ઈંધણના વધતા ભાવથી રાહત ! આ ક્રેડિટ કાર્ડથી 71 લીટર પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં મળશે
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલ ના ભાવે સામાન્ય જનતા ની હાલત ખરાબ કરી નાખી છે. પરંતુ આ વચ્ચે તમારા માટે એક રાહત ના સમાચાર પણ છે. હવે તમે સસ્તામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવી શકો છો. માત્ર એક કાર્ડ પર તમને વર્ષમાં એકોતેર લીટર ફ્રીમાં મળશે.
સૌથી ખાસ વાત છે એના માટે તમને કોઈ દસ્તાવેજની જરૂરત નહિ પડે. તમે પેટ્રોલ અને ડીઝલ ખરીદતી સમયે માત્ર ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ દ્વારા પોતાના પૈસા બચાવી શકો છો. આઓ જાણીએ કે ક્યાંથી અને કેવી રીતે તમે સસ્તામાં પેટ્રોલ ખરીદી શકો છો.
દર વર્ષે ફ્રીમાં મળશે 71 લીટર તેલ
ઇન્ડિયન ઓઇલ સીટી ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરવા પર તમને એક વર્ષમાં એકોતેર લીટર પેટ્રોલ-ડીઝલ ફ્રીમાં મળી શકે છે. ફ્યુલ ખરીદવા માટે આ ક્રેડિટ કાર્ડ સૌથી સારું કાર્ડ છે. ઇન્ડિયન ઓઇલ પમ્પ પર આ કાર્ડ દ્વારા ફ્યુલ ખરીદવા પર રીવોર્ડ ના રૂપમાં તમને ઘણા લાભ મળે છે. અને સૌથી ખાસ વાત એ છે રીવોર્ડ પોઇન્ટ ક્યારે પણ એક્સપાયર થતા નથી. ફ્યુલ પોઈન્ટ્સ ને રીડીમ કરી તમે વાર્ષિક એકોતેર લીટર સુધી ફ્રી ફ્યુલ મેળવી શકો છો.
ઇન્ડિયન ઓઇલ સિટી ક્રેડિટ કાર્ડની સુવિધાઓ
ઇન્ડિયન ઓઇલ પંપ પર ટર્બો પોઇન્ટ રિડીમ કરીને વાર્ષિક એકોતેર લિટર સુધી ફ્યુલ ફ્રી. ઈન્ડિયન ઓઈલ પંપ પર એક ટકા ઈંધણ સરચાર્જ માફ કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ પંપ પર ખર્ચવામાં આવતા દરેક એકસો પચાસ રૂપિયામાં ચાર ટર્બો પોઇન્ટ ઉપલબ્ધ થશે.કાર્ડ દ્વારા, કરિયાણા અને સુપરમાર્કેટમાં ખર્ચવામાં આવતા દરેક રૂ. એકસો પચાસ પર બે ટર્બો પોઈન્ટ્સ ઉપલબ્ધ થશે. એક ટર્બો પોઇન્ટ કાર્ડ દ્વારા અન્ય કેટેગરીમાં એકસો પચાસ રૂપિયા ખર્ચવા પર ઉપલબ્ધ થશે.
ટર્બો પોઇન્ટ કેવી રીતે રિડીમ કરવું
તમને જણાવી દઈએ કે ટર્બો પોઈન્ટ ને ઘણી રીતે રિડીમ કરી શકાય છે, પરંતુ ઈન્ડિયન ઓઈલ પંપ પર રિડીમ કરવાથી તમને મહત્તમ લાભ મળે છે. ઇન્ડિયન ઓઇલ પમ્પો પર રિડિમશન રેટ – એક ટર્બો પોઇન્ટ = એક રૂપિયા. ગોબીબો ડોટ કોમ, ઇન્ડિગો, મેક માય ટ્રીપ, યાત્રા ડોટ કોમ પર રિડિમશન રેટ – એક ટર્બો પોઇન્ટ = પચીસ પૈસા. બુક માય શો, વોડાફોન વગેરે પર રીડેશન રેટ – એક ટર્બો પોઇન્ટ = ત્રીસ પૈસા.
0 Response to "ઈંધણના વધતા ભાવથી રાહત ! આ ક્રેડિટ કાર્ડથી 71 લીટર પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં મળશે"
ટિપ્પણી પોસ્ટ કરો