નુસરત ભરુચા ” જનહિત મેં જારી”ના સેટ પર થઈ ઘાયલ, બંધ કરવું પડ્યું ફિલ્મનું શૂટિંગ
બોલિવુડ એક્ટ્રેસ નુસરત ભરુચાના ફેન્સ માટે એક હેરાન કરી દે તેવી ખબર સામે આવી છે. રિપોર્ટનું માનીએ તો એક્ટ્રેસ આવનારી ફિલ્મ જનહિત મેં જારીના હોળી સોન્ગ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ છે. ઘાયલ થયેલી નુસરત ભરુચાને પગમાં ઇજા થઇ છે. રાજ શાંડિલય અને વિનોદ ભાનુશાલીની જનહિત મેં જારીના શૂટિંગ દરમિયાન નુસરત ભરુચાનો પગ મચકોડાઈ ગયો છે એ પછી ડોકટરે એમને આરામ કરવાનું કહ્યું છે.

પ્રોડક્શન યુનિટના એક સૂત્રએ કહ્યું છે કે અમે આ વિશાળ સેટ પર હોલી ગીતનું શૂટિંગ શરૂ કરી દીધું હતું પણ એક ડાન્સ સિક્વન્સના શૂટિંગ દરમિયાન નુસરત ભરુચાનો પગ મચકોડાઈ ગયો. શરૂમાં એમને લાગ્યું કે એ એક બ્રેક લઈ શકે છે અને શૂટિંગ ચાલુ રાખી શકે છે કારણ કે એ સમયે ઘણા બધા ક્રુ મેમ્બર્સ એનો ભાગ હતા. પણ ચેકઅપ અને એક્સ રે પછી ડોકટરે ખૂબ સ્ટ્રીકલી એમના પગને 3 4 દિવસનો આરામ આપવાની સલાહ આપી છે.’

આ ભવ્ય હોલી ગીતના શૂટિંગ માટે નિર્માતાઓએ એક બહુ જ મોટું સેટઅપ તૈયાર કર્યું છે. નુસરત ભરુચાની તપાસ કરનાર ડોકટર અનુસાર એમને થોડા દિવસ માટે એમના પગને આરામ આપવો પડશે જેના પરિણામે શૂટિંગ રોકી દેવામાં આવ્યું. નિર્માતાઓ અને નિર્દેશકએ નુસરતને સંપૂર્ણ પણે સાજા થઈ જવા સુધી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. એમને કહ્યું કે અમે નિશ્ચિત પણે આ નવા હોલી ગીતને જોવાની રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે સેટ પર નુસરત ભરુચા સાથે આવી ઘટના બની હોય. એ પહેલાં પણ એક્ટ્રેસ શૂટિંગ કરતી વખતે સેટ પર બેભાન થઈ ગઈ હતી. બ્લડ પ્રેશરની સમસ્યાના કારણે એક્ટ્રેસ ફિલ્મના સેટ પર જ બેભાન થઈ ગયુ હતી. એ પછી એમને સીધા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એક્ટ્રેસને હોસ્પિટલમાં લઇ ગયા બાદ ડોકર્ટ્સે એમની તબિયત ખરાબ હોવાનું કારણ બ્લડપ્રેશર ઘટી જવાનું જણાવ્યું હતું. ડૉક્ટરસે નુસરત ભરુચાને ઓછામાં ઓછા 15 દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની અને બેડ રેસ્ટની સલાહ આપી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નુસરત ભરુચા હાલના દિવસોમાં એમની અપકમિંગ ફિલ્મોની શૂટિંગમાં બીઝી છે. નુસરત ભરુચા છેલ્લીવાર રાજકુમાર રાવ સાથેની ફિલ્મ છલાંગમાં દેખાઈ હતી.
0 Response to "નુસરત ભરુચા ” જનહિત મેં જારી”ના સેટ પર થઈ ઘાયલ, બંધ કરવું પડ્યું ફિલ્મનું શૂટિંગ"
ટિપ્પણી પોસ્ટ કરો