ગામને શંકા હતી એ જ થયું! કેટરિના અને વિક્કી ફાઈનલી પરણી જશે, જોરોશોરોથી તૈયારી પણ શરૂ થઈ ગઈ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ગોર્જિયસ ડોલ કેટરીના કૈફ અને એક્ટર વિકી કૌશલના અફેરના સમાચારો અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે કોઈ માહિતી આપી નથી. હવે જો નવા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કેટરિના અને વિકીના ઘરે લગ્નની શહેનાઇ ટૂંક સમયમાં જ વાગશે.
સમાચાર મુજબ, બોલિવૂડના લવ બર્ડ્સમાં સામેલ કેટરિના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે અને હંમેશા માટે એકબીજાનો હાથ પકડી લેશે. થોડા સમય પહેલા જ આ બંનેના સગાઇની વાતો પણ સામે આવી હતી, પણ ત્યારબાદ જાણ થઈ કે આ અફવાઓ છે.
રિપોર્ટ અનુસાર કેટરીના અને વિકીએ તેમના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. “કેટરિના અને વિકીના લગ્નના પોશાક જાણીતા ફેશન ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં કપડાં માટે ફેબ્રિક પસંદ કરી રહ્યા છે,”
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, “કેટરિનાએ રો સિલ્ક ફેબ્રિક પસંદ કર્યું છે. કેટરીના અને વિકીના લગ્ન નવેમ્બર અને ડિસેમ્બરમાં થશે, જેમાં અભિનેત્રી ખુબ જ આકર્ષક લહેંગા પહેરશે.”
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ આ બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા, ત્યારે કેટરિના અને વિકીની રોકા સેરેમનીના સમાચારે પણ ઘણી ચર્ચા જગાવી હતી. બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હોવાના અહેવાલ હતા. પણ સમય જતા ખબર પડી કે આ બધા સમાચાર અફવા હતા.
વિકી અને કેટરિના ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. હાલમાં જ બંને વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમના સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.
કેટરિના અને વિકીના લગ્નના સમાચાર સામે આવ્યા બાદ બંનેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે અને હવે તેઓ તેમના મનપસંદ કપલના ભવ્ય લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કેટરિના વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં રણવીર સિંહના શો ધ બિગ પિક્ચરમાં તેની આગામી ફિલ્મ સૂર્યવંશીનું પ્રમોશન કરતી જોવા મળી હતી. કેટરીનાએ અહીં રણવીર સિંહ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ ફિલ્મમાં કેટરીના સાથે અક્ષય કુમાર લીડ રોલમાં છે. સાથે જ આ ફિલ્મ દિવાળી એટલે કે 4 નવેમ્બરના દિવસે રિલીઝ થવાની છે.
0 Response to "ગામને શંકા હતી એ જ થયું! કેટરિના અને વિક્કી ફાઈનલી પરણી જશે, જોરોશોરોથી તૈયારી પણ શરૂ થઈ ગઈ"
ટિપ્પણી પોસ્ટ કરો