ભગવાન આવું કોઈના ઘરે ન કરે, જન્મદિવસે ખરીદેલી બાઈક સાથે ભયંકર અકસ્માત થતાં કમકમાટી ભર્યું મોત
એક સમય એવો હતો જ્યારે ગંભીર અકસ્માતો હાઈવે પર મોટા વાહનોના કારણે થતા. પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શહેરી અને રહેણાક વિસ્તારોમાં પણ પુરપાટ ઝડપે પસાર થતા વાહનો અકસ્માત સર્જી દેતા હોય છે. આવા કેટલાક અકસ્માત ખૂબ જ ગમખ્વાર સાબિત થાય છે. જેને જોનાર પણ કંપી ઉઠતા હોય છે.
આવો જ એક અકસ્માત તાજેતરમાં થયો છે. જેમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. આ ઘટના બની છે ઓલપાડ નજીક જ્યારે ઓલપાડ તરફથી આવતી બાઈક પર મિત્ર સાથે સવાર યુવકને કાળ આંબી ગયો હતો. જાણવા મળતી માહિતી અનુસાર ઓલપાડ નજીક સાયણ ગામે રહેતા યુવકે પોતાના જન્મ દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી. જેમાં તે પોતાના મિત્રને બેસાડી અને ઓલપાડ તરફ જઈ રહ્યો હતો. તે સમયે તેમણે આગળ જતી એક્ટિવાને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો.
નવી ખરીદેલી બાઈક અને જન્મદિવસનો ઉત્સાહ યુવક માટે મોતનું કારણ બની ગયા. ઓવરટેક કરવા જતા બાઈક સ્લીપ થઈ ગઈ અને બંને યુવાનો રોડ પર પટકાયા જેમાં બાઈક ચલાવનાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે તેની પાછળ સવાર મિત્રએ તેનો જીવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુમાવ્યો.
બે મૃતકોમાંથી એક એવા 21 વર્ષના રાકેશ વસાવાના ઘરે તો આ સમાચારથી રીતસર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે તેના ઘરે 18 દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હતો. માત્ર 18 દિવસના બાળકે તેના પિતાને ગુમાવી દીધાનું જાણી પરિવારના સભ્યો અને ખાસ કરીને તેની પત્ની ભાંગી પડી હતી. રાકેશનો ગત 13 ઓક્ટોબરે જન્મદિવસ હતો અને તેણે યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી. રાકેશને બાઈક ચલાવવાનો ખૂબ શોખ હતો જેના કારણે તેણે આ વર્ષે જન્મદિવસ પર બાઈક ખરીદી હતી. જો કે આ બાઈક તેના માટે મોતનું કારણ બની હતી.
અકસ્માત બન્યો તે દિવસે રાકેશ તેની નવી બાઈક પર તેના મિત્ર કાર્તિક સાથે ઓલપાડથ સાયણ જવા નીકળ્યો હતો. તે સમયે આગળ જતી એક્ટિવાને ઓવરટેક કરવા રાકેશે બાઈકની ઝડપ વધારી અને સ્પીડમાં બાઈક ચલાવવામાં ગફલત થઈ જતા બંને મિત્ર રોડ પર ફસડાઈ પડ્યા હતા. સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહેલા રાકેશ વસાવાને અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે તેની પાછળ બાઇક પર બેઠેલા કાર્તિકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. રાકેશે
0 Response to "ભગવાન આવું કોઈના ઘરે ન કરે, જન્મદિવસે ખરીદેલી બાઈક સાથે ભયંકર અકસ્માત થતાં કમકમાટી ભર્યું મોત"
ટિપ્પણી પોસ્ટ કરો