GPSC ની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો હવે ક્યારે યોજાશે એક્ઝામ
એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. GPSCની પરીક્ષાના ટાઈમ ટેબલમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, GPSC વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા માટેની તારીખ પહેલા જાહેર કરવામાં આવી હતી તે 12/12/2021 હતી ત્યારે હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે હવે GPSC વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા 12/12/2021 ની જગ્યાએ 19/12/2021 ના રોજ લેવામાઁ આવશે.
આ જગ્યાઓ પર થશે ભરતી

નોંધનિય છે કે, GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12 જગ્યાઓ, આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુસુચિત જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પરિણામ આગામી જાન્યુઆરી 2022માં જાહેર કરવામાં આવશે
અગત્યની જાહેરાત :
….અને જો કોઈએ ૧૨/૧૨ ના રોજ લગ્ન માટેનું મુહૂર્ત જોવડાવી લીધું હોય, વાડી-બેન્ડ વાજા બુક કરાવી રાખ્યા હોય તો ચિંતા કર્યા વગર પ્રસંગ હેમખેમ ઉજવવો. GPSC આવા ઉમેદવારોના પોંખણા ૧૯ તારીખે કરશે એટલે કે હવે આ પરીક્ષા ૧૯/૧૨/૨૧ ના રોજ યોજવામાં આવશે. સૌને શુભેચ્છાઓ..!!😀 https://t.co/hNIcsjH0zb
— Dinesh Dasa (@dineshdasa1) September 22, 2021
તમને જણાવી દઈએ કે, પાત્ર ઉમેદવારો તારીખ 28 સપ્ટેમ્બર, 2021થી 13 ઓક્ટોબર, 2021ના રોજ બપોરે 1.00 વાગ્યા સુધી અરજી કરી શકે છે. નોંધનિય છે કે, કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તે પણ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. તો બીજી તરફ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક)19/12/2021ના રોજ લેવાશે, જેનું પરિણામ આગામી જાન્યુઆરી 2022માં જાહેર કરવામાં આવશે.
પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે

તો બીજી તરફ મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. જેમા મુખ્ય પરીક્ષાના અંગ્રેજી કે ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જ્યારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે તેવી જોગવાય છે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.
0 Response to "GPSC ની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો હવે ક્યારે યોજાશે એક્ઝામ"
ટિપ્પણી પોસ્ટ કરો