સામે આવ્યું અરબાઝ શેખ મર્ચન્ટના પિતાનું પહેલું નિવેદન, ગભરાતા ગભરાતા કહી આ વાત

બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયા પછીથી જ બે નામ ખાસ્સા વાયરલ થઈ રહ્યા છે. એક અરબાઝ શેઠ મર્ચન્ટનું નામ અને બીજું મુનમુન ધમેચાનું નામ, બન્નેને જ આર્યન ખાન સાથે રેવ પાર્ટીમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ આ ત્રણેય એનસીબીની કસ્ટડીમાં છે અને ત્રણેય 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેશે. ત્રણેય વિરુદ્ધ એનસીબીએ એનડીપીએસ એકતની ધારા 8સી, 30, 27 અને 35 હેઠળ કેસ બનાવ્યો છે.

image soure

હવે આ આખા મામલા પર પહેલીવાર અરબાઝ શેઠ મર્ચન્ટના પિતાએ નિવેદન આપ્યું છે. એક ખબર અનુસાર અરબાઝ મર્ચન્ટના પિતાએ કહ્યું છે કે એમનો દીકરો ખોટો નથી. એમની પાસે કોઈ ડ્રગ્સ નથી મળી આવ્યા. એમનો દીકરો આર્યન ખાનનો મિત્ર છે. બન્નેએ ક્રુઝ પર પગ પણ નહોતો મુક્યો. એમને ક્રુઝમાં જતા પહેલા જ અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. અરબાઝ મર્ચન્ટ એક બિઝનેસમેન અને વકીલના દીકરા છે. એમનો આખા ભારતમાં ટીમ્બરનો બિઝનેસ છે. નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે અરબાઝ મર્ચન્ટના પિતા દીકરાના અરેસ્ટ થવાના કારણે ખૂબ જ પરેશાન અને દુઃખી છે.

image soure

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ તપાસ એજન્સી એનસીબીએ રવિવારે એક ક્રુઝ પર છાપો માર્યો હતો જ્યાં એક શાનદાર પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં ઘણા જાણીતા લોકો સામેલ થયા હતા. એનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો નશામાં ધૂત થઈને ડાન્સ કરી રહ્યા છે. એનસીબીને મહબર મળી કે આ પાર્ટીમાં ઘણી માત્રામાં ડ્રગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પછી જ્યારે એનસીબીએ રેડ પાડી તો ત્યાંથી શાહરુખ ખાનના લાડલા સહિત કુલ 8 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા. બધા લોકો 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે સોમવારે થયેલી સુનવણીમાં એમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

image source

એક ગુપ્ત સૂચના પર કાર્યવાહી કરતા એનસીબીએ શનિવારે મુંબઈના કિનારે ઈમ્પ્રેસ ક્રુઝ શિપમાં થઈ રહેલી રેવ પાર્ટીમાં છાપો માર્યો હતો..એજન્સીના અધિકારીઓએ કહ્યું છે કે એમને આરોપી પાસેથી 13 ગ્રામ કોકિન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. તો એક લેખિત નિવેદનમાં આર્યન ખાને એમના અરેસ્ટને સ્વીકાર કરતા લખ્યું છે કે હું મારા અરેસ્ટ થવાના કારણોને સમજુ છું અને મારા પરિવારના સભ્યોને એ વિશે જાણકારી આપી દીધી છે.

image source

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કન્ઝ્યુમ કરવાના મામલે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. NCB એ આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. NCB ને તેના ફોન પરથી ડ્રગ ચેટ પણ મળી છે. આર્યન ખાને માત્ર પાર્ટીમાં ડ્રગ્સ લેવાની બાબત તો સ્વીકારી જ છે પણ તેણે એ પણ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સને શોખ તરીકે લે છે. બીજી બાજુ, આર્યન ખાનના વકીલ સતીશ મણેશિંદેએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે આર્યન ખાન તેમના વતી ક્રૂઝ પાર્ટીમાં ગયો નથી. આર્યન પાસે પાર્ટીની ટિકિટ પણ નહોતી

Related Posts

0 Response to "સામે આવ્યું અરબાઝ શેખ મર્ચન્ટના પિતાનું પહેલું નિવેદન, ગભરાતા ગભરાતા કહી આ વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel