અનુષ્કાથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, ફિલ્મોમાં ટકલી નજર આવી ચૂકી છે આ અભિનેત્રીઓ
અનુષ્કા શર્માથી લઈને પ્રિયંકા ચોપરા, ફિલ્મોમાં વાળ વગર નજર આવી ચૂકી છે આ 8 અભિનેત્રીઓ.
નિર્માતા અને નિર્દેશકની સાથે સાથે કલાકાર પર પોતાની ફિલ્મો હિટ કરાવવા માટે બધી જ રીતે પ્રયત્ન કરે છે. એટલું જ નહીં આ કલાકારો દર્શકોના દિલોમાં ખાસ જગ્યા મેળવવા માટે ફિલ્મોમાં પોતાના પાત્રો સાથે નવા નવા અખતરા પણ કરતા રહે છે.આમ અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. બોલીવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને ફિલ્મોને હિટ કરાવવા માટે પોતાના વાળ સાથે પણ અખતરો કરી લીધો છે. ઘણી બધી અભિનેત્રીઓ ફિલ્મોમાં વાળ વગરના પાત્રો ભજવી ચુકી છે. આજે અમે તમને એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જે ફિલ્મોમાં વાળ વગર એટલે કે ટકલી દેખાઈ હતી.
અનુષ્કા શર્મા

અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”માં વાળ વગર જોવા મળી હતી. એ ફિલ્મમાં એમને એક કેન્સર પીડિતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં છેલ્લે અનુષ્કા શર્મા વાળ વગર જોવા મળે છે. ફિલ્મ એ દિલ હે મુશ્કેલ વર્ષ 2016માં આવી હતી.
શિલ્પા શેટ્ટી

હા, શિલ્પા શેટ્ટી પણ ફિલ્મમાં ટકલી નજર આવી ચૂકી છે. એમને વર્ષ 2019માં આવેલી ફિલ્મ ધ ડિઝાયરમાં પોતાના વાળ સાથે પ્રોસ્થેટિક મેકઅપ કર્યો અને એ પછી એ વાળ વગર દેખાઈ હતી.
લિઝા રે

અભિનેત્રી લિઝા રે પણ ફિલ્મ માટે પોતાના માથાનું મુંડન કરાવી ચુકી છે. એમને વર્ષ 2005માં આવેલી ફિલ્મ વોટર માટે પોતાના માથાના વાળ કઢાવ્યા હતા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મ વોટરને ઘણા પુરસ્કાર પણ મળી ચુક્યા છે.
તન્વી આઝમી

તન્વી સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં વાળ વગર નજરે પડી હતી.તન્વી આઝમીએ ફિલ્મમાં બાજીરાવની માતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2015માં આવી હતી.
અંતરા માલી

અભિનેત્રી અંતરા માલી અમોલ પાલેકરની ફિલ્મ એન્ડ વન્સ અગેનમાં વાળ વગર દેખાઈ હતી. ફિલ્મમાં એમને સિક્કિમના એક સાધુનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. ફિલ્મ એન્ડ વન્સ અગેન વર્ષ 2010માં આવી હતી.
પ્રિયંકા ચોપરા

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તો બધા જ ઓળખે છે કે એ ફિલ્મ મેરી કોમમાં એક નાનકડા રોલમાં વાળ વગર દેખાઈ હતી. આ પાત્રને ભજવવા માટે પ્રિયંકા ચોપરાએ ઘણી મહેનત કરી હતી. ફિલ્મ મેરી કોમ વર્ષ 2014માં આવી હતી. અને દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી.
શબાના આઝમી

શબાના આઝમીના નામથી તો સૌ પરિચિત જ છે. એ ફિલ્મ વોટરમાં વાળ વગર દેખાઈ હતી. આ વિશે શબાનાએ જણાવ્યું હતું કે એ ફરહાન અખ્તરના લગ્નમાં પણ ટકલી જ હતી અને તેમ છતાં એમને બધો જ સાજ શણગાર કર્યો હતો.
નંદિતા દાસ

નંદિતા દાસે પણ ફિલ્મ વોટર માટે માથાના વાળ કઢાવ્યા હતા. અને એ પણ એ ફિલ્મમાં વાળ વગર નજરે પડી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અનુષ્કાથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, ફિલ્મોમાં ટકલી નજર આવી ચૂકી છે આ અભિનેત્રીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો