જો whatsapp ને રાખવું હોય સિક્યોર તો આ સેંટિંગ કરીને લગાવી શકો છો પિન નંબર લોક
સવાર પડતા જ લોકોનું whatsapp મેસેજથી છલકવા લાગે છે. તેમાં ઘણા ખરા મેસેજો ગુડ મોર્નિંગ વિશેઝ ના હોય છે તો અમુક ઓફિસ વર્કના જેનો તમે રીપ્લાય કરો છો. દિવસ પૂરો થતાં થતા તમે એટલા બધા મેસેજ કરી ચુક્યા હોવ છો કે તમને પોતાને પણ યાદ નથી રહેતું. આવી સ્થિતિમાં જો તમને એમ પૂછવામાં આવે કે તમે સૌથી વધુ whatsapp મેસેજ કોને કરો છો ? તો તમે તેનો જવાબ કદાચ ન આપી શકો. પરંતુ એક ટ્રીકનો ઉપયોગ કરીને તમે આ સવાલનો જવાબ મેળવી શકો છો. આ ટ્રીક કઈ છે ? ચાલો જાણીએ.
થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહિ રહે

આ ટ્રીક ઘણી સરળ છે અને તમારા ફોનમાં પહેલાથી ઉપલબ્ધ સેટિંગ માં જઈને તમે ઉપરોક્ત સવાલનો જવાબ મેળવી શકો છો. કહેવાનો અર્થ એ કે આ ટ્રીક માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તમે અમુક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી એ જાણી શકો છો કે તમે આખરે કોની સાથે whatsapp પર વધારે સમય વિતાવો છો.
આ સરળ સ્ટેપ્સને કરો ફોલો

Whatsapp ઓપન કર્યા બાદ તમારે ટોપ ટાઈટ કોર્નરમાં દેખાતા ત્રણ મેન્યુ ડોટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક લિસ્ટ ઓપન થઈ જશે જેમાં Setting નો વિકલ્પ પણ હશે. તેના પર ક્લિક કરો. અહીં તમને Data and storage usage નો વિકલ્પ જોવા મળશે. તેનાં પર ક્લિક કરો. ત્યારબાદ ફરી વખત એક લિસ્ટ ઓપન થશે જેમાં Manage storage નો વિકલ્પ હશે. તેના પર ક્લિક કરો. આ સાથે જ એક લાબું લિસ્ટ ખુલીને આવી જશે જેમાં એ માહિતી આપવામાં આવી હશે કે તમારા whatsapp પર કયા યુઝરે કેટલા સ્ટોરેજનો ઉપયોગ કર્યો છે. આ લિસ્ટમાં સૌથી ઉપર એ નામ આપવામાં આવ્યું હશે જેની સાથે તમે whatsapp પર સૌથી વધુ સમય ગાળો છો.
કેટલા ટેક્સ્ટ, વિડીયો અને ફોટા મોકલ્યા ? એ પણ જાણવા મળશે

લિસ્ટમાં આપવામાં આવેલ કોઈપણ નામ પર તમે ક્લિક કરીને એ જાણી શકો છો કે તમે એકબીજા સાથે કેટલા ટેક્સ્ટ મેસેજ, ફોટો અને વીડિયો શેયર કર્યા છે. તમે ઇચ્છો તો આ ડેટા ડીલીટ કરીને સ્ટોરેજ ખાલી પણ કરી શકો છો. ડેટા ખાલી કરવા માટે પણ તમને whatsapp ના સેટિંગમાં વિકલ્પ મળી જશે. Whatsapp યુઝર પોતાની સુવિધા અનુસાર કોઈપણ ચેટને ક્લિયર કરી શકે છે. જેથી તમારા ફોનમાં સ્પેસ ખાલી થઈ જાય છે અને ફોન હેંગ થતો હોય તો તે પણ ફ્રી ચાલવા લાગે છે.
Whatsapp ચેટને સિક્યોર કઈ રીતે કરવી ?

પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને whatsapp ને સિક્યોર રાખવું જરૂરી બની ગયું છે. જો તમે પણ એવું ઇચ્છતા હોય કે તમારું whatsapp ઓપન કરવા માટે તમારી પરવાનગી લેવામાં આવે તો તમારે અમુક સ્ટેપને ફોલો કરીને એક સેટિંગ ને ઈનેબલ કરવું પડશે. આ માટે સૌથી પહેલા whatsapp ચેટિંગ માં જાવ અને પછી Account વિકલ્પ પસંદ કરો. અહીં તમને Two step Verification નો વિકલ્પ દેખાશે તેને ઈનેબલ કરી દો. હવે તમે 6 અંકનો પિન ક્રિએટ કરી શકો છો. હવે તમે જ્યારે પણ whatsapp ઓપન કરશો તો તમારે આ 6 અંકનો પિન નાખવો પડશે. આ પિન નાખ્યા વિના કોઈ તમારું whatsapp ઓપન નહિ કરી શકે.
0 Response to "જો whatsapp ને રાખવું હોય સિક્યોર તો આ સેંટિંગ કરીને લગાવી શકો છો પિન નંબર લોક"
ટિપ્પણી પોસ્ટ કરો