દિવાળીના તહેવારમાં તમે પણ જોઈ લો અનન્યા પાંડેનો આ સાડી લુક, સાડીની કિંમત સાંભળીને થઈ જશે તમારી આંખો ચાર.

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ અવસર પર સેલેબ્સના શાનદાર આઉટફિટસના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કરવા ચોથના અવસર પર શિલ્પા શેટ્ટી, યામી ગૌતમ અને નેહા કકકર સહિત ઘણા સેલેબ્સના ફોટા વાયરલ થયા હતા. હવે દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને ફેન્સનો ઇન્ટરેસ્ટ એ વાત પર પણ રહે છે કે એમના ફેવરિટ સ્ટાર્સ આ અવસર પર કેવો આઉટફિટ પહેરે છે.

image source

તહેવારોમાં સેલેબ્સ સામાન્ય રીતે એથનીક વેર જ પહેરવાનું પસંદ કરે છે. હાલમાં જ અનન્યા પાંડેના સાડીમાં અમુક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં અનન્યા પાંડે પરફેક્ટ એથનીક વેરમાં દેખાઈ રહી છે.

image soucre

અનન્યા પાંડેના રેડ સાડીમાં અમુક ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ ફોટા તાન્યા ગાવરીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટામાં અનન્યા પાંડેનો શાનદાર લુક એમના ફેન્સને એમની તરફ એક્ટ્રેક્ટ કરી રહ્યો છે.

image source

અનન્યા પાંડે એ દરમિયાન રેડ શિફોન અને ઓર્ગેજા રફલ્ડ સાડીની સાથે સ્પગેટી સ્ટ્રેપ્સ એમ્બ્રોઇડરી બ્લાઉઝમાં દેખાઈ રહી છે. એક્ટ્રેસ અનન્યા પાંડેએ નિટ પોની ટેઇલ બનાવેલી છે જે એમના આ લુકને વધુ સુંદર બનાવી રહી છે.

image source

જો અનન્યા પાંડેના મેકઅપની વાત કરીએ તો એક્ટ્રેસ અનન્યા પાંડેએ હળવો મેકઅપ કર્યો છે..એમને એમના આ એથનીક રેડ આઉટફિટને રેડ કલરના ચાંદલા સાથે કમ્પ્લીટ કર્યો છે. ફેન્સ અનન્યા પાંડેના આ લુકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને તેઓ અનન્યા પાંડેના આ લુકને પરફેક્ટ દિવાળી લુક માની રહ્યા છે.

image source

આ આઉટફિટમાં અલગ અલગ પોઝમાં અનન્યા પાંડેના આ ફોટા જોઈને એમના ફેન્સ ખુશ થઈ રહ્યા છે. આ સાડીની વાત કરીએ તો એક સમાન્ય માણસ માટે એને ખરીદવું એટલું પણ સરળ નહિ હોય. રિદ્ધિ મહેરાની વેબસાઈટ અનુસાર અનન્યા પાંડેએ પહેરેલી આ સાડીની કિંમત આશરે 68, 800 રૂપિયા છે.

image source

તમને જણાવી દઈએ કે હાલ અનન્યા પાંડે પર્સનલ ફ્રન્ટમાં મુસીબતોનો સામનો કરી રહી છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની એનસીબી બે વાર પૂછપરછ કરી ચુકી છે. એક્ટ્રેસ અનન્યા પાંડેને એનસીબીએ સોમવારના દિવસે પણ પૂછપરછ માટે બોલાવી હતી પણ એક્ટ્રેસ નહોતી જઈ શકી.

0 Response to "દિવાળીના તહેવારમાં તમે પણ જોઈ લો અનન્યા પાંડેનો આ સાડી લુક, સાડીની કિંમત સાંભળીને થઈ જશે તમારી આંખો ચાર."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel