પોતાના દાદા જેવી હેક કટ કરાવી કિમ જોંગ આવ્યા ચર્ચામાં,જાણો ઘટાડ્યું કેટલું વજન
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન લાંબા સમય બાદ ફરી એક વખત સૈન્ય પરેડ દરમિયાન જોવા મળ્યા હતા. આ દરમિયાન કિમનો જે નવો અવતાર જોવા મળ્યો તેને જોઈ દુનિયાભરના લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. કારણ કે કિમનું વજન ઘણું ઓછું જોવા મળ્યું હતું. રાષ્ટ્રીય ટેલિવિઝન પર પરેડ દરમિયાન કિમ જોવા મળ્યા હતા. આ દરમિયાન 20 કિલો વજન ઉતારી કિમ પાતળા દેખાતા હતા. સૌથી ધ્યાન આકર્ષિત કરે તેવી વાત એ હતી કે તેણે તેના દાદા કિમ ઇલ સુંગની જેમ વાળ કપાવ્યા છે. જણાવી દઈએ કે કિમ ઈલ સંગ ઉત્તર કોરિયાના સ્થાપક હતા. અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને સત્તા સંભાળ્યા બાદ ઉત્તર કોરિયામાં આ પ્રથમ લશ્કરી પરેડ હતી.

જો કે નવાઈની વાત એ હતી કે આ વખતની લશ્કરી પરેડમાં દરમિયાન કોઈ નવા ઘાતક હથિયારો જોવા મળ્યા ન હતા. જો કે આ વખતે પરેડ કરતાં વધુ ધ્યાન લોકોનું કિમ જોંગ ઉન તરફ હતું. તેનું કારણ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં દુનિયાથી અલિપ્ત રહેલા કિમે ઘટાડેલું વજન હતું. તેણે લાઈટ કલરનો સૂટ પહેરીને પરેડમાં હાજરી આપી હતી. કિમે આ વખતે કોઈ ભાષણ પણ આપ્યું ન હતું.

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કિમ જોંગની ખરાબ તબિયત અંગે અટકળો ચાલી રહી હતી. ચર્ચાઓ હતી કે તેની તબીયત ખરાબ થવા પાછળનું કારણ તેનું વધારે વજન અને કિમની ધૂમ્રપાનની આદત છે. કિમનો પરિવાર હૃદય રોગનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ કિમ જોંગ લોકોની નજરથી ગાયબ થઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેની બીમારી અંગે ચર્ચા થવા લાગે છે.

આ વખતે પણ છેલ્લા ઘણા સમયથી તે જાહેરમાં આવ્યા ન હતા. તેવામાં જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં ફક્ત તેનું વજન ઓછું કરવા પર ધ્યાન આપી રહ્યા હતા અને તેમણે 20 કિલો વજન ઘટાડ્યું છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ 73મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો તેના અનુસંધાને જ આ પરેડ યોજાઈ હતી. જેમાં ઘણા સમય બાદ કિમ જાહેરમાં જોવા મળ્યા હતા.
0 Response to "પોતાના દાદા જેવી હેક કટ કરાવી કિમ જોંગ આવ્યા ચર્ચામાં,જાણો ઘટાડ્યું કેટલું વજન"
ટિપ્પણી પોસ્ટ કરો