમર્ગ વિસ્તારોને કવર કરવામાં આવશે.

3. આ પેકેજ માટે પ્રતિ વ્યકતિ ઓછામાં ઓછા 36,00 અને વધુમાં વધુ 47,000 રૂપિયાનો ખર્ચ આવશે

4. IRCTC ના જણાવ્યા મુજબ આ ટુર કુલ 12 રાત અને 13 દિવસની હશે

5. તમે આ પેકેજની સરળતાથી બુક કરી શકો છો. આ માટે તમારે irctctourism ની વેબસાઈટ પર જવાનું રહેશે.

image source

6. આ પેકેજમાં તમને દિલ્હીથી મનાલી સુધી બસમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદની આગળની યાત્રા તમારે બાઈક દ્વારા કરવાની રહેશે.

આ હિસાબથી થશે પેકેજ ખર્ચ

1. સિંગલ ઓક્યુપેંસી પ્રતિ વ્યક્તિ માટે 46,890 રૂપિયા

2. ડબલ ઓક્યુપેંસી પ્રતિ વ્યક્તિ માટે 35,750 રૂપિયા. તેમાં એક બાઈકર પાછળ સવાર વ્યક્તિને એક રૂમમાં જ રહેવા મળશે.

image source

3. ટ્રિપલ ઓક્યુપેંસી પ્રતિ વ્યક્તિ માટે 35,490 રૂપિયા. તેમાં બે બાઈકર પાછળ એક સહ યાત્રીને એક જ રૂમમાં રહેવા મળશે.

0 Response to "બાઈક લઇને લેહ લદ્દાખ ફરવાનું સ્વપ્ન હોય તો તમારા માટે IRCTC લાવ્યું છે આ જબરદસ્ત ઓફર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel