શું તમે જોઇ છે બોલિવૂડની આ 8 ફિલ્મો, જે સારી હોવા છતા નથી મારી શકી બાજી
બોલિવુડના આ 8 ફિલ્મો સારી વાર્તા હોવા છતાં પટકાઈ, ઓસ્કર્સમાં જઈ શકે એટલો હતો દમ. બોલીવુડની આ 8 ફિલ્મો સારી વાર્તા હોવા છતાં પટકાઈ.
આપણે હંમેશા ફિલ્મોમાં સારી વાર્તા શોધતા હોઈએ છે. આ વિશે ચર્ચાઓ પણ કરીએ છે પણ જ્યારે આવી ફિલ્મો રિલીઝ થાય છે તો ટીકીટ વિન્ડો પર આ ફિલ્મોને સારો રિસપોન્સ નથી મળતો. અને આવી ફિલ્મ સારો કોનેટેન્ટ હોવા છતાં ફ્લોપ થઈ જાય છે. તો બીજી બાજુ અમૂકવાર એવું પણ બનતું હોય છે કે ભલે સ્ક્રીપટમાં જરા સરખો પણ દમ ન હોય પણ જો કોઈ ફિલ્મમાં મોટો અભિનેતા હોય તો એ ફિલ્મ 100 કરોડ, 200 કરોડ અને 300 કરોડના કલબમાં પહોંચી જાય છે. આજે અમે તમને એવી જ 8 ફિલ્મો વિશે જણાવીશું જે ભારત તરફથી ઓસ્કર્સમાં જઈ શકતી હતી પણ દેશની ઓડિયન્સે એને રિજેક્ટ કરી દીધી
મદારી.

ઈરફાન ખાનની આ ફિલ્મમાં એક ખૂબ જ સુંદર વાર્તા દ્વારા સરકારના કામકાજની ખામીઓને દર્શાવવામાં આવી હતી. એમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક પિતા પોતાના દીકરાને પ્રેમ કરે છે. આ ફિલ્મને ક્રિટકસે તો ઘણી પસંદ કરી પણ ઓડિયન્સે આ ફિલ્મને નકારી દીધી.
ગલી ગુલીયા.

મનોજ બાજપાઈ સ્ટારર આ ફિલ્મ માસ્ટર પીસ હતી. પણ આ ફિલ્મ જોવા લોકો સીનેમાઘર સુધી ન પહોંચ્યા. આ ફિલ્મ માટે મનોજ બાજપાઈને મેલબર્નના ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ સાઇકોલોજીકલ ડ્રામામાંથી એક ગણવામાં આવી હતી જેમાં ગજબનું સસ્પેન્સ હતું.
ડિટેકટિવ બ્યોમકેશ બક્ષી.

દિબાકર બેનરજીની આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતનું અદભુત પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આ ફિલ્મની વાર્તા ઘણી જ સરસ હતું જે કોલકાતાની ગલીઓમાં લઈ જતી હતી અને ડ્રગ સ્મગલર્સથી ભરેલી હતી.જોકે આ ફિલ્મની પણ એ જ હાલત થઈ કે લોકો સીનેમાઘર સુધી પહોંચ્યા જ નહીં.
સોનચીડિયા.

સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મના હાલ પણ એવા જ રહ્યા જેવા બ્યોમકેશ બક્ષીના થયા હતા. આ ફિલ્મમાં પણ ઓડિયન્સે પોતાનો ઇન્ટરેસ્ટ ન બતાવ્યો. આ ડકેત ડ્રામાને મધ્યપ્રદેશના ચંબલમાં ફિલ્માવવામાં આવ્યો હતો, રિસ્ક લેવામાં આવ્યું હતું, પોતાના કેરેકટર માટે સુશાંત અને બાકી એક્ટરોએ ઘણું મહેનત કરી હતી પણ આટલો પરસેવો રેડયા પછી પણ દર્શકોએ ફિલ્મની પ્રશંસા ન કરી.
શોર્ય.

અદભુત ફિલ્મોની વાત કરીશું તો એમાં શોર્ય ફિલ્મનો સમાવેશ થશે જ. આ ફિલ્મમાં આર્મી વિશે બતાવવામાં આવ્યું છે જેમાં કે કે મેનન અને રાહુલ બોસ જેવા અભિનેતાઓએ જબરદસ્ત એક્ટિંગ કરી છે. એ પછી પણ દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી હતી.
કડવી હવા.

એ વાતમાં કોઈ શક નથી કે સંજય મિશ્રા બોલિવુડના સૌથી ટેલેન્ટેડ એકટરમાંથી એક છે.જોકે એમને ઓળખ ઘણા સમય પછી મળી. ફિલ્મ કડવી હવામાં જમીનથી જોડાયેલા મુદ્દાની વાત કરવામાં આવી છે કે કેવી ડિટે ખેડૂતને જળવાયુંના પરિવર્તનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ ફિલ્મને બીજા દેશોમાં પસંદ કરવામાં આવી પણ ભારતમાં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે ઓડિયન્સે આને સાઈડલાઈન કરી દીધી.
સિટીલાઇટ્સ.

આ એક એવા પરિવારની સ્ટોરી છે જે રાજસ્થાનથી મુંબઈ આવે છે અને પછી એમનો સંઘર્ષ શરૂ થાય છે. રાજકુમાર રાવ અને પત્રલેખા દિલથી પોતાના કેરેક્ટરમાં બેસી ગયા હતા જેથી બધું એકદમ સાચું લાગે અને વધારેમાં વધારે લોકો ફિલ્મ સાથે જોડાઈ શકે પણ એવું બન્યું નહિ. બોક્સઓફિસ પર ફિલ્મ કોઈ કમાલ ન કરી શકી.
ઓય લકી લકી ઓય.

અભય દેઓલની આ ફિલ્મે મુશ્કેલીથી બોક્સ ઓફીસ પર 6 કરોડની કમાણી કરી હતી. જોકે આ ફિલ્મનો કોન્ટેન્ટ ઘણો જ અલગ બતો. એનું હ્યુમર જરાય હળવું નહોતું. પણ દર્શકોએ આ ફિલ્મને ન સ્વીકારી અને આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફેલ ગઈ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમે જોઇ છે બોલિવૂડની આ 8 ફિલ્મો, જે સારી હોવા છતા નથી મારી શકી બાજી"
ટિપ્પણી પોસ્ટ કરો