આ મહિલા છે 11 બાળકોની માતા, જો કે હજુ પણ બનવા ચાહે છે વધુ એક સંતાનની માતા
ભારતમાં વધુ બાળકોને જન્મ આપનાર પરિવાર માટે એમ કટાક્ષમાં એમ કહેવાય કે આખી ક્રિકેટ ટીમ ઉભી કરી દીધી. આ સંદર્ભમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારનું પણ ઉદાહરણ લેવામાં આવે છે. આપણા દેશમાં વધુ બાળકો ધરાવતા પરિવારને સામાન્ય રીતે અશિક્ષણની નિશાની ગણવામાં આવે છે, અને ભારત સરકાર દેશમાં વસ્તીવૃદ્ધિ ઘટાડવા માટે પણ પરિવાર નિયોજન અને નાનું કુટુંબ સુખી કુટુંબ જેવા અભિયાન ચલાવે છે. પરંતુ અમેરિકામાં આનાથી એકદમ ઉલટો એવો કિસ્સો જાણવામાં આવ્યો છે.

અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં રહેતી એક 37 વર્ષીય મહિલાને 11 બાળકો છે, તે પહેલા જ એક ક્રિકેટ ટીમના સભ્ય હોય તેટલા બાળકોને જન્મ આપી ચૂકી છે, પણ હાલ પણ તે ગર્ભવતી છે અને થોડ જ સમયમાં વધુ એક બાળકને જન્મ આપવાની છે. અમેરિકા જો કે ભારત કરતાં વધુ શિક્ષિત ગણાય છે, તેમ છતાં ત્યાં મોટા પરિવારોનું ચલણ વધી રહ્યું છે, અને બીજું અમેરિકામાં ક્રિકેટનું ચલણ સાવ જ નગણ્ય જેવું છે, છતાં પણ ત્યાંના પરિવાર માટે એક ક્રિકેટ ટીમ જેવો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે. આ એક આશ્ચર્યની વાત છે.

આ મહિલાનું નામ કોર્ટની છે, અને તેના પતિનું નામ ક્રિસ રોજર્સ છે. આ મહિલાના તમામ બાળકોના નામ સી અક્ષરથી શરુ થાય છે, તેના તમામ બાળકોમાં 6 દીકરાઓ અને 5 દીકરીઓ છે. હજુ પણ આગળ તેને વધુ એક દીકરી થાય તેવી તેના પરિવારની અને આ મહિલાની ઈચ્છા છે. તેનીી એવી ઈચ્છા છે કે 6 દીકરા અને 6 દીકરીઓની તે માતા થઈ જાય. તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોટા પરિવારને પાળવા માટે મહિલા કોઈ નોકરી કે કામ કરતી નથી, તે માત્ર ઘરકામ જ કરે છે, જો કે તેના પરિવારમાં અન્ય કોણ કોણ છે અને કોણ કેવું કામ કરે છે તે જાણકારી સામે આવી નથી.

આ મહિલાએ તેના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ બાળકો માટે તેણે એવું વિચાર્યું હતું કે તેને એક ડઝન બાળકો હોવા જોઈએ અને દરેક બાળકો એકબીજાને મદદ પણ કરે છે.

મહિલાએ જણાવ્યું હતું કે તે જ્યારે 24 વર્ષની હતી, ત્યારે માતા બની હતી અને તે તેનું પહેલું જ બાળક હતું, તે સમયે તેને એવી ખબર નહોતી કે તે આટલા બધા બાળકોની માતા બનશે.
0 Response to "આ મહિલા છે 11 બાળકોની માતા, જો કે હજુ પણ બનવા ચાહે છે વધુ એક સંતાનની માતા"
ટિપ્પણી પોસ્ટ કરો