સાવકા દીકરા શાહિદ કપૂર સાથે કંઈક આવા છે અભિનેત્રી સુપ્રિયા પાઠકના સંબંધો, જણાવ્યું કેવી હતી પહેલી મુલાકાત.

બોલીવુડમાં ઘણા બધા પરિવાર એવા છે જ્યાં કલાકારો પોતાની માતા સાથે સાથે સાવકી માતા સાથે પણ લગાવ ધરાવે છે. આ પરિવારોમાં શાહિદ કપૂરનો પરિવાર પણ સામેલ છે જ્યાં પરિવારના બધા સભ્યો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. શાહિદ કપૂરના પિતા અને એક્ટર તેમજ ફિલ્મ મેકર પંકજ કપૂરે સુપ્રિયા પાઠક બીજા લગ્ન કર્યા હતા.હવે હાલમાં જ સુપ્રિયા પાઠકે શાહિદ કપૂર અને એની પત્ની અને બાળકો સાથે પોતાના સંબંધ વિશે વાત કરી છે.

image source

શાહિદ કપૂર વિશે વાત કરતા સુપ્રિયા પાઠકે કહ્યું કે એ શાહિદ કપૂરને પહેલી વાર ત્યારે મળી હતી જ્યારે એ છ વર્ષના હતા. એમને જણાવ્યું કે એમનો એકબીજા સાથેનો સંબંધ માં દીકરા કરતા ઘણો વધારે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમને પોતાની શાહિદ કપૂર સાથેની એ પહેલી મુલાકાતની યાદો શેર કરી.

image source

સુપ્રિયા પાઠકે કહ્યું કે “અમે એકબીજાને મિત્રોની જેમ મળ્યા હતા. હું એના પિતાની મિત્ર હતી અને પછી એ હંમેશા એવું જ રહ્યું કારણ કે અમે ક્યારેય સાથે નથી રહ્યા. એ એક એવો વ્યક્તિ છે જેના પર હું હંમેશા નિર્ભર રહેતી હતી. હું એને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું”

સુપ્રિયા પાઠકે આગળ કહ્યું કે “હું આ સંબંધને પરિભાષિત નથી કરી શકતી, પણ એ કંઇક એવું હતું કે હું એના પર વિશ્વાસ કરું છું” પોતાના પૌત્ર જૈન અને પૌત્રી મિશા વિશે વાત કરતા સુપ્રિયા પાઠક કહે છે કે એ એમને ઘણું જ પસંદ કરે છે અને એ ખૂબ જ પ્રેમાળ બાળકો છે.

image source

ફક્ત શાહિદ કપૂર અને એમના બાળકોની જ નહીં પણ સુપ્રિયા પાઠકે મીરા કપૂરના પણ ઘણા વખાણ કર્યા. સુપ્રિયા પાઠકે કહ્યું કે એ એ નથી વિચારતી કે એ મીરાની સાસુ છે. એમને કહ્યું કે મીરા મારી દીકરી જેવી છે. હું વ્યક્તિગત રીતે અનુભવું છું કે હું એની એક સારી મિત્ર છું. અમે શોપિંગ, લન્ચ, ડિનર સાથે કરવાનું પસંદ કરીએ છીએ.”

image source

તમને જણાવી દઈએ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર બોલીવુડના ફેમસ એક્ટર પંકજ કપૂરના પુત્ર છે. પંકજ કપૂરે બે લગ્ન કર્યા છે. પંકજ કપૂરના પહેલી પત્ની નીલિમા અઝીમ છે અને શાહિદ કપૂર તેમનો જ પુત્ર છે. પંકજ કપૂરની બીજી પત્ની સુપ્રિયા પાઠક છે. શાહિદ કપૂરનો તેની સાવકી માતા સાથે સબંધ તેની સગી માતા જેવો જ છે. શાહિદ સુપ્રિયા પાઠકની સાથે કેટલીયે વખત સાર્વજનિક સ્ટેજ પર જોવા મળ્યા. સુપ્રિયા શાહિદના બાળકો સાથે પણ ખૂબ ફ્રેન્ડલી રહે છે.

Related Posts

0 Response to "સાવકા દીકરા શાહિદ કપૂર સાથે કંઈક આવા છે અભિનેત્રી સુપ્રિયા પાઠકના સંબંધો, જણાવ્યું કેવી હતી પહેલી મુલાકાત."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel