UIDAIએ બંધ કરી છે આધાર કાર્ડ સાથે જોડાયેલી 2 ખાસ સર્વિસ, જાણો તમને શું થશે અસર
આધાર કાર્ડ આજકાલ દરેક વ્યક્તિ માટે કોઈ પણ નાના કામ માટે પણ ખાસ ડોક્યુમેન્ટ બની ગયું છે. ઓળખપત્રનું પ્રમાણ આપવાનું હોય કે બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, નવું સિમ લેવાનું હોય કે રોકાણ કે કારોબાર કરવાનો હોય, સરકારી યોજનાનો લાભ લેવા માટેથી લઈને તમામ જરૂરિયાતોમાં આધાર કાર્ડનો રોલ ખાસ હોય છે. કહેવાની જરૂર નથી કે સામાન્ય લોકો માટે આધાર કાર્ડ કેટલું જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડમાં અનેક વાર નામ કે અન્ય કોઈ સ્પેલિંગ પણ ખોટો લખાઈ જાય કે જન્મ તારીખ કે સરનામું ખોટું હોય તો તમે તેને ઘરે બેઠા ઓનલાઈન પ્રોસેસથી સુધારી શકો છો.
UIDAIની તરફથી આધાર કાર્ડમાં નામ, ફોટો, એડ્રેસને માટે અપડેશનની સુવિધા આપવામાં આવે છે. ઘરનું સરનામું અપડેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. પરંતુ તમે Address Validation Letterની મદદથી આ કામ કરી શકશો નહીં, કેમકે UIDAIની તરફથી કહેવાયું છે કે કાર્ડ રીપ્રિન્ટ ની સર્વિસ હાલમાં બંધ કરી દેવામાં આવી છે.
UIDAIએ Address Validation Letterની મદદથી Aadhaar Card માં એડ્રેસને અપડેટ કરવાની સુવિધા બંધ કરી છે. UIDAIએ પોતાની વેબસાઈટથી એડ્રેસ વેલિડેશન સેન્ટરની સાથે લેટરનો ઓપ્શન પણ હટાવી દીધો છો. જાણવા મળી રહ્યું છે કે આ પ્રોસેસની મદદથી ભઆડુઆત કે અન્ય હોલ્ડર પણ પોતાનું એડ્રેસ સરળતાથી અપડેટ કરાવી શકે છે. આ સુવિધા આવનારા આદેશ સુધી બંધ રહેશે તેમ UIDAIએ જણાવ્યું છે.
લોકો અન્ય વેલિડ એડ્રેસ પ્રૂફનું લિસ્ટ (https://ift.tt/1KKve5a) માં આપવામાં આવેલી 45માંથી કોઈ પણ એક એડ્રેસ પ્રૂફની મદદથી અપડેટ કરાવી શકે છે. જે લોકોની પાસે એડ્રેસ બદલવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી તેઓ UIDAIની આ સર્વિસના બંધ થવાના કારણે મુશ્કેલી અનુભવી શકે છે ટ્વિટર પર આધાર કાર્ડ હેલ્પ લાઈનના એક યૂઝરે UIDAIને સવાલ લખ્યો છે તેના જવાબમાં UIDAIએ પણ જવાબ આપ્યો છે.
Aadhaar Card Reprint: UIDAIએ હવે જૂનું અને લાંબુ આધાર કાર્ડ રીપ્રિન્ટ કરવાનું પણ બંધ કર્યું છે. આધાર કાર્ડ રીપ્રિન્ટના ફોર્મેટને UIDAIએ બદલી દીધું છે. હવે લોકોને પીવીસી આધાર કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જે ડેબિટ કાર્ડની જેમ આકર્ષક હોય છે. આ માટે 50 રૂપિયાનો ચાર્જ લાગે છે. જો તમે આધારને ફ્લેક્સિબલ પેપર ફોર્મેટમાં રાખવા ઈચ્છો છો તો તમે ઈ-આધારની પ્રિન્ટ કઢાવી શકો છો.
0 Response to "UIDAIએ બંધ કરી છે આધાર કાર્ડ સાથે જોડાયેલી 2 ખાસ સર્વિસ, જાણો તમને શું થશે અસર"
ટિપ્પણી પોસ્ટ કરો