ક્યાં છે ‘ઈન્ડીયન આઈડલ’ના પ્રથમ વિજેતા અભિજિત સાવંત, જાણીશું તેઓ કેવું જીવન જીવી રહ્યા છે.?

ગાયક અભિજિત સાવંત વર્ષ ૨૦૦૪માં ‘ઈન્ડીયન આઈડલ’ના પ્રથમ વિજેતા બન્યા હતા. આપણા દેશના પહેલા રીયાલીટી શો હોવાના કારણથી અભિજિત સાવંતને દેશના ઘરે ઘરે ઓળખ મળી. ગાયક અભિજિત સાવંતને જીતાડવા માટે લોકોએ બંપર મેસેજ મોકલીને શોના વિજેતા બનાવ્યા હતા. એટલું જ નહી, અભિજિત સાવંતનું પહેલું આલ્બમ ‘મોહબ્બતે લુટાઊંગા’ને લોકો તરફથી ખુબ જ પ્રેમ આપવામાં આવ્યો. ગાયક અભિજિત સાવંતને ઘરથી લઈને ગાદી સુધીની તમામ સુખ- સુવિધા તેમના કદમોમાં હતી. ગાયિકીની સાથે સાથે અભિજિત સાવંતએ ડાન્સ રીયાલીટી શો ‘નચ બલીએ’માં પણ પોતાના ડાન્સનો જલવો બતાવી દીધો છે. ત્યાં જ ‘ઈન્ડીયન આઈડલ’ આજે પણ લોકોની પહેલી પસંદ રહ્યા છે પરંતુ શું આપ જાણો છો કે, ‘ઈન્ડીયન આઈડલ’ની પહેલી સિઝનના વિજેતા અભિજિત સાવંત વર્તમાન સમયમાં ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? આ લેખમાં અમે આપને ગાયક અભિજિત સાવંત વિષે એવી કેટલીક વાતો જણાવીશું જે કદાચ આપ જાણતા હશો નહી.

ગાયક અભિજિત સાવંતના આલ્બમ.

image source

‘ઈન્ડીયન આઈડલ’ ની પહેલી સિઝનના વિજેતા બની ગયા બાદ અભિજિત સાવંતનો પહેલો સોલો આલ્બમ ‘આપકા અભિજિત’ને સોની દ્વારા રીલીઝ કરવામાં આવ્યું હતું. અભિજિત સાવંતના પહેલા આલ્બમનું એક ગીત ‘મોહબ્બતે લુટાઊંગા’ દર્શકોમાં ખુબ જ લોકપ્રિય થયું હતું. ત્યાર બાદ અભિજિત સાવંતનું બીજું આલ્બમ ‘જૂનન’ પણ ખુબ જ હીટ થયું હતું. ત્યાર બાદ અભિજિત સાવંતએ ઇમરાન હાશમીની ફિલ્મ ‘આશિક બનાયા આપને’નું ‘મરજાવા’ ગીતને પણ અભિજિત સાવંતે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત બાદ ગાયક અભિજિત સાવંત ગાયબ જ થઈ જાય છે.

‘નચ બલીએ’માં બતાવ્યો ડાંસ..

image source

ગીતમાં કઈ ખાસ કમાલ નહી બતાવી શક્યા બાદ અભિજિત સાવંત અને તેમની પત્ની શિલ્પા સાવંત ડાન્સ રીયાલીટી શો ‘નચ બલીએ’ (સીઝન- ૪)માં જોવા મળ્યા હતા. ડાંસ રીયાલીટી શો ‘નચ બલીએ’ દર્શકોને તેમનો ડાન્સ વધારે પસંદ આવ્યો નહી. ત્યાર બાદ અભિજિત સાવંતએ ફિલ્મ ‘લોટરી’માં કામ કર્યું, જે એક સુપરફ્લોપ ફિલ્મ બની ગઈ.

રસ્તામાં પબ્લિકનો માર ખાવો પડ્યો.

image source

વર્ષ ૨૦૧૦માં અભિજિત સાવંતને લોકો પાસેથી રસ્તા પર માર પણ ખાવો પડ્યો હતો. ખરેખરમાં અભિજિત સાવંતની મિત્ર અને સિગર પ્રાજ્કતા શુક્રેએ પોતાની કારથી એક સ્કુટરને ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ પબ્લિકએ કારમાં મુસાફરી કરી રહેલ અભિજિત સાવંતને માર માર્યો હતો.

સ્ટેજ શો કરીને કરે છે જીવન પસાર.

image source

હાલના સમયમાં અભિજિત સાવંત નાના- મોટા સ્ટેજ શો કરતા જોવા મળે છે. બોલીવુડમાં અભિજિત સાવંતએ ઘણી બધી વાર પોતાનું નસીબ અજમાવવાના પ્રયત્નો કર્યા. પરંતુ લોકોને તેમના સિંગિંગમાં રસ દર્શાવ્યો નહી.

Related Posts

0 Response to "ક્યાં છે ‘ઈન્ડીયન આઈડલ’ના પ્રથમ વિજેતા અભિજિત સાવંત, જાણીશું તેઓ કેવું જીવન જીવી રહ્યા છે.?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel