જાણો એવુ તો શું છે કારણ જેને લઇને આ ગામના લોકો પાણીને પણ મારે છે તાળું…
જાણીને હેરાન થઈ જશો તમે, આ ગામમાં તાળું મારીને રાખવામાં આવે છે પાણીને.
કહેવાય છે કે પૃથ્વીનો 71 ટકા ભાગ પાણી છે. અને એમાનું મોટાભાગનું પાણી દરિયાનું પાણી છે એટલે કે ખારું પાણી છે. જેનો પીવામાં ઉપયોગ થઈ શકે નહીં. લેટેસ્ટ પધ્ધતિઓથી હવે તો ગામે ગામ પાણીની સુવિધાઓ પુરી પડાઈ છે. પણ હજી પણ અમુક એવા વિસ્તાર છે જ્યાં પાણી માટે લોકોને ઘણી તકલીફ સહન કરવી પડે છે. પાકિસ્તાનની સરહદથી અડીને આવેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં તાપમાન વધતાની સાથે સાથે પાણીની સમસ્યા વિકરાળ થઈ રહી છે.પાણીની સમસ્યાના કારણે ગામમાંથી લોકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. ગામમાં પાણીના વર્ષો જુના સ્ત્રોત સુકાઈ ગયા છે. સતત છઠ્ઠા વર્ષે પડેલા દુકાળને કારણે પારંપારિક કુઆ, તળાવ, વાવ, બોર અને ટાંકીઓ સુકાઈ ગઈ છે..

હાલત એવી છે કે આ જિલ્લાના લગભગ 860 ગામ પાણીને લગતી કોઈપણ યોજના સાથે જોડાયેલા નથી. આ ગામડાઓમાં પ્રશાસન દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ એ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે. ગામડામાં ટેન્કર પહોંચી જ નથી શકતા. એવામાં ગામના લોકોએ પાણીની રખેવાળી કરવાનું શરૂ કરી દીધું છે.

જિલ્લામાં વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં વસેલા 13 ગામા પાણીની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ 13 ગામમાં રમજાનની ગફન, આરબીની ગફન, તમાચીની ગફન, ભોજારીયા, ભિલો કા તલા, મેઘવાલોના તલા, રેગીસ્તાની ઘોરોની વચ્ચે વસેલા છે. આ ગામ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો પણ નથી. એવામાં ત્યાંના લોકો પોતાની નાના નાના પાણીના બોર પર તાળું મારીને રાખે છે

તાળું મારીને પાણી રાખવું એ હવે અહીંની પરંપરા અને જરૂરત પણ બની ગઈ છે. આ ગામના લોકો પાણીના એક એક ટીપાંની કિંમત અને ઉપયોગીતા જાણે છે. પાણીના કારણે ગામા થતા ઝગડાના કારણે ગામના લોકો મજબૂરીમાં પાણીને સુરક્ષિત રાખવા માટે તાળું મારીને રાખે છે. જેથી કરીને પાણી ચોરી ન થઈ જાય. પણ આ વખતે પાણીની જીવલેણ અછતના કારણે ગામના લોકો પાણીની રખેવાળી કરવા માટે મજબૂર થઈ ગયા છે.

તમાચી ગામના સલાયા ખાન નિવાસીએ જણાવ્યું કે ટાંકીઓ પર તાળું માર્યા બાદ પણ પાણીની ચોરી થઈ જાય છે. પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પાણીની ચોરી કરી લે છે. ચોરો વિશે જાણવાની કોશિશ પણ કરી, પણ સફળતા ન મળી એટલે ગામના લોકોએ પંચાયત બોલાવીને નિર્ણય કર્યો કે પરંપરાગત રીતે બનેલા પાણીના બોર પર વારાફરતી રખેવાળી કરવામાં આવે.

આ ગામમાં બોર બનેલા છે. બધા જ બોર પર લોકોએ પોતપોતાના તાળાં મારેલા છે. રાસબાનીના જુમ્મા ખન્ના કહેવા અનુસાર અહીંયા પાણીની ભયંકર તકલીફ છે. લોકોનું કહેવું છે કે આ જળ સંકટને લઈને સરકાર ક્યારેય ગંભીરતા નથી દાખવતી અને નથી કઈ કરતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો એવુ તો શું છે કારણ જેને લઇને આ ગામના લોકો પાણીને પણ મારે છે તાળું…"
ટિપ્પણી પોસ્ટ કરો