લખનઉથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં મહિલા સાથે ગેંગ રેપ, 4 આરોપીઓની ધરપકડ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચાલતી ટ્રેનમાં મહિલા સાથે કથીત ગેંગ રેપનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પીડિત મહિલા લખનઉથી મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતી. આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી બીજાની પોલીસ શોધ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં પહેલા મહિલાનો સામાન લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી. એ પછી મહિલા સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
મુંબઈ જીઆરપીના પોલીસ આયુક્ત કેસર ખાલિદે આ વિશે કહ્યું છે કે કથિત અપરાધ ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે પુસ્પક એક્સપ્રેસ ટ્રેન ઘાટ ખંડથી પસાર થઈ રહી હતી. કેસર ખાલિદે એક ટ્વીટ કરીને આ ઘટના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપી છે.

એમને કહ્યું છે કે આરોપી ઇગતપુરી ( ઔરંગાબાદ રેલળે જિલ્લા)માં લખનઉ મુંબઈ પુષ્પક એક્સપ્રેસની સ્લીપર બોગી ડી 2માં સવાર થયા અને રાત્રી દરમિયાન ટ્રેનના ઘાટ ક્ષેત્રમાંથી પસાર થવા દરમિયાન અપરાધને અંજામ આપ્યો
’

તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું છે કે, “પીડિતા 20 વર્ષની છે અને તેને અમારા મહિલા અધિકારી દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી છે. તે ઠીક છે. અમે તમામ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. અમારી ટીમ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અમે તેના ભૂતકાળના રેકોર્ડ ચકાસી રહ્યા છીએ
તેમણે કહ્યું કે નાયબ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાંચની ટીમ ગુનાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આરોપીઓએ ટ્રેનના મુસાફરો પાસેથી રૂ. 96,390 ની સંપત્તિ લૂંટી હતી, જેમાં મોટેભાગે મોબાઇલ ફોન સામેલ છે. પોલીસે તેમની પાસેથી અત્યાર સુધીમાં 34,200 રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

કેસર ખાલિદે કહ્યું કે મુંબઈ જીઆરપીએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 395, 397, 376 (ડી), 354, 354 (બી) હેઠળ કેસ નોંધ્યો છે. કેસર ખાલિદે આગળ કહ્યું કે કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશન સાથે શનિવારે રેલવે એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો.
આ કેસ પરથી એટલું તો ચોક્કસપણે કહી શકાય કે હાલના સમયમાં સ્ત્રીઓ ક્યાંય સુરક્ષિત નથી
0 Response to "લખનઉથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં મહિલા સાથે ગેંગ રેપ, 4 આરોપીઓની ધરપકડ"
ટિપ્પણી પોસ્ટ કરો