જેને શોધવા ઘણા પાપડ વણ્યા એ અશોક જૈન વડોદરામાં આવ્યો ને પોલીસને ખબર પણ ન પડી
વડોદરાના હાઈ પ્રોફાઈલ રેપ કેસના આરોપી અશોક જૈનને 19માં દિવસે પાલીતાણામાંથી અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. અશોક જૈન જેને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી એ બે દિવસ પહેલા વડોદરા આવ્યો હતો પણ પોલીસને ખબર જ ન પડી. અશોક જૈનના પકડાયા પછી એમની પાસે 1.50 લાખ રૂપિયા હતા. બે દિવસ પહેલા અશોક જૈન વેશ બદલીને વડોદરા આવ્યો હતો. પોલીસે અશોક જૈનનું લોકેશન ટ્રેસ કરવા માટે 700 સીસીટીવી ચેક કર્યા તો ય પોલીસને એને પકડવામાં 19 દિવસ લાગ્યા.

પોલીસની નજરથી બચી ગયેલા અશોમ જૈન એમના ભત્રીજા અને દીકરાના સતત સંપર્કમાં હતા. પોલીસે પાલીતાણામાં અશોક જૈનને પકડવા માટે વેશ બદલ્યો..પોલીસે ધર્મશાળાની બહાર નજર રાખી હતી જ્યાં અશોક જૈન રોકાયા હતા. વડોદરા પોલીસ હાલ અશોક જૈનની પૂછપરછ કરી રહી છે જેમાં એ જે જગ્યા પર ગયા અને રોકાયા હતા એ વિશે બધી જાણકારી મેળવ્યા પછી ઘટનાની ફરી તપાસ કરવામાં આવશે. સાથે જ અશોક જૈન બે દિવસ પહેલા વડોદરા આવ્યા હતા એટલે એ પણ જાણકારી મેળવવામાં આવશે કે એ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. પોલીસે વડોદરા હાઇવે પર એમના ભત્રીજા દીપેશ ઉર્ફે શ્રેયંશની કારમાં બેઠેલા અશોક જૈનના 700થી વધુ સીસીટીવી તપસ્યા હતા.

અશોક જૈને 19 દિવસમાં 6000 કિમીની સફર કરી. સાહરા જમીન સોદામાં સામેલ હતા અશોક જૈન પોલીસર અશોક જૈનના 1 વર્ષના કોલ ડિટેલ કાઢી છે અને તે જ્યાં રોકાયો હતો એ જગ્યાની તપાસ કરી રહી છે. તો અશોક જૈન પોલીસના હાથમાં અવાય એ માટે ઓનલાઇન ટ્રાન્સએક્શન કરવાનું પણ ટાળતો હતો. મામલો નોંધાયા પછી અશોક જૈન એમની સાથે 5 લાખ રૂપિયા રોકડા લઈને નીકળ્યો હતો. આ 19 દિવસમાં એ 6 હજાર કિમી ફર્યો. પકડાયો ત્યારે એની પાસે દોઢ લાખ રૂપિયા બચ્યા હતા.

અશોક જૈન એમના ભત્રીજા સાથે સંપર્કમાં હતો પછી ભત્રીજાએ પોલીસથી બચવા માટે એમના કાકા માટે એક નવું સિમ કાર્ડ ખરીદ્યું. જેના દ્વારા અશોક જૈન ફોન કરી રહ્યો હતો. આ રીતે તે પોલીસની બધી ગતિવિધિઓ જાણી લેતો. પોલીસે અશોક જૈનને પકડવા માટે એની છેલ્લા એક વર્ષની કોલ ડિટેલ કાઢી. જેમાં પોલીસને ખબર પડી કે અશોક જૈન એમના ભત્રીજાના સૌથી વધુ સંપર્કમાં હતા એટલે પોલીસે એમના ભત્રીજાની પૂછપરછ કરી.
0 Response to "જેને શોધવા ઘણા પાપડ વણ્યા એ અશોક જૈન વડોદરામાં આવ્યો ને પોલીસને ખબર પણ ન પડી"
ટિપ્પણી પોસ્ટ કરો