Toyota Innova VX MT થી પણ સસ્તી કિંમતે ઉપલબ્ધ છે Kia India ની આ કાર
જેમ ઉપર વાત કરી તેમ જો તમે એક કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો હાલ તમારી પાસે એક શાનદાર તક છે. આ તકનો લાભ ઉઠાવીને તમે 3.7 લાખ રૂપિયાની બચત કરી શકો છો. વિગતથી વાત કરીએ તો પ્રખ્યાત કાર નિર્માતા કિઆ ઇન્ડિયાએ એક વિશેષ ફાયદા ધરાવતું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં કાર્નિવલની કિંમતી ઘટાડીને 21.20 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) કરી દેવામાં આવી છે. લકઝરી MPV (MPV Kia Carnival ) ના નવા ગ્રાહકોને 3.75 લાખ રૂપિયાની બમ્પર છૂટ આપવામાં આવી રહી છે. છૂટ બાદ કારની કિંમત ઘટીને 21.40 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થઈ ગઈ છે. ભાવમાં ઘટાડા પહેલા કારની કિંમત 24.95 લાખ રૂપિયામાં વેંચાય રહી હતી.

પ્રીમિયમ MPV (Premium MPV) જે પહેલાથી જ પ્રખ્યાત છે કાર્નિવલને ત્રણ ટ્રીમ્સ પ્રીમિયમ, પ્રેસટીઝ અને લિમોસીનમાં રજુ કરે છે. જેને 7 – 8 અને 9 સીટના વિકલ્પ સાથે ત્રણ સીટીંગ લેઆઉટમાં લઇ શકાય છે. કારના સ્પેકસ અને ફીચર્સમાં કોઈપણ સ્તરે કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.
Toyota Innova VX MT થી પણ સસ્તી થઈ આ કાર

ઉલ્લેખનીય છે કે આ છૂટ બાદ આ કારની કિંમત Toyota Innova VX MT થી પણ ઓછી થઈ ગઈ છે. બન્ને MPV ડીઝલ એન્જીન દ્વારા સંચાલિત છે. પરંતુ કાર્નિવલ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે વધુ શક્તિશાળી છે. અહીં એ પણ નોંધ કરવી જરૂરી છે કે દેશભરમાં કિઆ કાર્નિવલનું વેંચાણ ધીમે ધીમે વધી રહ્યું છે અને ગ્રાહકો આ કારના પ્રીમિયમ લુક અને શાનદાર ફીચર્સના કારણે તેને ખરીદી રહ્યા છે.
કાર પસંદ ન પડે તો 30 દિવસમાં કરી શકો છો પરત

તાજેતરમાં જ કિઆ ઇન્ડિયા (Kia India) એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી હતી. આ ઓફર અંતર્ગત જો તમે કિઆ ઇન્ડિયાનું આ મલ્ટી યુટીલિટી વહિકલ કિઆ કાર્નિવલ (MUV Kia Carnival) ખરીદી છે અને તમને ખરીદ્યા બાદ આ કાર પસંદ નથી આવી રહી તો તમે આ કારને 30 દિવસની અંદર કંપનીને પરત કરી શકો છો.

ભારતીય માર્કેટમાં બહુ ઓછા સમયમાં પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહેલી ઓટોમોબાઇલ કંપની કિઆ મોટર્સ (Kia Motors) એ હવે તેનું નામ કિઆ ઇન્ડિયા કરવાની સાથે સાથે પોતાના ગ્રાહકો માટે આ સ્કીમ લોન્ચ કરી હતી અને આવી સ્કીમ હજુ સુધી અન્ય કોઈ ઓટોમોબાઇલ કંપનીએ નથી કરી.
0 Response to "Toyota Innova VX MT થી પણ સસ્તી કિંમતે ઉપલબ્ધ છે Kia India ની આ કાર"
ટિપ્પણી પોસ્ટ કરો