ડાયટમાં અવશ્ય શામેલ કરો આ પાંચ વસ્તુઓ, મળશે એવા ફાયદા કે જાણીને તમને પણ લાગશે નવાઈ…
આજના સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત ની સાથે પૌષ્ટિક આહાર પણ જરૂરી છે. હેલ્ધી ડાયટ માત્ર પોષક તત્વો ની ઉણપને દૂર નથી કરતી, સાથે જ શરીર ને રોગો થી પણ બચાવે છે. કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે જે શરીરના ઝેરી પદાર્થ ને બહાર કાઢે છે. સ્વસ્થ રહેવાની સાથે કિડની ને પણ યોગ્ય રીતે કામ કરતી રાખો. આ બાબતો પર પણ ધ્યાનમાં દેવું ખુબ મહત્વપૂર્ણ છે.
નબળા આહાર થી કિડ ની ફેલ થઈ શકે છે. તેનાથી પથરી થી લઈને કેન્સર સુધીની કિડની ની સમસ્યા થઈ શકે છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણા આહાર પર ધ્યાન આપતા નથી જે માત્ર શરીર માટે જ નહીં પરંતુ કિડની માટે પણ જોખમી છે. કિડની બરાબર કામ કરે, તે માટે તમારા આહારમાં તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરો.
પાલક
લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન એ, સી, કે, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ નું પ્રમાણ વધારે હોય છે. પાલકમાં બીટા કેરોટીન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કિડની ને સ્વસ્થ રાખવા માટે આહારમાં પાલક નો સમાવેશ કરો.
અનાનસ
આહારમાં અનાનસ નો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તેમાં ફાઇબર નું પ્રમાણ વધારે હોય છે, જે કિડની ના રોગોને રોકવામાં મદદ કરે છે. તે મેંગેનીઝ, વિટામિન સી થી સમૃદ્ધ છે, જે એન્ઝાઇમ્સ ની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
કેપ્સિકમ
કેપ્સિકમ માં એન્ટિ ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં નોંધપાત્ર માત્રામાં વિટામિન સી હોય છે. કિડની ને સારી સ્થિતિમાં રાખવા માટે કેપ્સિકમ ને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ.
કોબીજ
કોબીજમાં વિટામિન સી, ફોલેટ અને ફાઇબર નો મુખ્ય સ્ત્રોત છે. તે શરીર ને સ્વસ્થ રાખે છે તેમજ ઝેરી પદાર્થો ને બહાર કાઢે છે. કોબીજ કિડની ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં સોડિયમ, પોટેશિયમ અથવા ફોસ્ફરસ નું પ્રમાણ વધારે નથી જે કિડની પર કોઈ દબાણ પેદા કરતું નથી.
લસણ
લસણમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછું હોય છે, જે કિડની રોગના દર્દીઓ માટે સારું છે. આહારમાં લસણ નું સેવન કરવાથી આપણી કિડની સ્વસ્થ રહે છે.
ડુંગળી
ડુંગળીનો ઉપયોગ લગભગ તમામ પ્રકાર ની વાનગીઓમાં થાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ્સ કિડની ને રોગો થી દૂર રાખવામાં મદદ કરે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ માં ફ્લેવોનોઇડ્સ ગુણધર્મો હોય છે. તે બળતરા ને રોકવામાં મદદ કરે છે. કિડની ને સ્વસ્થ રાખવા માટે તમે દ્રાક્ષનું સેવન પણ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ડાયટમાં અવશ્ય શામેલ કરો આ પાંચ વસ્તુઓ, મળશે એવા ફાયદા કે જાણીને તમને પણ લાગશે નવાઈ…"
ટિપ્પણી પોસ્ટ કરો