એક સાથે પરિવારના 11 લોકોની આત્મહત્યાનો “બુરાડી કાંડ”, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

દિલ્હીનો તે બુરાડી કાંડ તો તમને યાદ જ હશે.. જેણે આખા દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી.. એક જ પરિવારના 11 વ્યક્તિની લાશ લટકતી હાલતમાં મળી હતી.. તમામની આંખે કાળી પટ્ટી હતી.. આ લાશમાં ઘરના વડીલો પણ હતા.. અને ઘરના બાળકો પણ.. હવે તે બુરાડી કાંડને 3 વર્ષનો સમય વિતી ગયો.. અને હવે પોલીસે તે બુરાડી કાંડ અંગે ફાઇનલ રિપોર્ટ રજૂ કર્યો છે.. પોલીસનો આ રિપોર્ટ પણ ચોંકાવનારો છે.. શું છે પોલીસનો રિપોર્ટ તે પહેલા જાણી લઇએ તે બુરાડી કાંડની હકીકત..

image source

દિલ્હીના બુરાડીના સંત નગરની શેરી નંબર 4Aનાં મકાન નંબર 137/5/2 માં મોતનુ તાંડવ હતુ.. 1 જુલાઇ 2018ના રોજ આ ઘરમાં લટકતી હતી એક સાથે 11 લાશ.. એક જ પરિવારના સભ્યો હતા અને આ કેસે આખા દેશમાં દહેશત મચાવી દીધી હતી. બુરાડી કાંડ દિલ્હી પોલીસ માટે સૌથી મોટો પડકારજનક કેસ સાબિત થયો. એક એવો કેસ જેમાં કોઇપણ વાતનું લોજિક સમજાઇ રહ્યું નહોતું. પરિણામ એટલું કોન્સિપરેસી થિયરી બની કે કાળા જાદુથી લઇ ટોટકાને મર્ડર મિસ્ટ્રીનું કારણ જણાવા લાગ્યા. આખરે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક જ પરિવારના 11 લોકોના મોતના કેસને બંધ કરી દીધો છે. પોલીસે પોતાના ક્લોઝર રિપોર્ટમાં કહ્યું છે કે કોઇપણ પ્રકારની ગડબડીના પુરાવા મળ્યા નથી. દિલ્હી પોલીસના મતે મોત કોઇ ‘સુસાઇડ પેકેટ’નું પરિણામ લાગ્યું.

3 વર્ષ સુધી તપાસ બાદ પોલીસે કહ્યું – કોઇ ગડબડી નથી

image source

પોલીસે હત્યાનો કેસ નોંધાવ્યો હતો, પરંતુ ત્રણ વર્ષ સુધી ચાલેલી લાંબી તપાસનું નિષ્કર્ષ નીકળ્યું કે આ ‘સુસાઇડ પેકેટ’નો કેસ હતો. પોલીસે 11 જૂનના રોજ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો છે. કોર્ટ નવેમ્બરમાં આગળની સુનવણીમાં કેસને જોશે.

હાથ-પગ બાંધ્યા હતા, આંખો પર પટ્ટી હતી

image source

1 જુલાઇ 2018ના રોજ સવારે એક પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળ્યા હતા. નારાયણ દેવીનો મૃતદેહ ફર્શ પર મળ્યો જ્યારે બાકી બધાના મૃતદેહ લોખંડની એક ગ્રિલ પર લટકતા મળ્યા હતા. તેમની આંખો પર પટ્ટી હતી અને હાથ-પગ બાંધેલા હતા.

કયા આધાર પર પોલીસ આ પરિણામ પર પહોંચી?

image source

પોલીસને ઘરની અંદરથી ડાયરી મળી તેમાં આ આખી પ્રક્રિયા લખેલી હતી તેના અંતર્ગત પરિવારના લોકોએ ફાંસી લગાવી હતી. ડાયરીમાં જે કંઇ લખ્યું હતું પોલીસને એ જ સ્થિતિમાં મૃતદેહ મળ્યા હતા. ઑગસ્ટ 2019માં હેન્ડરાઇટિંગ એનાલિસિસે સાબિત કરી દીધું કે ડાયરીમાં ઘરવાળાઓએ જ લખ્યું હતું. બીજા કેટલાંય એવા પુરાવાએ એ વ્યકત કર્યું કે મોત એક ‘સુસાઇડ પેકેટ’ના લીધે હતું.

એટલે કે બુરાડી કાંડની તપાસના 3 વર્ષે પણ પોલીસના હાથે કંઇ ન લાગ્યું..? અને પોલીસે પોતાનો ક્લોઝર રિપોર્ટ એમ કહીને બંધ કરી દીધો કે આ એક સુસાઇડ પેકેટ છે..?

Related Posts

0 Response to "એક સાથે પરિવારના 11 લોકોની આત્મહત્યાનો “બુરાડી કાંડ”, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel