રિદ્ધિમાંએ ખોલી રણબીર કપૂરની પોલ, કહ્યું કે મારા કપડાં ચોરી કરીને ગર્લફ્રેન્ડને આપતો હતો
નીતુ કપૂર ભલે દીકરા રણબીર કપૂરને એકદમ સીધા સાદા સમજતી હોય પણ અસલમાં એ ખૂબ જ મસ્તીખોર છે. એ પણ એ હદ સુધી કે રણબીર કપૂર એમની બહેન રિદ્ધિમાંના કપડાં ચોરી કરીને ગર્લફ્રેન્ડને આપી દેતા હતા. એનો ખુલાસો રિદ્ધિમાં કપૂરે હાલમાં જ ધ કપિલ શર્મા શોમાં કર્યો છે.

રિદ્ધિમાં, મોમ નીતુ કપૂર સાથે ધ કપિલ શર્મા શોમાં પહોચી હતી અને અહીંયા માં દીકરીએ એમની લાઈફથી લઈને રણબીરની લાઈફ સાથે જોડાયેલા અમુક મજેદાર કિસ્સા શેર કર્યા. તમને જણાવી દઈએ કે આ એપિસોડ આ વિકેન્ડ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેકર્સે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દીધો છે.

પ્રોમોમાં કપિલ શર્મા રિદ્ધિમાંને કહે છે કે અમે એક ખબર સાંભળી હતી રિદ્ધિમાં કે જ્યારે તમે લંડનમાં અભ્યાસ કરી8 રહ્યા હતા તો રણબીરે તમારી ઘણી બધી વસ્તુઓ ઉઠાવીને એમની ગર્લફ્રેન્ડને આપી દીધી હતી. એના પર રિદ્ધિમાંએ કહ્યું કે રણબીર સાચે એવું કરતો હતો અને પછી એમને આખો કિસ્સો જણાવ્યો. રિદ્ધિમાંએ જણાવ્યું કે કેવી રીતે રણબીર કપૂર એમની ગર્લફ્રેન્ડને રિદ્ધિમાંના કપડાં પણ આપી દેતા હતા.

રિદ્ધિમાંએ કહ્યું કે હું લંડનથી જ્યારે હોલીડે પર પાછી આવી તો રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ ઘરે આવી હતી. એને એક ટોપ પહેરેલું હતું. એને જોઈને મેં મનમાં કહ્યું કે આ વાળું ટોપ નહોતું મળી રહ્યું મને. પછી ખબર પડી કે એ મારી વસ્તુઓ કાઢીને એને આપી દેતો હતો.

આ વાત સાંભળીને જ્યાં નીતુ કપૂર હેરાન રહી ગઈ તો કપિલ શર્મા અને અર્ચના પુરણ સિંહ સહિત બધા લોકો હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે. બન્ને જલ્દી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે દેખાશે. આલિયા ભટ્ટ પહેલા રણબીર કપૂરનું નામ દીપિકા પાદુકોણ અને કેટરીના કેફ સાથે જોડાયું હતું.

નીતુ કપૂર અને રિદ્ધિમાં સાથેનો ધ કપિલ શર્માનો આ એપિસોડ આ રવિવારે ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. નીતુ કપૂર એ સિવાય ઇન્ડિયન આઇડલ 12માં પણ દેખાઈ હતી. હાલ કપિલના શોમાં ઓડિયન્સનું કમબેક થયું છે. જે લોકોએ કોરોના વેકસીનમાં બન્ને ડોઝ મુકાવી દીધા છે એમને જ શોમાં એન્ટ્રી મળી રહી છે. શોમાં અક્ષય કુમાર, અજય દેવગન સિવાય ભારતીય હોકી ટીમ દેખાઈ ચુકી છે. આ વખતે કપિલના શોને એક ખાસ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
0 Response to "રિદ્ધિમાંએ ખોલી રણબીર કપૂરની પોલ, કહ્યું કે મારા કપડાં ચોરી કરીને ગર્લફ્રેન્ડને આપતો હતો"
ટિપ્પણી પોસ્ટ કરો