આ પાવડર સ્કિનને ચમકીલી કરવાનું કરે છે કામ, જાણો આ 1 પાવડરના આટલા બધા ફાયદાઓ વિશે
આજના આધુનિક સમયમાં ઘણાં લોકો પોતાના ઘરમાં કોકો પાઉડર રાખતા જ હશે અને જો ઘરમાં નહીં હોય તો પણ અહીં જણાવેલા સ્કિન બેનિફિટ્સ જાણીને તમે કોકો પાઉડર અચૂક લઈ આવશો. કેક, મિલ્ક શેક, કોફી સિવાય સ્કિનમાં નિખાર લાવવા અને ગ્લો વધારવા માટે પણ તે બેસ્ટ છે. જો તમારી સ્કિનની ચમક વધારવા માગો છો તો જાણો આ ઉપાયો.
કોકો પાઉડર ચોકલેટમાંથી બને છે

તમને જણાવી દઈએ કે, ચોકલેટ કોકો પાવડરમાંથી બનાવવામાં આવે છે. અને કોકો પાવડર બનાવવા માટે પ્રથમ સારા કોકો બીજ શોધવામાં આવે છે. સારા કોકો બીજ એકત્રિત કર્યા પછી, કોકો પાઉડર તેમને ભૂકો કરીને અને તેમાંથી ચરબી અથવા કોકો બટર દૂર કરીને બનાવવામાં આવે છે. વિશ્વવ્યાપી કોકો છોડની ૩ જાતો છે – ફોરેસ્ટો, ક્રિઓલો અને ત્રિનિટારિઓ.
રંગ નિખારવા માટે

ડાઘ-ધબ્બા દૂર કરવા અને રંગ નિખારવા માટે કોકો પાઉડરમાં મધ અને ગુલાબજળ મિક્સ કરીને ફેસપેક તૈયાર કરો. તમે તેમાં ચપટી હળદર પણ નાખી શકો છો. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરો. તેને ફેસ પર લગાવો અને ૧૫ મિનિટ પછી ફેસવોશ કરી લો.
સ્કિન રિપેર માટે

કોકો પાઉડર ઠંડી, ધૂળ, પોલ્યૂશનને કારણે બેજાન થયેલી સ્કિનને રિપેર કરે છે. તેના માટે ૧ ચમચી કોકો પાઉડરમાં મધ, ગુલાબજળ અને નારંગીના રસના થોડાં ડ્રોપ્સ નાખીને અને અડધાં કલાક માટે રહેવા દો. પછી તેને ફેસ પર લગાવો અને ૧૫ મિનિટ પછી ફેસવોશ કરી લો.
ડેડ સેલ હટાવવા માટે

સ્કિન કેર માટે કોકો પાઉડરના બહુ બધાં ઉપયોગ છે. ડેડ સેલ્સ હટાવવા માટે પણ ઘરમાં રહેલાં કોકો પાઉડરનો ઉપયોગ કરી શકો છો. કોકો પાઉડરમાં થોડું દૂધ મિક્સ કરીને લેપ તૈયાર કરી લો. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. જેથી તે ડેડ સ્કિન સેલ્સ દૂર કરવામાં મદદ કરે છે. તેને ચહેરા પર લગાવો 15 મિનિટ પછી ફેસવોશ કરી લો.
સ્કિનને ટાઈટ રાખવા માટે

કોકો પાઉડરમાં કોકીન અને થિઅબ્રામીન હોય છે. જે સ્કિનને ટાઈટ રાખવામાં મદદ કરે છે. જો તમારી સ્કિન લૂઝ પડી ગઈ હોય તો તમે કોકો પાઉડરનો પ્રયોગ કરી શકો છો. તેના માટે કોકો પાઉડરમાં ગુલાબજળ મિક્સ કરીને ફેસ પર લગાવો. ૧૫ મિનિટ પછી ફેસવોશ કરી લો.
ત્વચાની ગુણવત્તામાં વધારો કરવા માટે કોકો ફેસપેક પાવડર બનાવો , ફેસપેક સ્ટેન અને ફોલ્લીઓ ત્વચાના તેજને નબળા પાડે છે. કોકો પાવડરમાં મધ અને ગુલાબજળ ઉમેરીને ફેસપેક તૈયાર કરો. દાણા હોય તો તમે તેમાં હળદર પણ ઉમેરી શકો છો. અઠવાડિયામાં ૨ વખત આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચાની સ્વર સુધરે છે અને ત્વચા સ્વસ્થ લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ પાવડર સ્કિનને ચમકીલી કરવાનું કરે છે કામ, જાણો આ 1 પાવડરના આટલા બધા ફાયદાઓ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો